મધરાતનાં મહેમાન


મધરાતનાં મહેમાન – કોકિલા રાવળ, ૬ ઓગસ્ટ ૨૦૧૫

૧૯૯૦ની સાલ હતી. અમે અપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં રહેતા હતા. બધા અપાર્ટમેન્ટ બહારથી એક સરખા દેખાતા હતા. હું જ્યારે વિચારમાં હોઉં ત્યારે મારાથી કોઇ વાર આજુ બાજુનાં ઘર આગળ કાર પાર્ક થઇ જતી. એક વાર તો કોઇના ઘરના દરવાજા આગળ જઇ ઉભી રહી. તરત મને ખ્યાલ આવ્યો કે આ તો મારા ઘરનો નંબર લાગતો નથી. ઘર બધા ટાઉન-હાઉસની સ્ટાઇના હતા. લગભગ ૩૦૦ ઘરની સોસાઇટી હતી. તમને જો ઘર નંબર ખબર ન હોય તો તમે ભુલા જ પડો.

ઉનાળાની રાત હતી. મધરાત વીતિ ગઇ હતી. ગરમીના ઉકળાટને કારણે હું પાસા ઘસતી હતી. કિશોર ઘસઘસાટ ઘોરતા હતા. ત્યારે આગલા રુમમાં કોઇ વાત કરતુ હોઇ તેવો મને અવાજ આવ્યો. પહેલા મને થયું ટી.વી. કે રેડિયો ઓન હશે. કદાચ છોકરાઓ પાસે ચાવી છે તો તે આવ્યા હશે. છોકરાઓનો અવાજ ન લાગ્યો, એટલે મેં કાન સરવા કર્યા. ચોર હશે અને તેની પાસે બંદુક હશે તો? મેં કિશોરને ભર ઉંઘમાંથી ઢંઢોળીને જગાડ્યા: “ઉઠો, આગલા રુમમાં કોઇનો બોલવાનો અવાજ આવે છે.” એ તો ધમ-ધમ કરતા ઉપડ્યા. ગરમીનેં કારણે એમણે ખાલી ચડ્ડી જ પહેરેલી. હું પણ આછા કપડામાં જ હતી. પહેલા તો હું સંકોચાઇને દરવાજાની પાછળ તિરાડમાંથી જોતી ઉભી રહી. થોડી બીક પણ હતી. મારા બોડિગાર્ડ આગળ ઉપડ્યા હતા. સુખ:દુખના સાથી સાથે ઉભા તો રહેવું જોઇએ એટલે હિમ્મત કરી. હું પણ શાલ ઓઢીને બહાર આવી. ત્યાં કિશોરે પેલા લોકોને પડકાર કર્યો “what are you doing here?” કિશોરનો અવાજ સાંભળી તેઓ ભડક્યા પછી ચોખવટ કરી કે તેનો મિત્ર બહારગામ ગયો હોવાથી તેને રાત માણવા માટે તેના ઘરની ચાવી આપી હતી. બન્ને પ્રેમીઓ ઘર ભુલ્યા હતા. તેઓ ભોંઠા પડી પાછલા પગે, “sorry…sorry…” કરતા દાદરો ઉતરવાં લાગ્યા. ત્યાંતો હું ટહુકી “તમારુ પર્સ અને ચાવી ડાઇનિંગ રુમના ટેબલે પડ્યું છે. તે તો લેતા જાઉ.” બિચારા બન્ને જણા અચકાતા-અચકારા તેઓની વસ્તુઓ લઇ ઉતરી ગયા…

બીજા દિવસે બીજાના અપાર્ટમેન્ટની ચાવી સરખી કેવી રીતે હોઇ શકે તેના વિમાસણમાં હું અપાર્ટમેન્ટની ઓફિસમાં ગઇ. સેક્રેટરીને વાર્તા કરી, હસાવીને અમારું લોક બદલાવી જવાની શીફારત કરી. અમે ત્યા ત્રણેક વર્ષ રહ્યા, પરંતુ પછી કોઇ દિવસ મધરાતનાં મહેમાન આવ્યા નથી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s