નદી મારા એકલાની છે?

ગાંધીજી સવારે વહેલા ઊઠે. ઊઠીને મોં ધોવાનું અને દાતણ કરવાનું. તે માટે પાણીની નાની લોટી પિકદાની પથારી પાસેજ રાખેલા હોય તે વડે ત્યાં જ પતાવે.

મોહનલાલ પંડયા કહે: બાપુ, પાણીનો તોટો છે? આ સાબરમતી વહી જાય છે. પાણીની કરકસર શું કરવા કરતા હશો?

ગાંધીજીએ એમને સામેથી પૂછ્યું: મારૂં મો તમને બરાબર સાફ થયેલું લાગે છે કે નહી એ કહોને?

પંડયાજી કહે: એ તો છે જ ને!

ગાંધીજી: તો પછી વાંધો કયાં છે? તમે લોટે લોટા પાણી વાપરો છો, પણ પલળેલા હાથ વડે મો પર પાણી ચોપડોછો. હું પાણી વડે મો બરાબર સાફ કરૂં છું. આટલું પાણી પૂરતું છે.

પંડયાજી: પણ નદીમાં આટઆટલું પાણી છે ને….

ગાંધીજી: નદીનું પાણી કોને માટે છે? મારા એકલા માટે છે?

પંડયાજી: સૌને માટે છે. આપણા માટે પણ છે….

ગાંધીજી: બરોબર, નદીનું પાણી સૌ – પશુ, પંખી, માણસ, જીવજંતુ સૌને માટેછે. મારા એકલા માટે નથી. મારા ખપ પૂરતું જરૂર હું લઉં. પણ વધારે લેવાનો મને હક નથી. સહિયારી મિલકતમાંથી ખપ કરતા વધારે આપણાથી લેવાય?

ગાંધી ગંગા, મહેંદ્ર મેઘાણી

ઓટલો

ઓટલો

ઘરના આંગળણીયાની બહાર મારો રે આવાસ
એકલો અટૂલો હું ભલે, રાખું છું. મોટો પરિવાર
પ્રભાતે રવિદેવ આવે, નાનકડા ભૂલકાં ભાથું લઈ આવે
મોટા શિશુઓ રમીને થાકતા, વિસામો ખાવા આવે

બપોરે જમવા જાય, મારે સદાય ઉપવાસ, પ્રેમરસથી પેટ ભરાય
ડોસીઓને વહુવારુ, વાતોના સ્વાદિષ્ટ વડાએ પીરસે
મારૂં મોં ભરાય, પણ એમાં પાણી ના આવે લગાર
મારે ના સ્વાદનો નાદ, વાતો -ઉમંગથી પેટ ભરાય

થાક્યા પથિકો બપોરે આવે, બેસીને ભાતું થાય
દસ ડગલા છેટી પરબડી, પાણી પી ઓડકાર થાય
બપોરે ડોસીઓ ભેગી થાય, પાન ને છીંકણીની લહાણી થાય
ઘરની ને ગામની વાતું થાય , એ તો ઓટલા પરિષદ કહેવાય!

સાંજે થાકેલો વટેમાર્ગુ આવે, થાક ઉતારી વિસામો લે ને
સાંજના પવનની લહેરખી સાથે, આનંદે મારા ખોળામાંય
રાતના ઘરના મોભીઓ આવી, કરે એકમેકને રામરામ
અલકમલકની વાતો કરતા પોતાની બડાશો હાંકતા!

પોતાના હુંકાર, અભિમાન, તેમાં કોણ ચઢિયાતો થાય?
ક્રોધ , લોભ, વેરના કડવાં ગીતો, સાંભળીને હું ખળભળી જાતો,
મારે તો મૌનવ્રત , સાંભળીને હૈયું વલોવાય કાંંય ના કહેવાય
સલાહ, સૂચન ના અપાય, હું એકલો અટૂલો નિરાધાર!

