રવીંદરનાથનાં મૌક્તિકો

વર્ષાજળ ધરતી પર ઊતર્યા અને હળવેકથી બોલ્યા:
‘માડી, ત્યાં સ્વર્ગમાં ગોઠતું નહોતું
એટલે તારે ખોળે પાછા ફર્યા.’

The raindrops kissed the earth
and whispered,
‘We are thy homesick children, mother,
come back to thee from the heaven.’

[Stray Birds, 160]  તણખલાં, ૮

blue-line

અંધારઘેરા અણજાણ મુલકમાં
મારા જીવનનો સારથિ કયો તારક હશે?

Let me think that there is one among
those stars that guides my life through
the dark unknown.

[Stray Birds, 142] તણખલાં, ૧૫

blue-lineજીવન-કહાણીના તાણાવાણા ક્યારેક તૂટે, કદીક સંધાય:
ઘટમાળ તો ચાલ્યા કરે.

The tapestry of life’s story is woven
with the threads of life’s ties
cancelled ever joining and breaking.

[Fireflies, 228] તણખલાં, ૪૮

blue-line

તણખલાંના સૌજન્યથી, અનુવાદક, જયંત મેઘાણી

Thanksgiving

નવેંબરના ચોથા ગુરુવારે ઉજવાતો તહેવાર Thanksgiving નો છે. પ્રેસીડંટ લિંકને આ રજા કાયદેસર કરી. આ કોઈ ધાર્મિક રજા નથી. અમેરિકા આવીને કૃતઘ્ન થયા હોય તેના માટેનો આ દિવસ કુટુંબમેળો કરી ઉજવવાનો નકી થયો. આ રૂતુમા ટર્કી વધારે જોવા મળે છે. તે મુખ્ય વાનગી, સાથે બટેટા, શકરિયા, યામ અને એપલની વાનગીઓ પણ બનાવાય છે.

tgiving-table
photo credit to: http://www.townandcountrymag.com/the-scene/parties/advice/a2467/camille-styles-thanksgiving-table-ideas/

મીનળની બેનપણીએ મોકલેલી લીટીઓથી પાઇ સમજશો.

“Pie is the American synonym of prosperity, and its varying contents the calendar of the changing seasons.” ~ NY Times, 1902

photo courtesy of: http://www.chowhound.com/food-news/156256/11-kinds-of-pie-you-need-at-your-thanksgiving-table/
photo credit to: http://www.chowhound.com/food-news/156256/11-kinds-of-pie-you-need-at-your-thanksgiving-table/

પ્રેસીડંટ એક ટર્કીને મૂક્તિ આપવાની વીધિ કરે છે. બેંક, પોસ્ટઓફિસ અને નિશાળ-કોલેજ ચાર દિવસ માટે બંધ રહે છે. દુકાનો ગુરૂવારની એકજ રજા પાળે છે. શુક્રવારે દુકાનોમાં મોટું સેલ હોય છે, જેને ‘બ્લેક ફ્રાઈડે’ કહેવામાં આવે છે. આ દિવસથી ક્રીસમસની ખરીદી શરૂ થાય છે, બીન જરુરી ભેટો માટે.

અમારાં અમેરિકા આવ્યા પછી પહેલી Thanksgiving એક કિશોરની ઓફિસ-વાળાએ અમને એમના નાના એપાર્ટમેંટ ઉપર બોલાવેલા. રિવાજ એવો છે કે દરેક Thanksgivingનાં દિવસે એક નવા ઇમિગ્રંટ થયેલા કુટુંબને તમે આમંત્રઞ આપો. અથવાતો કોઇને કોઇ સગુવ્હાલું ન હોય કે ક્યાંય જવાનું આમંત્રણ ન મલ્યું હોય તેને બોલાવાય છે. સૌ આવે ત્યારે એક એક વાનગી લઇને આવે છે. બપોરથી રાત સુધી બધા ખાઇ પીએ છે. ગામ ગપાટા મારી અને બહાર લટાર મારવા પણ નિકળે છે. આમ સૌ આનંદ માણી વીખરાઇ છે.

