નાનપણનાં ગીતો

હું ભાવનગરની ઘરશાળામાં ભણતી હતી ત્યારે પ્રહલાદ પારેખના ગીતો અમે બહું ગાતા. આજે પણ તેના રાગ તથા શબ્દો યાદ છે. જ્યારે અનંતકડી રમતાં હોઇએ ત્યારે તેજ ગીતો પહેલા યાદ આવે. એટલા મારાં દિલમા સ્વસી ગયા છે.

પ્રહલાદ પારેખના સરવાણીના પુસ્તકમાં ઘણા વર્ષા-ગીતો છે. ધરશાળામાં પહેલા વરસાદના દિવસે રજા પડતી. અને વિદ્યાર્થીઓને વિક્ટોરિયા પાર્ક સુધી ચાલતા લઇ જતાં. ઇ છાંટા, ઇ માટીની સુગંધ અને થોડા ભીના થવાની મજા જુદીજ હતી…

વાંચો તેમનો જાય મેહુલિયો…

sarvaniજાય મેહુલો!

પેલો જાય મેહુલો મનને મારા લઇ ગયેલો!
એની વીજ-નટીએ કામણ કીધું,
ઠમકો એવો એક દીધેલો!
પેલો.

એનાં નીરની ધારા,
—સુણાવે ગીત એ પ્યારાં;
એના મેઘમૃદંગના તાલમાં વાયુ દોડતો જાણે ભાનભૂલેલો!
પેલો.

એનાં શ્યામલ રુપે
ભર્યું છે શું ય જાદુ તે
નહીં મન ક્યાં ય રોકાયે, દોડતુ જાયે: મોહિત તેણે આજ કરેલો!
પેલો.

આ મહિનાથી મધુસુદન કાપડિયાએ યુ-ટ્યુબમાં કવિતાનો રસાસ્વાદ શરુ કર્યો છે. શરુઆત પ્રહલાદ પારેખથી શરુ કરી છે. તેની લિંક જુઓ.

ફિલાડેલ્ફિયાના સમાચાર

કોકિલા રાવળ

અહિંયા ભારતિય ટેંપલમાં હમણા ગણેશ ઉત્સવ ઉજ્વાયો. વ્યવસ્થા ganeshબહુ સારી હતી. વોલંટિયરો (સ્વયમ-સેવકો) દિલથી કામ કરતા હતા. રોજ
જુદા જુદા પ્રોગ્રામ પણ થતાં હતા. ભારતના બધી જાતના લોકો ભાગ લેતાં હતા. સંગીત, નૃત્ય, ડાયરો, મારવાડી ઠુમરી, વાયોલીન અને બોલીવુડના ગીતો. અમે તો ગુજરાતી અને હિંદી પ્રોગ્રામમા હતા; મરાઠી અને બંગાળી ભાષામાં પણ હતા.

આ ઉપરાંત રવિવારના સવારે ગણપતિનો લગ્ન મહોત્સવ ઉજવાયો. રોજ સાંજે ત્યાંજ જમવાની વ્યવસ્થા હતી.

બીજા સમાચારમાં ફિલાડેલ્ફિયાનું નામ દુનિયામાં ઝળકી ગયુ. ઝવેરચંદ મેધાણીની કવિતાના શબ્દોમાં અહીં પોપ ફ્રાંસિસની પધરામણીએ જે વાતાવરણ સર્જયુ છે તેના પડઘા પાડે છે.

people-for-popeવિરાટ-દર્શન

બાજે ડમરુદિગંત, ગાજે કદમો અનંત,
આઘે દેખો, રે અંધ! ચડી ઘોર આંધી,
દેશદેશેથી લોક, નરનારી થોકેથોક
ઉન્નત રાખીને ડોક, આવે દળ બાંધી.