‘સ્પંદન’ના સૌજન્યથી, હંસા શાહ

દરિયો 

અનીલ જોશીની “ઓરાં આવો તો વાત કરીએ” પુસ્તકમાંથી

દરિયો

દરિયો બનીને હું તો પડઘાતો નીકળું પથ્થરને અડકું તો રેતી

રેતીના કણકણમાં સળવળતો ઘૂઘવાટ એકલતા સાંભળી લેતી.

ભૂખરી દિશાઓના ધુમ્મસિયા વાયરે ઓસરતો જાય અંધકાર

ઊછળતાં મોજાંની કારમી પછાડના પરપોટે ફૂટતું સવારman-riding-wave

ઘૂઘવતા તડકાની સોનેરી લ્હેરખી વિખરાતું ફીણ જોઇ રે’તી

દરિયો બનીને હું તો પડઘાતો નીકળું પથ્થરને અડકું તો રેતી.

અંધારે અજવાળે ડૂબતો રહું ને મારા, અંતરમાં ખળભળે બળાપો

તરનો રાખે રે મને નાનકડો સાવ પેલા ખારવાના ગીતનો તરાપો.

અફળાતી કાય મારી નભમા સમાય ના! વરસીને ઝરણું થઇ વ્હેતી

દરિયો બનીને હું તો પડઘાતો નીકળું પથ્થરને અડકું તો રેતી.

ઘાત ગઇ

કોકિલા રાવળ

હું સત્તરેક વર્ષની હોઇશ ત્યારનો આ બનેલો બનાવ છે. ત્યારે અમે લીમ્બીમાં (મલાવી, આફ્રિકા) રહેતા હતા. ત્યાં છઠ્ઠા ધોરણ સુધીનુંજ ભણતર હતું. ત્યારે ત્યાં બ્રીટીશનું રાજ હતું. ઈંગ્લીશ શીખવું જરુરી હોવાથી હું અને મારી મોટીબેન મીસીસ ડાલ્વી, એક ખ્રિસ્તી આંટી, પાસે ટ્યુશન લેવા જતા.

એકાદ માઇલ દૂર તેનું ઘર હતું ત્યાં બપોરના સમયે અમે ચાલતા ચાલતા જતા. રસ્તામાં કાર રીપેરીંગનું એક ગરાજ આવતું. બે દેશી ભાઇઓ આ ગરાજ ચલાવતાં. ગામમાં તેની છાપ દારુડિયા તરીકેની હતી એટલે અમે તેનાથી બહુ ડરતા. જ્યારે તે ગરાજ પાસેથી અમે પસાર થઇએ ત્યારે અમે નીચુ જોઇ ઝડપથી ચાલતા. અમને ખબર હતી કે તેઓ અમારી સામે તાકી તાકીને જોયા કરે છે. આમ તો બીચારા એકલા-અટુલા પરદેશમાં આવી પડેલા મહેનતું માણસો હતા.

મીસીસ ડાલ્વી ભણાવવા કરતાં અમારી પાસે કામ કરાવવામાં મહા હુશિયાર હતા. તેમને ખાવાનો બહુ શોખ હતો. આપણું ખાવાનું તેને બહુ ભાવતું. તેના ઘરની પાછળ એકાદ એકર જેટલી જમીન હતી. તેમાં તેણે ઘણી જાતના શકભાજી વાવેલા. તે શરીરે બહુ ઝાડા હતા, એટલે મને આ લઇ આવ અને પેલુ લઇ આવ કરીને શાકભાજીની વાડીમાં દોડાવે. મારી બેનને રસોઇ કરવાનો બહુ શોખ હતો. તેને ભણવામાં ઓછો રસ હતો. તેની રસોઇના વખાણ થાય એટલે તે હોંશે હોંશે રસોઇ કરી આપતી. આમ થોડા વખતથી ચાલતુ હતુ.

