હેપ્પી ઈન્ડીપેન્ડન્સ


હેપ્પી ઈન્ડીપેન્ડન્સ

સપન જાગીને મને ‘ગૂડમોર્નિંગ, જયશ્રી કૃષ્ણ ‘ કહે છે. કારણ કે એને હું રોજ કહું છું. વાર્તા હું રોજ સંભળાવું તો ભાંગી તૂટી વાર્તા એ ઘડી કાઢે છે અને મને સંભળાવે. એની સાયકલ પાછળ મને દોડવા ને મારી પાછળ એ સાયકલને દોડાવે. જમતી વખતે એના મોમાં હું કંઈક આપું તો પોતાની થાળીમાંથી મનેય ખવડાવે.

પંદરમી ઓગષ્ટની એને રજા હતી. એથી એને સૂવા દીધો હતો. મારા રૂટિન પ્રમાણે હું સવારના છ વાગ્યાથી કામ કરવા લાગેલો. ચા નાસ્તો કરી હું વાર્તા લખવા બેઠો. થોડું લખાયું હશે કે ઉપરથી નીચે ઉતારવાનાં મંદ મંદ પગલા સંભળાયાં. મારા કાન ચમક્યા.

photo credit: https://sanjeetv.files.wordpress.com/2015/08/kid-with-flag.gif
photo credit: https://sanjeetv.files.wordpress.com/2015/08/kid-with-flag.gif

પોતાનું રમકડાનું સોફ્ટ બ્લેક પપ્પી છાતીએ વળગાડીને નીચે ઉતારતાં – ઉતરતાં એણે મને ગ્રીટીંગ કર્યું : ‘હેપ્પી ઈન્ડીપેન્ડન્સ ડે ડેડ્ડી.’

કશી પૂર્વભૂમિકા વિના આવેલું આ અભિવાદન કાનમાં વારંવાર આંદોલિત થઈ રહ્યું. દરિયા કિનારે અમસ્તા ફરવા નીકળ્યા હોઈએ અને આપણને મોતી મળી આવે તો કેવું લાગે? મને આવું મોતી મળી આવ્યું.

એ આંખો દિવસ મારો હેપ્પી ઈન્ડીપેન્ડન્સ ડે રહ્યો. એટલા માટે કે એણે સ્વયં જ હેપીલી પોતાનું ઈન્ડીપેન્ડન્સ પ્રકટાવ્યું હતું.

‘ફરીથી’ ના સૌજન્યથી, હરીશ મહુવાકર (લઘુકથા)

One thought on “હેપ્પી ઈન્ડીપેન્ડન્સ

 1. *બહેન કોકિલા*

  *તારા ત્રણે લખાણોમાં મજા આવી ગઈ:*

  *તારો સાહિત્ય રસ સરસ છે અને એ રીતે*
  *કિશોર વિનાની એકલતામાં થી બહાર *
  *નીકળી સાહિત્યમાં ખોવાઈ જઈ શકે છે*

  *ઉપરાંત તેં રજૂ કરેલી બંને કવિતા અને એક લેખ*
  *મન પસંદ છે*

  *આમ તો એ જાણીતાં છે , પણ તેં મોકલેલાં છે એમ વાંચીને*
  *વધારે મજા પડી ગઈ.*

  *તને કવિતા ગમે છે એટલે અવનવી એવી જૂની કવિતાઓ પણ*
  *મોકલીશ – જોઈ જોજે , પછી ગમે તો વધારે મોકલી શકીશ*

  *સૌને યાદ *

  *સુધાકરનાં સ્મરણ *

  2016-08-15 17:41 GMT+05:30 kesuda :

  > kokila raval posted: “હેપ્પી ઈન્ડીપેન્ડન્સ સપન જાગીને મને ‘ગૂડમોર્નિંગ,
  > જયશ્રી કૃષ્ણ ‘ કહે છે. કારણ કે એને હું રોજ કહું છું. વાર્તા હું રોજ
  > સંભળાવું તો ભાંગી તૂટી વાર્તા એ ઘડી કાઢે છે અને મને સંભળાવે. એની સાયકલ પાછળ
  > મને દોડવા ને મારી પાછળ એ સાયકલને દોડાવે. જમતી વખતે એના મોમ”
  >

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s