ઝવેરચંદ મેઘાણી જયંતી: ૧૭ અોગસ્ટ

આજે, ૧૭ ઓગસ્ટ, ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતી છે.  તેમની રવીન્દ્ર વીણા ખોલતા, ૧૮૪ પાનાનો પ્રસાદ ધરુ છું.

સાથી

એક દિનની વાત યાદ આવે છે.  ખેતરને શેઢે ઘાંસની હરિયાળીમાં એકલી બેઠી બેઠી એક ખેડુની કન્યા બપોરે ચોટલો ઓળતી હતી. પાળેલું કુરકુરિયું પાછળથી આવીને એ કન્યાના ચોટલાને આમતેમ ઊડતો દેખી, રમત માની, કુદાકુદ કરતું ડાઉડાઉ બોલીને ચોટલાને વારમવાર કરડવા લાગ્યું. કન્યાએ પોતાની ગર્દન મરડીને ગલુડિયાને હેડ! હેડ! કર્યું; એટલે તો ગલૂડિયાને રમવાની વધુ ચાનક ચડી. કન્યાએ એને હાથ ઉપાડીને માર્યો તો પછી ગલૂડિયાની રમત બમણી ચગી.  ત્યારે પછી ક્ન્યાએ હસીને ઊઠી, ગલૂડિયાને છાતીએ લીધું, ને પછી એને હેતના ઘબ્બા મારવા મંડી.

ચૈતાલિ, રવીન્દ્ર વીણાના સૌજન્યથી

મધરાતનાં મહેમાન

મધરાતનાં મહેમાન – કોકિલા રાવળ, ૬ ઓગસ્ટ ૨૦૧૫

૧૯૯૦ની સાલ હતી. અમે અપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં રહેતા હતા. બધા અપાર્ટમેન્ટ બહારથી એક સરખા દેખાતા હતા. હું જ્યારે વિચારમાં હોઉં ત્યારે મારાથી કોઇ વાર આજુ બાજુનાં ઘર આગળ કાર પાર્ક થઇ જતી. એક વાર તો કોઇના ઘરના દરવાજા આગળ જઇ ઉભી રહી. તરત મને ખ્યાલ આવ્યો કે આ તો મારા ઘરનો નંબર લાગતો નથી. ઘર બધા ટાઉન-હાઉસની સ્ટાઇના હતા. લગભગ ૩૦૦ ઘરની સોસાઇટી હતી. તમને જો ઘર નંબર ખબર ન હોય તો તમે ભુલા જ પડો.

ઉનાળાની રાત હતી. મધરાત વીતિ ગઇ હતી. ગરમીના ઉકળાટને કારણે હું પાસા ઘસતી હતી. કિશોર ઘસઘસાટ ઘોરતા હતા. ત્યારે આગલા રુમમાં કોઇ વાત કરતુ હોઇ તેવો મને અવાજ આવ્યો. પહેલા મને થયું ટી.વી. કે રેડિયો ઓન હશે. કદાચ છોકરાઓ પાસે ચાવી છે તો તે આવ્યા હશે. છોકરાઓનો અવાજ ન લાગ્યો, એટલે મેં કાન સરવા કર્યા. ચોર હશે અને તેની પાસે બંદુક હશે તો? મેં કિશોરને ભર ઉંઘમાંથી ઢંઢોળીને જગાડ્યા: “ઉઠો, આગલા રુમમાં કોઇનો બોલવાનો અવાજ આવે છે.” એ તો ધમ-ધમ કરતા ઉપડ્યા. ગરમીનેં કારણે એમણે ખાલી ચડ્ડી જ પહેરેલી. હું પણ આછા કપડામાં જ હતી. પહેલા તો હું સંકોચાઇને દરવાજાની પાછળ તિરાડમાંથી જોતી ઉભી રહી. થોડી બીક પણ હતી. મારા બોડિગાર્ડ આગળ ઉપડ્યા હતા. સુખ:દુખના સાથી સાથે ઉભા તો રહેવું જોઇએ એટલે હિમ્મત કરી. હું પણ શાલ ઓઢીને બહાર આવી. ત્યાં કિશોરે પેલા લોકોને પડકાર કર્યો “what are you doing here?” કિશોરનો અવાજ સાંભળી તેઓ ભડક્યા પછી ચોખવટ કરી કે તેનો મિત્ર બહારગામ ગયો હોવાથી તેને રાત માણવા માટે તેના ઘરની ચાવી આપી હતી. બન્ને પ્રેમીઓ ઘર ભુલ્યા હતા. તેઓ ભોંઠા પડી પાછલા પગે, “sorry…sorry…” કરતા દાદરો ઉતરવાં લાગ્યા. ત્યાંતો હું ટહુકી “તમારુ પર્સ અને ચાવી ડાઇનિંગ રુમના ટેબલે પડ્યું છે. તે તો લેતા જાઉ.” બિચારા બન્ને જણા અચકાતા-અચકારા તેઓની વસ્તુઓ લઇ ઉતરી ગયા…

બીજા દિવસે બીજાના અપાર્ટમેન્ટની ચાવી સરખી કેવી રીતે હોઇ શકે તેના વિમાસણમાં હું અપાર્ટમેન્ટની ઓફિસમાં ગઇ. સેક્રેટરીને વાર્તા કરી, હસાવીને અમારું લોક બદલાવી જવાની શીફારત કરી. અમે ત્યા ત્રણેક વર્ષ રહ્યા, પરંતુ પછી કોઇ દિવસ મધરાતનાં મહેમાન આવ્યા નથી.