અમે મીસીસ ડાલ્વીને ત્યાં જતા હતા તે દરમ્યાન ઉનાળો હોવાથી દર રવીવારે અમારું કુટુંબ મિત્રો સાથે બે ત્રણ કાર લઇને ભાતા પોતા લઇને ફરવા નીકળી પડતા.

એક વખત અમે લીકુબ્લા નદીએ ગયા હતા. આજુ બાજુ મોટા પથ્થરો હતા. ઝરણામાથી પાણી ભરાઇ કુંડ જેવુ થતું હતું. પાણીમાં બધા છબછબિયા કરતાં હતાં. હું ઉંચી હતી એટલે મને થયું કે હું ડોક સુધી પાણીમાં જઇ શકું. મને તરતાં ન્હોતું આવડતું. શોલો ચડ્યો એટલે હું તો આગળ વધી. ડોક સુધી પાણીમાં કુદકા મારતી હતી. ત્યાં પગ નીચાણવાળા પાણીમાં પહોંચી ગયો અને મારા માથેથી પાણી ફરી વળ્યું.

Photo of Likhubula Lake, credit: http://www.sid-thewanderer.com/2014/10/mount-mulanje-trek--likhubula-falls.html
Photo of Likhubula Lake, credit: http://www.sid-thewanderer.com/2014/10/mount-mulanje-trek–likhubula-falls.html

હું મુંજાઇ ગઇ. હવે હું આમાંથી બચીશ નહીં તેનો ખ્યાલ આવી ગયો. એટલે બધાંને યાદ કરીને મનમાં અલવિદા કહેવા માંડી. બધાની સાથે કિશોરને પણ અલવિદા કરી દીધી. છેલ્લે ભગવાન પાસે મારી જીંદગીમાં કાંઇ ભુલચુક થઇ હોય તો માફી પણ માગી લીધી. બે ચાર વાર પાણીની સપાટી ઉપર આવી. હાથ ઉંચા કરવા માંડી. પગ તળિયાને અડતા ન્હોતા. ત્યાં સામેના પથ્થર ઉપર પેલા બે ભાઇઓ પણ ઉજાણી કરવા બેઠેલા. તરત તેમાંથી એકે પાણીમાં ધુબાકો માર્યો. તે મને બચાવવા આવી રહ્યો હતો. કહેવત છે ને કે ડુબતો માણસ તરણાને પણ પકડે. હું તો જેવો તે નજીક આવ્યો તેવો તેને વળગી પડી.

ડુબવાના પ્રસંગ પછી જ્યારે મીસીસ ડાલ્વીને ત્યાં અમે જતાં ત્યારે પેલા ગરાજ આગળથી પસાર થતાં. તે વખતે અચુક હું હાથ ઉંચો કરીને તેઓને મીઠું સ્મીત આપતી. તેઓ તો તેટલાથી જ બહુ ખુશ હતા અને મને સામુ સ્મીત આપતા.

કોણ કહે છે કે દારુડિયા સારા નથી હોતા!

ફિલાડેલ્ફિયાનાં સમાચાર – ગ્રીડ્સ ડાયસ્પોરા એવોર્ડ

૧૦મી ઓક્ટોબરનાં બપોરનાં ત્રણ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી પન્નાબેન નાયકને માન આપવા એકઠા થયેલા લોકોએ ઉજવી. મુખ્ય વક્તાઓમાં પ્રોફેસર પ્રદ્યુમન ચૌહાણ, નવીનભાઇ શાહ, બાબુભાઇ સુથાર, મધુ રાય, કિશોરભાઇ દેસાઇ, બળવંતભાઇ જાની, રામભાઇ ગઢવી અને નટુભાઇ ગાંધી હતા.