મારાં ઇ-મેઇલમાં જર્મનિથી એક મિત્રએ અમેરિકન રેડ ઇંડિયનની વાત લખી છે, જે હું અહિયાં ટાંકુ છું.

“How can you buy or sell the sky, the warmth of the land?  The idea is strange to us.

If we do not own the freshness of the air and sparkle of the water, how can you buy them ?

Every part of this earth is sacred to my people.  Every shining pine needle, every sandy shore, every mist in the dark woods, every clearing, and every humming insect is holy in the memory and experience of my people.

The sap which courses through the trees carries the memories of the red man.

So, when the Great Chief in Washington sends word that he wishes to buy our land, he asks much of us…

This we know:  All things are connected.  Whatever befalls the earth befalls the sons of the earth.

Man did not weave the web of life; he is merely a strand in it.
Whatever he does to the web, he does to himself.

But we will consider your offer to go to the reservation you have for my people.  We will live apart, and in peace….”

ચીફ સિઆટલ પર વધુ વાંચો, અહિંયા અને અહિંયા.

 

સુખચતુષટમ્

આજની હાસ્યરસથી ભરપુર ૭ હાયકુ નટવરલાલ બૂચનીં “છેલવેલ્લુ”માં મળી

સુખચતુષટમ્, નટવરલાલ બૂચ

પહેલું સુખ તે પેટસફાઈ,

બીજું સુખ નિત મળે મીઠાઈ;

ત્રીજુ સુખ અજ્ઞાને ભર્યા ,

ચોથું સુખ નીંદરમાં મર્યા.

“છેલવેલલુના સૌજન્યથી”

લેખક: નટવરલાલ બૂચ

વિરહાઈકુ સપ્તકમ્

પળ્યાં પિયર;

સૂનું ઘર તમારી

સ્મૃતિસભર.

સ્વપ્નિલ નિદ્રા;

તમરાંના ઝંકાર

ઝબકી જાગું.

પાચનાં ડંકા

પડીપડી જગાડે;

તમે સાંભર્યાં.

નહાઉં ધોઉં;

સાડીસૂને દોરડે

ધોતિયું રડે.

ચૂલો પેટાવું:

મૂંગી, હૂંફાળી જ્વાળ;

તમે સાંભર્યાં.

રંગીન પ્યાલા –

વીંટી ઘઉંવરણી ચા;

તમે સાંભર્યાં .

જયાં જયાં નજર

કરે નટનાગર,

યાદી તમારી.

લેખક : નટવરલાલ બૂચ

“છેલવેલલુના સૌજન્ય થી”

તમારા ફુલ

બેન કોકિલા:
આજેજ તારી પાસેથી કિશોરના ‘કેસુડા’ને નવજીવન આપવાના સમાચાર મળ્યા અને તુર્તજ ગુગલ મહારાજના મંદિરે બારણા ખખડાવ્યાં. તમને મા દિકરીને તે માટે ઘણા ઘણા ધન્યવાદો. હવે મિનુને ગુજરાતીની ફાવટ આવી ગઈ છે તો કનુકાકા અને ભારતિકાકી સાથે કોઈક કોઈક વાર વાત કરશેતો ગમશે. અમિતતો સંસર્ગ રાખેજ છે. કિશોર સાથેના બાલપણના ઘણા પ્રસંગો છે પણ તમને સૌને ઈચ્છા હોય ત્યારે જણાવજો.
આષિશ -ભારતિકાકી અને કનુકાકા

મયૂરની પ્રેરણા

સ્પેનીશ લેખક કાર્લોસ વાલેસ જેણે પચાસ વર્ષ ભારતમાં ગાળ્યા અને નાગરિકત્વ મેળવ્યું. ગણીત અને ગુજરાતીના ધણાં પુસ્તકો લખ્યા. નિચેની વાર્તા મયૂરની પ્રેરણા તેમની “વિહારયાત્રા-૨, ઘેર ઘેર સોનાના ચૂલા” માંથી વીણી.