હોમલેસ

મનુ નાયકની ” રેતીના કણ” પુસ્તકમાંથી “હોમલેસ”

મેનહટનમાં ટાઇમ્સ સ્ક્વેર
બેંતાલીસની સ્ટ્રીટ.
બસ ટર્મિનલમાં ત્યાં
શિયાળાની ઠંડીમાં
હોમલેસની ભીડ.
બસનો પાસ લેવા ત્યાં હું
લાઇનમાં ઊભો છું.
હોમલેસને જોઉં છું.
ગંદા તેમના ચહેરા
ને ગંદા ગંદા કપડાં.
ગંદાં તેમના સ્નીકર સાથે
કાળા-ધોળાં મોજાં.
તેમની પાસેથી જો જઇએ
તો વાસ આવે.

ત્યાં એક ખૂણામાં
મારી નજર પડી.
હોમલેસ પુરૂષ અને સ્ત્રી
અેકબીજાનો હાથ પકડી
બેઠા છે ગૂંચળું વળી.
હું તેમને જોઉં છું.
તે યુગલ હશે
મારી જ ઉમ્મરનું.
મને તેમના ઉપર દયા  આવી.

આવી કેવી તેમની જીંદગી!
તેમની પાસે નથી
રહેવાને ઘર.
કે નથી સારા કપડાં.
કેટલા દુ:ખી હશે બિચારા!
તે શું ખાતા હશે?
ક્યાં તે સૂતા હશે?

હું મારી નજર પાછી વાળું છું.
અને થોડી વાર પછી
ફરીથી તેમને જોઉં છું.
સ્ત્રી પુરુષના કાનમાં કશું કહે છે.
પુરુષ હસે છે.
સ્ત્રી હસે છે.
અને પછી બન્ને એક બીજાની જોઇને
ખડખડાટ હસી પડે છે.
તેમને હસતા જોઇને
મને વિચાર આવ્યો કે
આવી રીતે ખુલ્લા દિલે
હું મારી પત્ની સાથે
છેલ્લે ક્યારે
ખડખડાટ હસ્યો હોઇશ?
અને પછી
મને મારા ઉપર દયા આવી.

શ્રવણકલા

શ્રવણકલા

જો માબાપ સંતાનને સાંભળે,
જો શિક્ષક વિદ્યાર્થીઓને સાંભળે,
જો પતિ પત્નીને અને પત્ની પતિને સાંભળે,
જો દુકાનદાર ગ્રાહકને સાંભળે,
જો નેતા પ્રજાને ને પ્રજા નેતાને સાંભળે,
જો એક મિત્ર બીજા મિત્રને સાંભળે,
તો આપણો બોલકો સમાજ સાંભળતો પણ થાય
અને તો જ સમાજમાં સાચા સુખ અને શાંતિ,
સુમેળ અને સંવાદિતાની સ્થાપના થઈ શકે.

આરોગ્ય-બંધુનાં સૌજન્યથી

તમારા ફુલ

તમારા ફુલતમારા ફુલ

 

 

Great beginning of the story that has never ended and the storyteller will live forever thru the loves of his life….his wife and  daughter….what more tribute can you pay to that special soul that Kishorkaka was…..hats off to you….may kesuda keep its colors forever…..Urmi

શીરામણ કે રોંઢો? 

parfaitશીરામણ કે રોંઢો?

Yogurt Parfait

  • ગ્રીક યોગર્ટ અથવા દહીંમાંથી પાણીનો ભાગ નીતારી લેવો.
  • હની ગ્રનોલા
  • સીઝનના ફ્રુટ (ખાટાં હોય તો જરા સાકર છાંટી થોડીવાર રહેવા દેવા.)
  • લાંબા ગ્લાસમાં દહીં, ગ્રનોલા અને ફ્રુટની ગોઠવણી કરવી. ઉપરના સ્તર ઉપર શણગાર કરવો.
  • આમાં કાતરેલી બદામ કે અખરોટ નાખી શકાય.

me before you

કોકિલ રાવળ

પુસ્તક પરિચય -Me Before You by Jojo Moyes

me_before_you

વાંચવા જેવુ અને અનુવાદ કરવા જેવું પુસ્તક.

એકનું કથન જીન્દગી જીવવા જેવી છે તેમ છે.

બીજાનું કથન જીન્દગી કેવી રીતે જીવવી તેમ છે.

મોટર સાયકલના એક્સીડન્ટ પછી વ્હીલચેરમાં આવી ગયેલો જુવાન અને તેની સેવિકાની વાર્તા છે.