દેતાં ડગ એકતાલ, નિરભયતાની મશાલ
લઇને કંગાલ કેરી સેના આવે,
દેખો! રે કાલ કેરી સેના આવે…

અમે ખેતરથી, વાડીઓથી, જંગલ ને ઝાડીઓથી,
સાગરથી ગિરિવરથી, સુંણી સાદ આવ્યાં
અમે નુતન શક્તિને ભાન, ગાતાં શ્રધ્ધાનું ગાન,
માનવને મુક્તિદાન દેવા સહુ આવ્યાં.

I Know Why the Caged Bird Sings

કોકિલા રાવળ
caged-bird

વાંચવા જેવું પુસ્તક.

માયા અેંજલો અેક પ્રખ્યાત આફ્રિકન અમેરિકન કવિ તથા લેખક હતા. તેઅો ગયા વર્ષે ગુજરી ગયા,

આઠ વરષની નીર્દોષ બાળા હતી ત્યારે તેની ઉપર બળાત્કાર થયેલો. તેની સોળ વર્ષ સુધીની આત્મકથા છે. તેનો અડધો ઉછેર તેની દાદીમાઅે કરેલો. ગોરા લોકો ગુલામીનો બહિસ્કાર થયા પછી પણ કેવી રીતે વર્તતા હતા અને તેના અનુભવોની વાતો બાળસહજ માનસથી લખી છે. તેને વાંચવાનો પણ બહું શોખ હતો. ભાષાની કરામત અને નવા શબ્દ પ્રયોગો ઉપર આફ્રીન થઇ જવાય તેવું પુસ્તક છે!

તેણે બીલ ક્લીન્ટન ચૂંટાયા તે દિવસે અેક કવિતા સંભળાવી હતી. માર્ટીન લુથર કીંગ સાથે પણ તેણે કામ કરેલું.

ભાષાની કરામત ઉત્તમ છે. તેઓ ગયા વર્ષે ગુજરી ગયા છે. કવિ તથા લેખક બંને હતા.

ટમેટા આંબાર

જ્યારે ઉનાળામાં અઢળક ટમેટા મળતાં હોય ત્યારે તેનું શૂં કરવું તેવો વિચાર આવે. tameta-ambar

અહીં ચેરી અને ગ્રેપ ટમેટો મળે છે. તેનો સોસ બનાવી ફ્રીજમાં મૂકી થોડા દિવસો સુધી દાળશાકમાં કે ફરસાણ સાથે ખાઇ શકાય છે.

  1. ટમેટાને ધોઇ તપેલીમાં નાખવા.
  2. મરચુ, મીઠું, હળદર, ધાણાજીરુ અને ગોળ નાખી ખદખદાવવું.
  3. ઠરે ત્યારે કાચના વાસણ કે બરણીમાં ભરી ફ્રીજમાં મૂકી રાખવું.
પેટીસ ઉપર
પેટીસ ઉપર

જો કેનીંગ કરવું હોય અને વધારે મસાલેદાર બનાવવું હોય તો લસણ, આદુ, મરચાં, ગરમ મસાલો વગેરે નાખી શકાય. તેને બ્લેન્ડ પણ કરી શકાય. અને ખાતી વખતે રાઇ, જીરુ, હીંગ તથા મીઠા લીમડાંતો વઘાર પણ કરી શકાય.

 

 

 

 


લેખક: કોકિલા રાવળ

શંાતિકૂચ

આ ઉનાળામાં મેં મીનળ સાથે શાંતિકૂચની સભામાં હાજરી આપી. તેઓએ કાયદામાં રહીને કેવી રીતે શાંતિકૂચ કરવી તેની સૂચનાઓ આપી. તેના અનુસંધાનમાં સવાલ જવાબ કરી સૌને બરાબર સમજણ આપી. આ વખતની સભા પર્યાવરણ ઉપર હતી.

