આવે છે મેહુલિયોગયા અઠવાડિયે, મેહુલો મારું મન લઇ ગયો હતો. આ અઠવાડિયે મેહુલિયો આવતા હું આનંદવિભોર થઇ ગઇ.

આવે છે, મેહુલિયો આવે છે!
વાયુ સજળ વાત એ લાવે છે:
આવે છે…

સાગર સાથે હોડ કરી દોટે તેને હંફાવે છે;
દક્ષિણ દિશના પર્વત કૂદી નાદે ગગન ગજાવે છે!
આવે છે…

સૂરજ ઢાંકે, ચાંદો ઢાંકે, તારા સર્વ બુઝાવે છે;
વીજ-મશાલ લઇને નિજ એ તિમિરે માર્ગ બનાવે છે.
આવે છે…

ઝરમર ઝરમર વરસીને એ માટીને મહેકાવે છે;
વરસીને ઝડીઓ, સર-સરિતા-ઝરણાંને ડહેકાવે છે!
આવે છે…

ડોલાવે દિલ વનવન કેરાં, કૈંક પહાડ હસાવે છે;
પુલકિત કરતો ધરતીને, એ માનવ-મન હરખાવે છે!
આવે છે…

“સરવાણી”નાં સૌજન્યથી, કવી પ્રહલાદ પારેખ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s