અપ-સ્ટેટ ન્યુ-યોર્કમાં કોર્નીંગ ગામમાં આવેલું મ્યુઝિયમ છે. કોર્નીંગવેરનાં વાસણો તો બધા જાણે છે. પરંતુ અહીં તો આખો દિવસ ઓછો પડે તેડલી કાચની બનાવટો છે. મ્યુઝિયમ જવાનો રસ્તો ગામમાં પહોંચ્યા પછી સહેલાઇથી મળી જાય છે. કારણકે આપણને અગાઉથી જણાવવામાં આવ્યું છે કે લાલ પટ્ટા ઉપર ચાલો તો સીધા ત્યાં પહોંચી જશો. ચાલી ન શકે તેઓ માટે, અથવા વરસાદ-ઠંડીથી બચવા માટે શટલ બસ ગોઠવેલી છે.
કાચનું આખું વિજ્ઞાન રેતીમાંથી કાચ કેવી રીતે બને છે તે સમજાવામાં આવે છે. જેને યાદગીરી માટે કાંઇ નાની-સહેલી વસ્તુ જાતે બનાવવી હોઇ તો તેની પણ પ્રયોગશાળા છે. તમારી બનાવેલી વસ્તુ ફરવામાં તમને સાથે ન ફેરવવી હોય તો તેઓ અઠવાડિયામાં તમારાં ઘરે પહોંચતી કરે છે.
આ સાથેના ફોટાઓ ઉપરથી તમને થોડો ખ્યાલ આવશે કે ત્યાં શું શું બને છે. ખરીદી કરવી હોય તો તેની પણ મોટી દુકાન છે.
ખાવા પીવાની ઉત્તમ જગ્યા પણ ત્યાંજ છે. ગામમાં રહેવા માટે સારી હોટેલો પણ છે.
-કોકિલા રાવળ