નોર્થ ડાકોટાથી મોટા ભાગનું ક્રુડ ઓઇલ ટ્રેનથી ફિલાડેલ્ફિયા પહોંચે છે. જે ફિલાડેલ્ફિયાના મધ્યમાંથી પસાર થાય છે. જો ટ્રેનનો અકસ્માત થયો તો જ્યાંથી ટ્રેન પસાર થાય છે તેની આજુ બાજુ રહેતા ૭ લાખની વસ્તીને નુકશાન પહોંચવાની શક્યતા છે.

કેનેડામાં નાનકડા ગામમાં અકસ્માત થયો ત્યારે ૪૭ માણસો મરી ગયા. તેની વાત પણ થઇ. આ ઓઇલમાંથી કાર ચલાવવા માટે નો ગેસ બનાવી પરદેશને વેંચવાની વાત ચાલે છે. આપણા કુવા ખાલી કરવાની જરુર નથી. સાચવીને વાપરવાની જરુર છે.

પીવાનું પાણી, શાક-ભાજી વગેરે ખાવા પીવા લાયક ન રહે અને રોગચાળો ફાટી નીકળે તે બધી વાતનો પણ વિચાર કરવો ઘટે.

ત્યાર પછીની સભામાં પણ મીનળ મને તાણી ગઇ. કેનેડામાં જે ૪૭ માણસો મરી ગયા તેને માન આપવા ફ્યુનરલ પ્રોસેશન કાઢવાનું હતું.

green-umbrella
છત્રી શણગાર – કોકિલા રાવળ

પહેલાનાં જમાનામા કબ્રસ્તાનમાં વધુ ઉભા રહેવું પડે ત્યારે વરસાdecoratingદ-તડકાથી બચવા માટે છત્રી ઓઢવામાં આવતી હતી. એનુ અનુકરણ કરી છત્રીઓ
શણગારવાનું નક્કી કર્યું. પોટલક માટે એક-એક વાનગી અને સાથે એક-એક છત્રી લઇ સૌ ભેગા થયા. વાતોના ગપાટા મારતા બધાએ છત્રીનાં શણગાર કર્યા. થોડા ભાઇ-બેનો બેનર ઉપર લખાણ અને ચીત્રામણ કરતાં હતાં. પાર્ટી થઇ ગઇ.

હવે આવ્યો શાંતિકૂચનો સમય. એક પાર્કમાં સૌ પોત-પોતાનું ભાતુ લઇને છત્રી સાથે હાજર થયા. છાપાના રીપોર્ટર આવ્યા. બેન્ડ-વાજા વાળા આવ્યા. ફોટાઓ ઝડપાયાં. પોલિસની પણ હાજરી હતી.

બબેની કતારમાં બધા બેનર અને જુદા જુદા લખાણ સાથે છત્રીઓ ઓઢી ગોઠવાઇ ગયા. આગળ “ગ્રાની granny-peace-brigadeપીસ બ્રીગેડ” વોકર, લાકડી અને વ્હીચેરવાળા હતા. બાળકોને ખભ્બા ઉપર ચડાવેલા બાપાઓ પણ હતા.invest-green-energy બેંડ વાજા નગારા વગાડતા બધાં બ્રીજ ઉપર થઇને બીજી બાજુ સુધી ગયા. નીચેથી ઓઇલ ટેંકની ટ્રેઇનો પાર્ક કરેલી હતી. બ્રીજ ઉપરથી ફિલાડેલ્ફિયાની સ્કાય લાઇન દેખાતી હતી. band

પ્રોસેસન સહીસલામત પાછું ફર્યું. જાઝની મંડળી આવી સંગીતના સૂર રેલાવી સૌને થનગનાટ કરાવી ગઇ. બાળકો ફુગ્ગા લઇ દોડા દોડી કરતાં હતા. બરફના ગોળા મફતમાં વહેંચાણાં. આપણે તો ચા, થેપલા બાંધી ગયા હતા. ઉજાણી થઇ ગઇ.

જૂની આંખે નવા ચશ્મા જોયા. અને તાપમાં છત્રી ઓઢવા કામ પણ આવી…