મયૂરની પ્રેરણા, ફાધર વાલેસ

આ પાનું કેમ લખાશે એ ખબર નથી. કારણ કે બાજુમાં એક છોકરો બેઠો છે, અને લખતાં લખતાં એનું ધ્યાન પણ રાખવાનું છે. છોકરો મોટો નથી, આઠ વરસની ઉંમર હશે. અને બાજુમાં બેઠો એટલે સાવ બાજુમાં. હું પલંગ ઉપર બેસીને લખી રહ્યો છું, અને તે એજ પલંગ ઉપર મને અડીનેજ બેઠો છે અને હું શું લખી રહ્યો છું એ જોય રહ્યો છે એની વાંચવાની ઝડપ ઓછી છે એટલે હું લખતો જાઉં છું એ વેગથી એ વાંચી શકતો નથી. અક્ષરો છૂટા પાડીને બોલે છે, કાનો-માત્રા ઓળખાવીને ઉચ્ચારે છે અને કોઈ પરિચિત શબ્દ આવે ત્યારે વિજયાનંદની સાથે એ આખો બોલે છે અને ખુશ થાય છે. શબ્દોના અર્થ સાથે એને હજી કામ નથી, ફક્ત શબદનીજ સાથે કામ છે, એટલે હું શું લખી રહ્યો છું એ તે જાણતો નથી અને એના વિષેજ લખી રહ્યો છું એનો પણ એને ખ્યાલ નથી, પણ એ વાંચી રહ્યો છે અને હું લખી રહ્યો છું ને બંનેની પૂરી ઊંડી એકાગ્રતા છે. પણ શું લખાશે એ ખબર નથી.

મારું ધ્યાન લખવામાંછે, પણ સાથે સાથે એ છોકરામાં પણ છે. એની સામે હું જોતો નથી, પણ એની હૂંફ અનુભવી રહ્યો છું. એ મને અઢેલીને બેઠો છે, એનો હાથ મારા ખભા ઉપર છે, એના કાળા વાળ મને ગલગલિયાં કરે છે, એનો શ્વાસ જાણે મારામાં આવી જાય છે. એની સાથે સારી દોસ્તી જામી છે. નાનપણમાં

એને કોઈ રોગ થયો હતો એને લીધે એને આજે પણ રોજ બે દવાઓ લેવાની છે. એ તેજસ્વી છે અને તંદુરસ્ત છે, પણ એના કુમળા દેહમાં એ એ અમંગળ રોગનો પગપેસારો થયો હતો ત્યારથી એનું જોખમ છે, અને તેથી એની સામે રક્ષણ કરવું પડછે એ રોજ દવા પીએ છે. અને એને દવા પીતો જોઈને હું ભગવાનને પ્રાર્થના કરુ છું કે, આ બાળકના દેહમાં ફરીથી રોગના જંતુઓ આવવા ન દે. પહેલે દિવસે એ મારી બાજુમાં બેસતો નહોતો. નાના છોકરાઓ જલદી વિશ્વાસ બતાવતા નથી. કુદરતે એમના ઘડતરમાં સંકોચનું તત્ત્વ મૂક્યું છે જેથી અપરિચિત વ્યક્તિને જોઈને ચેતી જાય અને ફસાઈ ન જાય. અવિશ્વાસનું રક્ષણ છે. સંકોચની સલામતી છે. પરંતુ નાના છોકરાઓ માબાપનું અનુકરણ કરે છે એ વૃત્તિ પણ કુદરતે એમના બંધારણમાં મૂકી છે. માબાપ એ પરિચિત વ્યક્તિનો સત્કાર કરે, ત્યારે છોકરાઓ પણ કરે. માબાપનું વલણ છોકરાઓમાં આવે. એનું પ્રતિબિંબ પાડે, અનુકરણ કરે . એટલે એ છોકરો શરૂઆતમાં મારી બાજુમાં બેસતો નહોતો એ માબાપનું વર્તન જોઈને નજીક આવવા લાગ્યો, અને આજે હું પલંગ ઉપર બેસીને લખતો હતો એમાં એ આવ્યો અને પોતાની મેળે જેમ તેમ પલંગ ઉપર ચડીને મારી પાસે બેઠો.

