બેસ્ટ ઓફ ઓલ

બેસ્ટ ઓફ ઓલ

ભારતમાં જ્ઞાન વહેંચતી ૭ સૌથી મોટી યુનિવર્સિટીઓ આ મુજબ છે:

(૧) સોસાયટીનો બાંકડો
(૨) પાનનો ગલ્લો
(૩) હેરકટીંગની દુકાન
(૪) સિનીયર સિટીઝનની મંડળી
(૫) દારૂ પીધેલો માણસ
(૬) ટ્રનનો જનરલ ડબ્બો
(૭) વોટર- એપ…

જોક્સ-જંકશન સ્માર્ટ-સિટીમાં ફરતી ડોબી-જોક્સ

ગુજરાત સમાચાર ભાવનગર જિલ્લા આવૃત્તિ તા. ૧ ફેબ્રુઆરી ૨૦૧૬

Navratri Garba / નવરાત્રી ગરબા

garba22
photo credit: http://images.indianexpress.com/2014/09/garba22.jpg

પ્રખ્યાત ગરબાઓ

રેખા શુક્લા તરફથી


ઢોલ વાગે સે

હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે
વાગે સે, ઢોલ વાગે સે
હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે

ગામ ગામનાં સોનીડા આવે સે
એ આવે સે, હુ લાવે સે
મારા માની નથણીયું લાવે સે
મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે

ગામ ગામનાં સુથારી આવે સે
એ આવે સે, હુ લાવે સે
મારી માનો બાજોઠીયો લાવે સે
મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે

ગામ ગામનાં દોશીડા આવે સે
એ આવે સે, હુ લાવે સે
મારી માની ચુંદડીયો લાવે સે
મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે

હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે
વાગે સે, ઢોલ વાગે સે
હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે

blue-line

 અંબા અભય પદ દાયિની રે

અંબા અભય પદ દાયિની રે, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની,
અંબા અભય પદ દાયની રે ,
હેમ હિંડોળે હિંચકે રે, હીંચે આરાશુરી માત ભીડ ભંજની,
અંબા અભય…

સંખીઓ સંગાથે કરે ગોઠડી, આવે આઠમ ની રાત ભીડ ભંજની,
અંબા અભય…
સર્વે આરાશુર ચોક માં રે, આવો તો રમીએ રાસ ભીડ ભંજની,
અંબા અભય…
એવે સમે આકાશ થી રે, આવ્યો કરુણ પોકાર ભીડ ભંજની,
અંબા અભય…
કોણે બોલાવી મુજને રે, કોણે કર્યો મને સાદ ભીડ ભંજની,
અંબા અભય…
મધ દરિયો તોફાન માં, માડી ડૂબે મારું વહાણ ભીડ ભંજની,
અંબા અભય…
વાયુ ભયંકર ફૂંકતો રે, વેરી થયો વરસાદ ભીડ ભંજની,
અંબા અભય…
પાણી ભરાણા વહાણ માં રે, એ કેમ કાઢ્યા જાય ભીડ ભંજની,
અંબા અભય…
આશા ભર્યો હું આવીયો રે, વહાલા જોતા હશે વાટ ભીડ ભંજની,
અંબા અભય…
હૈયું રહે નહિ હાથ માં રે, દરિયે વાળ્યો દાટ ભીડ ભંજની,
અંબા અભય…
મારે તમારો આશરો રે, ધાઓ ધાઓ મમ માત ભીડ ભંજની,
અંબા અભય…
અંબા હિંડોળે થી ઉઠયા રે, ઉઠયા આરાશુરી માત ભીડ ભંજની,
અંબા અભય…
સખીઓ તે લાગી પુછવા રે, ક્યાં કીધા પરિયાણ ભીડ ભંજની,
અંબા અભય…
વાત વધુ પછી પુછજો રે, બાળ મારો ગભરાય ભીડ ભંજની,
અંબા અભય…
ભક્ત મારો ભીડે પડ્યો રે, હું થી એ કેમ સેહવાય ભીડ ભંજની,
અંબા અભય…
એમ કહી નારાયાણી રે, સિંહે થયા અસ્વાર ભીડ ભંજની,
અંબા અભય…
ત્રિશુલ લીધું હાથ માં રે, તાર્યું વણીકનું વહાણ ભીડ ભંજની,
અંબા અભય…
ધન્ય જનેતા આપને રે, ધન્ય દયાના નિધાન ભીડ ભંજની,
અંબા અભય…
પ્રગટ પરચો આપનો રે, દયા કલ્યાણ કોઈ ગાય ભીડ ભંજની,
અંબા અભય…
બધી તેની ભાંગજો રે, સમયે કરજો સહાય ભીડ ભંજની,
અંબા અભય…

અંબા અભય પદ દાયિની રે …

blue-line

આસમાની રંગની ચૂંદડી રે

આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે ચાંદલા રે, ચાંદલા રે, માની ચૂંદડી લહેરાય
નવરંગે રંગી ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે હીરલા રે, હીરલા રે, માની ચૂંદડી લહેરાય
શોભે  મજાની ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે મુખડું રે, મુખડું રે, માની ચૂંદડી લહેરાય
અંગે દીપે છે ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
પહેરી ફરે ફેર ફૂદડી રે, ફેર ફૂદડી રે, માની ચૂંદડી લહેરાય
લહરે પવન ઊડે ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય

blue-line

garba-4

ચપટી ભરી ચોખા

ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો
શ્રીફળની જોડ લઈએ રે…
હાલો હાલો પાવાગઢ જઈએ રે…

