કોકિલા રાવળ
અહિંયા ભારતિય ટેંપલમાં હમણા ગણેશ ઉત્સવ ઉજ્વાયો. વ્યવસ્થા બહુ સારી હતી. વોલંટિયરો (સ્વયમ-સેવકો) દિલથી કામ કરતા હતા. રોજ
જુદા જુદા પ્રોગ્રામ પણ થતાં હતા. ભારતના બધી જાતના લોકો ભાગ લેતાં હતા. સંગીત, નૃત્ય, ડાયરો, મારવાડી ઠુમરી, વાયોલીન અને બોલીવુડના ગીતો. અમે તો ગુજરાતી અને હિંદી પ્રોગ્રામમા હતા; મરાઠી અને બંગાળી ભાષામાં પણ હતા.
આ ઉપરાંત રવિવારના સવારે ગણપતિનો લગ્ન મહોત્સવ ઉજવાયો. રોજ સાંજે ત્યાંજ જમવાની વ્યવસ્થા હતી.
બીજા સમાચારમાં ફિલાડેલ્ફિયાનું નામ દુનિયામાં ઝળકી ગયુ. ઝવેરચંદ મેધાણીની કવિતાના શબ્દોમાં અહીં પોપ ફ્રાંસિસની પધરામણીએ જે વાતાવરણ સર્જયુ છે તેના પડઘા પાડે છે.
બાજે ડમરુદિગંત, ગાજે કદમો અનંત,
આઘે દેખો, રે અંધ! ચડી ઘોર આંધી,
દેશદેશેથી લોક, નરનારી થોકેથોક
ઉન્નત રાખીને ડોક, આવે દળ બાંધી.દેતાં ડગ એકતાલ, નિરભયતાની મશાલ
લઇને કંગાલ કેરી સેના આવે,
દેખો! રે કાલ કેરી સેના આવે…અમે ખેતરથી, વાડીઓથી, જંગલ ને ઝાડીઓથી,
સાગરથી ગિરિવરથી, સુંણી સાદ આવ્યાં
અમે નુતન શક્તિને ભાન, ગાતાં શ્રધ્ધાનું ગાન,
માનવને મુક્તિદાન દેવા સહુ આવ્યાં.