મારું લેખનકાર્ય ચાલે છે. એ મારે તો બંધ કરવું નથી, અને એણે પણ બંધ કરાવવું નથી. હું શું કરું છું એ એણે જોવું છે. અને મારે તો મારું કામ આગળ ચલાવવું છે અને સાથે સાથે એ બાળકની નિકટતાનો આનંદ માણવો છે. કુદરતે દરેક બાળકમાં દીકરાની મૂર્તિ જોઈને સૌને માટે વાત્સલયની લાગણી અનુભવવાનું વરદાન આપ્યું છે. એટલે લખતાં લખતાં એ છોકરાને વહાલ પણ કરી રહ્યો છું. એક શબ્દ , એક સ્મિત , એક ચૂંટી. લખવાનું કામ પણ ચાલુ, અને દોસ્તીનો આનંદ પણ ચાલુ. લખતાં લખતાં એ હાથ છૂટો થાય અને એને માથે ભેરવાય. લખવામાં વિચારના ગાળા પડે, વચ્ચે વચ્ચે શબ્દ કે એક ખ્યાલ કે એક તર્ક કે એક અલંકારની

શોધમાં થોભી જવાય. મગજમાં કામ ચાલુ છે. પણ હાથ છૂટો છે. એ પાસે બેઠેલા છોકરાને વહાલ કરે છે.

બુધ્ધી પણ કામ કરી રહી છે,અને ઊર્મિ પણ કામ કરી રહી છે. બેનાં કામ જુદી જુદી દિશામાં ચાલે છે. બુધ્ધી લખાવે, અને ઊર્મિ વહાલ કરાવે. બુધ્ધીનું ધ્યાન લખાણ ઉપર છે, જ્યારે ઊર્મિનું બાળમિત્ર ઉપર છે. પણ ખરું જોતા બંનેનું કામ એકજ છે, બંને કલમને ચલાવે છે. બુધ્ધીના શબ્દો ન હોય તો કલમ ન ચાલે, પણ

ઊર્મિની હૂંફ ન હોય તો ચાલે ખરી?

આ એક પાનું પૂરું થયું . છોકરો ખુશ થયો. એ મારી સામે જુએ છે, અને હું આંખથી અનુમતિ દર્શાવું છું. એટલે એ પેડ લઈને પાનું કાળજીથી ફાડી આપે છે. એના હાથ તો બહુ સાફ નથી એટલે પાનું સહેજ મેલું થાય છે અને એની કાળજી છતાં ઠીક ઠીક વળી જાય છે. પણ ફાટ્યું તો નથી, એટલે એ ગર્વ સાથે પેડમાંથી ફાટેલું પાનું મારા હાથમાં મૂકે છે અને હસે છે. હું પણ હસું છું અને એની પાસેથી પાનું લઉં છું અને આભાર માનું છું. બંનેના સહકારથી કામ ચાલે છે. મારે લખવાનું અને એણે પાનાં ફાડી આપવાના. મારું કામ જેટલું અગત્યનું છે તેટલું એનું પણ છે એ સંતોષનો ભાવ એના મુખ ઉપર છે. એ પાનું ફાડી ન આપે તો હું આગળ લખું શી રીતે?

