ટ્રીપલ ડિલાઈટ
- ત્રણ કપ તલ
- બે કપ શીંગદાણાં
- એક કપ ખમણેલું ટોપરૂં તાજું ( ફર્ોઝન પણ ચાલે)
- ચાર કપ ગોળ (ખમણેલું)
- એક સ્ટીક (8 oz) બટર
- ઓપશનલ સૂ્ઠ(1ts) અથવા ( 1/4 ts) એલચી
- ફર્ોઝન ટોપરૂં હોય તો આગળથી કાઢીને રાખવુંં.
- તલને તડ તડ થાય ત્યાં સુધી શેકીને બાજુમાં મૂકવા.
- તેજ વાસણમાં શીંગદાણાં (ફોતરા વગરના) શેકવા.
- બંને વસ્તુ ઠંડી થાય એટલે બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી લેવા.
- તેમાં ટોપરૂં,સૂંઠ, અથવા એલચી નાખી મીશ્રણ તૈયાર કરવું.
- ગોળનો ભૂકો કરી જરા ગરમ થાય, સફેદ ફીણ વળે એટલે બટરની સ્ટીક નાખી ઉતારી લેવું. કરેલા મીશ્રણને ગરમ પાયામાં (ગોળમાં) નાખી ચોસલા અથવા તો લાડુ ં વાળવા. ૩૫ થી ૪૦ લાડુ ચિત્રમાં દેખાય છે તેવડા થશે. બાળકોને દૂધમાં આપવાથી સારું પોષણ મળે છે.
- શાળામાં ઘણાં બાળકોને શીંગ કે તલની એલર્જી હોય છે એટલે લંચના ડબામાં ન ભરવા.
શેફાલી પટેલ
વીલટન, કનેક્ટીકટ