અતીતનો ઓછાયો

અતીતનો ઓછાયો

photo credit: http://news.law.fordham.edu/wp-content/uploads/2016/04/JailHands_700x330.jpg
photo credit: http://news.law.fordham.edu/wp-content/uploads/2016/04/JailHands_700x330.jpg

જનમટીપનો કેદી.

મીટ માંડી શું જોઇ રહે એ

કાળદિવાલો ભેદી.

ડગ ભરે ત્યાં શ્વાસકેરો

પડછાયો સામે અથડાય,

શમણાંના રંગ નાખી નિ:સાસા

ભાનમાં ડૂબી જાય;

રોજ સૂરજ ના આથમે એનો

પણ રોજ પેટાતી વેદી.

નહોતી એને ત્યારે કાંઇ ગતાગમ

જ્યારે ઝનૂન ચડેલું,

કો’ક અભાગણના સોહાગને

પળમાં જ્યાં નંદવેલું ;

આજ હવે રાહ જોતા ખૂદ એની

નારની સુકાય મહેંદી.

કવિ ઈન્દ્ર ગુહ્યા

“નથી ભરતી, નથી ઓટ”ના સૌજન્યથી

ફિલાડેલફિયા ની ઉનાળાની એક બપોર

ગયા વરસે મીનળ Schuylkill નદીની રીવરફેસ્ટમાં ગઈ હતી. આ નદી ફિલાડેલફિયા ની મધ્યમાંથી પસાર થાય છે. આ ઉજવણી Bartram’s Gardensમાં હતી. આ જગ્યાના માલિક, John Bartram, Benjamin Franklinનાં દોસ્ત હતા, જેણે આખી દુનિયામાંથી જુદી જુદી જાતનાં છોડવા લાવી અહીં વાવ્યા હતા.

જ્યાં farm house હતું ત્યાં આજે નાની રેસ્ટોરંટ બનાવી છે. નદી ઉપર દર વરસે બોટની હરીફાઈ ગોઠવાય છે. કાયાક ભાડે પણ મળે છે. ડોનેશન ભેગું કરી તેમાંથી બાળકો માટેની પ્રવૃત્તિ, ખાણી-પીણીના સ્ટોલ, સંગીતની વ્યવસ્થા રાખી આનંદમય વાતાવરણ ઉભુ કરે. નદીની બીજી પાર oil-tanks છે. IMG_2062

ગયા વરસે તે oil refinery વાળાએ  પાડોશી તરીકે મોટું ડોનેશન આપ્યું હતું. પરિયાવરણવાળાએ વાંધો ઉઠાવ્યો કે તેઓ નદીની હવા અને પાણીને બગાડે છે. તેથી તેની પાસેથી ડોનેશન ન લેવું જોઈએ. ગયા વરસે જે બોટને પહેલું ઈનામ મળ્યું હતું તેઓએ બોટ ઉપર પરિયાવરણના વિષે લખાણ લખ્યા હતા . ત્રણ ચાર બોટને સાંકળી આગગાડીનું રૂપ આપ્યું હતું. કારણકે ઓઈલની હેરા ફેરીને કારણે ઘણા અકસ્માત થાય છે.

આ વર્ષે અમે ભર બપોરે ખાસ જોવા ગયા કે ત્યાં શું ચાલી રહ્યું છે.

પાટિયા પરના ડોનરના લીસ્ટમાં અમારી નજર ગઈ. પેલા પાડોશીનું નામ નીકળી ગયું હતું! ગયે વરસે મીનળ તથા તેના મિત્રમંડળે પીટીશન, ઈ-મેઈલ તથા ફોનકોલ કર્યા હતા તેની અસર થઈ લાગી.

અમે ખુશ થઈ તેના માનમાં ત્યાં આઇસક્રીમ ખાધો. ૧૨:૦૦થી ૨:૦૦નો તડકો ખૂબ આકરો લાગ્યો. ઘેર પહોંચી પંખો કરી, પાણી પીને અમે બંને જણાએ વામકુક્ષિ કરી.

સુવાક્યો

સુવાક્યો

૧. શરીર પાણીથી, મન સત્યથી,આત્મા ધર્મથી અને બુદ્ધિ જ્ઞાનથી પવિત્ર બને છે.

૨. જો હ્રદયમાં કોઈના માટે જગા હશે તો ઘરમાં આપોઆપ થશે.

૩. સો વીંછીના ડંખ કરતા પણ એક કડવા વેણની ચોટ વધુ લાગતી હોય છે.

૪. જગતમાં પરિવર્તન ઇચ્છતા હો તો શરૂઆત જાતના પરિવર્તનથી કરો.

૫. આંખ જુએ તેને દ્દશ્ય કહેવાય, હ્રદય જુએ તેને દર્શન.

gunjan૬. વિષ્વાસ વિના વેપાર, વહેવાર કે વહીવટ કશું જ થઈ શકે નહી.

૭. સમાજને સલાહ આપનાર કરતા સહકાર આપનારાની વધુ જરૂર છે.

૮. પ્રવાસની જેમ પરલોક જવાનું પણ સારું આયોજન કરવું જરૂરી છે.

૯. દુ:ખો ભૂલવા સમય મહત્ત્વનો છે, પણ દોષ ભૂલવા સમય જરૂરી છે.

૧૦. સ્વભાવ ચમત્કારથી નહી, અભ્યાસ અને ચિંતનથી બદલાય છે.

ગુંજન (ભાગ ૨)

( મનન – ચિંતન – કંડિકાઓ) રમાબેન રાવળના સૌજન્યથી