એની બા એને બોલાવે છે જેથી મને ખલેલ ન કરે. પણ એ ના પાડે છે અને હું પણ ના પાંડુ છું. એકલા બેઠા આખી જિંદગી કાઢવાની છે, તો એક પ્રેમાળ છોકરાનો સાથ મળ્યો છે એ માણવાદોને! છોકરાને એની ખબર છે એટલે પાસે રહે છે. પોતાની જવાબદારી સમજે છે: એક શુષ્ક હૃદયના વડીલને હૂંફ આપવાની છે. તે અજબ સફળતાથી અદા કરી રહ્યો છે. એ સરખો તો બેસતો નથી. અર્ધો બેસે અર્ધો ઊભો રહે, ઘડીકમાં સૂઈ જાય ઘડીકમાં ચાર પગે થાય. પણ નજીકજ રહે છે. એટલે એ હાલે ત્યારે જાણે ખબર આપે,નવા સ્પર્શ દ્વારા યાદ દેવરાવતો જાય કે હું અહીંયાં છું અને પાસે છું. અમારી વાતો તો ચાલતી નથી. હું લખતો જાઉં છું અને તે જોતો રહે. પણ એ હાલે, પાસે આવે, ગોઠવાય જાય, ઊભો થાય, મારા પડખાને અઢેલીને બેસી જાય – એ વિવિધ પ્રક્રિયાઓ દ્વારા એક જાતની સાંકેતિક વાત ચાલે છે. સ્પર્શનો સંવાદ છે. સામીપ્યનો વિનિમય છે. સંપર્કની વાતચીત છે. એ વિવિધ સ્પર્શો દ્વારા એ કહી રહ્યો છે કે, “તમે શું લખી રહ્યા છો એ મને ખબર નથી – તમે જાણો અને તમારા વાચકો જાણે! પણ જે કંઈ હોય તેમાં તમને મારો ટેકો છે. એ ચોક્કસ જાણજો. હું તમને અઢેલીને બેઠો છું એટલે તમારા લખાણમાં મારો હાથ પણ છે, ખરુંને?” અને હું પણ લખતાં લખતાં એની હૂંફ

અનુભવીને અને દિલમાં વાત્સલ્ય ઊભરાવા દઈને સાંનિધ્યની મૂક ભાષા દ્વારા એને વાત કરી રહ્યો છું:

“તું પાસે છે એટલે જ આજે સારું લાગે છે અને કાગળ ઉપર કલમ દોડે છે. હું શું લખું છું એનું કશુંજ મહત્વ નથી. પણ એમાં તારી પ્રેરણા છે, એક નિર્દોષ નિરામય મોહક પવિત્ર બાળકનો ટેકો છે એજ સાચો સંદેશ છે અને એમાં આશાનું સ્ફુરણ છે. દુનિયાને ડહાપણની જરૂર નથી, પ્રેમની જરૂર છે; લેખકના ચાતુર્યની જરૂર નથી, બાળકના નિર્મળ હાસ્યની જરૂર છે. આજે તને હજી ખબર નથી; તો ખબર પડે અને તારી નિર્દોષતા જતી રહે એ પહેલા દુનિયાને તારી આ શ્રદ્ધાનો અને તારા આ આનંદનો લાભ આપતો રહે – મને આજે આપ્યો છે એ રીતે.”

એ એકદમ નજીક આવ્યો છે. એનો નાનકડો દેહ સંકેલાઈને મારા દેહમાં લીન હોય એવું ભાસે છે. અમારો બંનેનો શ્વાસ એકલય ચાલે છે. હવે એ હાલતો નથી. એક ધ્યાન છે. લેખનો અંત આવી ગયો છે. એનો ખ્યાલ એને આપોઆપ થઈ ગયો લાગે છે. આ છેલ્લું પાનું લખાયું. એ ફાડી આપવાની પોતાની અગત્યની ફરજ બજાવવા એ તૈયાર થઈ ગયો છે. ફાડીને ખુશ થશે અને કૃતાર્થ થશે. અને હું પણ ખુશ અને કૃતાર્થ થઈશ. આ લેખ ઉપર સૌથી પહેલી એક આત્મીય બાળકની નજર પડી છે. એ ધન્યતા છે. બાળભગવાનનો આશીર્વાદ છે.

એકબીજાની સામે જોઈએ છીએ. મુક્ત દિલથી હસીએ છીએ. હૃદયના કલ્લોલથી આજનું લખાણ પૂરું થાય છે. મયૂરનો આભાર (મયૂર એ બાળકનું નામ) હું મૂક ભાવે મનોમન માની રહ્યો છું.

દિવાળી

સૌ વાચકમિત્રોને નવા વર્ષના અભિનંદન!