સુચીબેન વ્યાસનાં હાથે પન્નાબેનને શાલ ઓઢાડી. રાહુલ શુક્લએ સંચાલન કર્યુ. મિનાબેન તથા આકાશ શુક્લએ સાતેક મિનિટની વિડિઓ-કલિપ બતાવી. જેમા ફિલ્મિ ગિતોમાં રાજ કપુર અને પન્નાબેનની જોડી બનાવી અને બધાને હસાવ્યા. રાહુલ શુક્લએ વચ્ચે વચ્ચે ધણી જોક્સ કરી. ટુંકમાં, પન્ના કે નામ પર પન્નાકી તમન્ના આનંદથી અને હાસ્ય ભરપુર ઉજવાણી.

એવોર્ડ સ્વિકારીને પન્નાબેને આભાર દર્શન કર્યુ, જે તમે અહિં સાંભળી શક્શો.

Gardi Award to Panna Naik function flyer

કોર્નીંગનું કાચ મ્યુઝિયમ

અપ-સ્ટેટ ન્યુ-યોર્કમાં કોર્નીંગ ગામમાં આવેલું મ્યુઝિયમ છે. કોર્નીંગવેરનાં વાસણો તો બધા જાણે છે. પરંતુ અહીં તો આખો દિવસ ઓછો પડે તેડલી કાચની બનાવટો છે. મ્યુઝિયમ જવાનો રસ્તો ગામમાં પહોંચ્યા પછી સહેલાઇથી મળી જાય છે. કારણકે આપણને અગાઉથી જણાવવામાં આવ્યું છે કે લાલ પટ્ટા ઉપર ચાલો તો સીધા ત્યાં પહોંચી જશો. ચાલી ન શકે તેઓ માટે, અથવા વરસાદ-ઠંડીથી બચવા માટે શટલ બસ ગોઠવેલી છે.

કાચનું આખું વિજ્ઞાન રેતીમાંથી કાચ કેવી રીતે બને છે તે સમજાવામાં આવે છે. જેને યાદગીરી માટે કાંઇ નાની-સહેલી વસ્તુ જાતે બનાવવી હોઇ તો તેની પણ પ્રયોગશાળા છે. તમારી બનાવેલી વસ્તુ ફરવામાં તમને સાથે ન ફેરવવી હોય તો તેઓ અઠવાડિયામાં તમારાં ઘરે પહોંચતી કરે છે.

આ સાથેના ફોટાઓ ઉપરથી તમને થોડો ખ્યાલ આવશે કે ત્યાં શું શું બને છે. ખરીદી કરવી હોય તો તેની પણ મોટી દુકાન છે.
ખાવા પીવાની ઉત્તમ જગ્યા પણ ત્યાંજ છે. ગામમાં રહેવા માટે સારી હોટેલો પણ છે.

-કોકિલા રાવળ

 

આવે છે મેહુલિયો


ગયા અઠવાડિયે, મેહુલો મારું મન લઇ ગયો હતો. આ અઠવાડિયે મેહુલિયો આવતા હું આનંદવિભોર થઇ ગઇ.

આવે છે, મેહુલિયો આવે છે!
વાયુ સજળ વાત એ લાવે છે:
આવે છે…

સાગર સાથે હોડ કરી દોટે તેને હંફાવે છે;
દક્ષિણ દિશના પર્વત કૂદી નાદે ગગન ગજાવે છે!
આવે છે…

સૂરજ ઢાંકે, ચાંદો ઢાંકે, તારા સર્વ બુઝાવે છે;
વીજ-મશાલ લઇને નિજ એ તિમિરે માર્ગ બનાવે છે.
આવે છે…

ઝરમર ઝરમર વરસીને એ માટીને મહેકાવે છે;
વરસીને ઝડીઓ, સર-સરિતા-ઝરણાંને ડહેકાવે છે!
આવે છે…

ડોલાવે દિલ વનવન કેરાં, કૈંક પહાડ હસાવે છે;
પુલકિત કરતો ધરતીને, એ માનવ-મન હરખાવે છે!
આવે છે…

“સરવાણી”નાં સૌજન્યથી, કવી પ્રહલાદ પારેખ