અમારા બાપુ: કલાગુરુ રવિશંકર રાવળ
જન્મ તારીખ ૧ ઓગસ્ટ ૧૮૯૨ ભાવનગર
અવષાન ૯ ડિસેમ્બર અમદાવાદ ૧૯૭૭
દિનેશ દેસાઇનો આર્ટિકલ, મુંબઇ સમાચાર, ૪ જુલાઇ ૨૦૧૫
હમણા મહેન્દ્ર મેઘાણીએ દિધેલા પુસ્તકમાં એક બાપુની કણીકા મળી:
‘કુમાર’ માસિકના તંત્રી શ્રી રવિભાઇ (રાવળ)એ નિવેદન કર્યું છે: “કોઇ અચોક્કસ મુદત સુધી ‘કુમાર’ મોકૂફ રહેશે.”
શા માટે? તંત્રી કહે છે— ઓગણીસ વર્ષની મહેનત પછી પણ ગ્રાહકસંખ્યા બે હજાર સુધી પહોંચી નહીં. કોઇની પાઇ ‘કુમાર’ માટે દાન તરીકે સ્વીકારી નથી. પણ છેવટે તંત્રીએ પોતાના યૌવન-જીવનનો નિચોડ આપી દીધો. આજે ખોખરી તબિયત આગેકદમ જવાની ના પાડી રહી છે.
પોતાનો પ્રહર પૂરો કરીને વિદાય લઇ જનારાઓ એમની એ વિદાય લેવાની હિંમતને ખાતર જ શાબાશીને પાત્ર બને છે. પોતાની ઉપયોગિતા પૂરી થયા પછી વ્યક્તિ કે સંસ્થા જૂની મૂડી ચાવતાં જીવે તો ઝાંખા પડે. ટાંગા ઢરડીને જીવવું, એ તો પામરતા છે. યુગદેવ પ્રત્યે સુજ્ઞોની તો એક જ પ્રાર્થના હોઇ શકે કે, અમને ઊજળા મોંની વિદાય લેવા દેજો, અમારા હાથને પહેલી ઝારી લાગે કે તુરત જ અમારા પર જવનિકા પાડજો.
‘ઝવેરચંદ મેઘાણીની વિચાર-કણિકા અને ઝવેરચંદ મેઘાણી: સ્મરણાંજલિ’, સંપાદક મહેંદ્ર મેઘાણી, લોકમિલાપ