અમેરિકાની દિવાળીમાં ફટાકડાની ગંધકની સુગંધ નથી હોતી. અહીં ઘેરઘેર ફટાકડા ફોડવાની મનાઈ છે, ખાલી ૪થી જુલાઈના સ્વતંત્રતાના દિને અમુક નક્કી કરેલી ખૂલી જગયાએજ ફટાકડાનો શો હોય છે. ત્યાં પોલીસ, ફાયરમેન, એંબયુલંસ વગેરેની વ્યવસ્થા હોય છે. આપણે તો દોરી બાંધી હોય ત્યાંથી દૂરીથી જોવાનું અને સાથે પીકનીકનો સામાન લઈ ગયા હોઈએ, તે ધાબળા કે શેતરંજી પાથરીને ફટાકડા ફૂટવાની રાહ જોતા બેસવાનું. એકાદ કલાકમાં તો ‘display’ પૂરો થાય.

rangoli-flower

અહીં દિવાળીની રજા હોતી નથી. દિવાળી આવીને જાય તો પણ ખબર ન પડે તે વાત છે. થોડા મિત્રો એક ઘરે ભેગા થઈ દિવાળી ડીનર ગોઠવતા, મનને મનાવતા કે આપણે દિવાળી ઉજવી. લક્ષ્મીપૂજામાં ચેકબુકની પૂજા કરે છે.અમુક નિશાળમાં ઈંડિયન માતાપિતા નાના બાળકોના પ્રોગ્રામ સાથે ડીનર ગોઠવે, જેમાં છોકરા છોકરીઓ હિંદી સિનેમાની કોપી કરી ડાંસ કરે.

rangoli-spiral

મંદિરોમાં પૂજા, ભોજન વગેરે ગોઠવાય. આ છે અમારી દિવાળીનો અહેવાલ.

હેલોવીન – એક અમેરિકન તહેવાર

ફિલાડેલફિયા તથા આખા અમેરિકામાં ઓકટોબરની છેલ્લી તારીખે ઉજવાતો તહેવાર હેલોવીન છે. તેમાં નાના મોટા સૌ જાતજાતના વેશ કાઢીને ભૂતોને ભગાડવાના નામે ઘેર ઘેર કેંડીની માગણી કરે છે. “Treat or treat” કહીને ઘરને દરવાજે આવીને ઊભા રહે છે. અંધારું થતા છોકરાઓનો ધસારો રહે છે. તે દિવસે બધા ઘરમાં જાતજાતની ચોકલેટો, પીપરમેંટ, ટોફી વગેરે રાખે છે. નાના છોકરાઓ માબાપ સાથે પહેલા આવી જાય છે.

pumpkinજેને કેંડીઓ વહેંચવી ન હોય તે લોકો ઘરમાં અંધારું રાખે છે. અથવા બીજાને ઘેર પહોંચી જાય છે. તોફાની છોકરાઓ જયાં કેંડી ન મળે ત્યાં ક્યારેક ઈંડા કે ટમેટાં વગેરે ઉડાડી મસ્તી કરે છે. પાર્ટી, ડાંસ, મ્યુઝીક વગેરે પણ ઘણી જગ્યાએ થાય છે.

આ મોસમમાં પંપકીનની (પતકાળુ) પેદાશ વધારે થાય છે. એટલે તેને કોતરી અંદર મીણબત્તી મૂકે છે. તેના પર ચિત્રો પણ કરે છે. જે ઘરના દરવાજા આગળ કે પગથિયા ઉપર સુશોભન તરીકે રાખે છે

મારૂં સ્વર્ગ

વસંતે કિશોરકુંજમાં ટહુકા કરૂં
મારૂં સ્વર્ગ અહીં જ છે, અહીં જ છે

ગ્રીષ્મમાં લીલી હરિયાળી માણું
મારૂ સ્વર્ગ અહીં જ છે, અહીં જ છે

પાનખરમાં રંગીન દુનિયા માણું
મારૂં સ્વર્ગ અહીં જ છે, અહીં જ છે

હેમંતમાં ઘરમાંથી બર્ફીલી દુનિયા નિહાળું
મારૂ સ્વર્ગ અહીં જ છે, અહીં જ છે

એકજ અરજ ઈશ્વર કને
કે સજા કર મને અહીં
મારૂં સ્વર્ગ અહીં જ છે, અહીં જ છે.

કોકિલા રાવળ, ૨૦૦૨