માને મંદિરીયે સુથારી આવે,
સુથારી આવે માના બાજોઠ લઈ આવે,
બાજોઠની જોડ લઈને રે… હાલો…

માને મંદિરીયે કસુંબી આવે,
કસુંબી આવે માની ચૂંદડી લઈ આવે,
ચૂંદડીની જોડ અમે લઈએ રે… હાલો…

માને મંદિરીયે સોનીડો આવે,
સોનીડો આવે માના ઝાંઝર લઈ આવે,
ઝાંઝરની જોડ અમે લઈએ રે… હાલો…

માને મંદિરીયે માળીડો આવે,
માળીડો આવે, માના ગજરા લઈ આવે,
ગજરાની જોડ અમે લઈએ રે…. હાલો…

માને મંદિરીયે ઘાંચીડો આવે,
ઘાંચીડો આવે માના દીવડાં લઈ આવે,
દીવડાની જોડ અમે લઈએ રે…. હાલો…

blue-lineઘોર અંધારી રે  રાતલડી

ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

sheroલીલે ઘોડે રે કોણ ચડે મા રાંદલનો અસવાર
રાંદલ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર
રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત

ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર કાળકા માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર
રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત

ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

ધોળે  ઘોડે રે કોણ ચડે મા બહુચરનો અસવાર
બહુચર માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા  મણનું રે સુખલડું મા અધમણની કુલેર
રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત

ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

રાતે ઘોડે રે કોણ ચડે મા હર્ષદનો અસવાર
હર્ષદ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર
રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત

ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

blue-line

એક વણઝારી ઝૂલણાંgarba-6

એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી,
મારી અંબેમાંના ઝૂલણાં ઝૂલતી’તી.

માએ પહેલે પગથીયે પગ મૂક્યો,
માની પાની સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.

માએ બીજે પગથીયે પગ મૂક્યો,
માનાં ઘૂંટણ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ ત્રીજે પગથીયે પગ મૂક્યો
માનાં ઢીંચણ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ ચોથે પગથીયે પગ મૂક્યો,
માના સાથળ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ પાંચમે પગથીયે પગ મૂક્યો,
માની કેડ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ છઠ્ઠે પગથીયે પગ મૂક્યો,
માની છાતી સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ સાતમે પગથીયે પગ મૂક્યો,
માનાં ગળાં સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ આઠમે પગથીયે પગ મૂક્યો,
માનાં કપાળ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ નવમે પગથીયે પગ મૂક્યો,
માનાં માથાં સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

blue-lineમા તું કાળી ને કલ્યાણી હો માgarba-7

મા તું કાળી ને કલ્યાણી હો મા જ્યાં જોઉ ત્યાં મા જોગમાયા
માને પાંચ પાંચ યુગમાં જાણી હો મા જ્યાં જોઉ ત્યાં મા જોગમાયા
માને પાંચેય દેવે વખાણી હો મા જ્યાં જોઉ ત્યાં મા જોગમાયા

મા કાળી ને કલ્યાણી હો જ્યાં જોઉ ત્યાં મા જોગમાયા

માડી પહેલે જુગ પરમાણી મારી મા જ્યાં જોઉ ત્યાં જગદંબા
માડી દુર્ગા રૂપ ભવાની મારી  મા જ્યાં જોઉ ત્યાં મા જોગમાયા
માડી મહિસાસુર સંહાર્યો મારી મા જ્યાં જોઉ ત્યાં મા જોગમાયા

મા  બીજે તે જુગ પરમાણી મારી મા જ્યાં જોઉ ત્યાં મા જોગમાયા
મા રઘુકુળની પટરાણી મારી મા જ્યાં જોઉ ત્યાં મા જોગમાયા
મા રાવણને  સંહાર્યો મોરી મા જ્યાં જોઉ ત્યાં મા જોગમાયા

મા ત્રીજે જુગ પરમાણી મોરી મા જ્યાં જોઉ ત્યાં મા જોગમાયા
મા પાંડવ કુળ પટરાણી મોરી મા જ્યાં જોઉ ત્યાં મા જોગમાયા
મા દુઃશાસન સંહાર્યો મોરી મા જ્યાં જોઉ ત્યાં મા જોગમાયા

તને ચોથે જુગમાં જાણી હો મા જ્યાં જોઉ ત્યાં મા જોગમાયા
તું શંકર ઘેર પટરાણી હો મા જ્યાં જોઉ ત્યાં મા જોગમાયા
તું ઉમિયાજી કહેવાણી મોરી મા જ્યાં જોઉ ત્યાં મા જોગમાયા

તું દક્ષ યગ્નમાં સમાણી મોરી મા જ્યાં જોઉ ત્યાં મા જોગમાયા
તને ચારે વેદમાં વખાણી મોરી મા જ્યાં જોઉ ત્યાં મા જોગમાયા

blue-line

 

મિર્ચ મસાલા – જાતનું રૂપાંતર

હમણા જુગલભાઈનો કનુભાઇ ઉપર ઇમેલ આવ્યો. તેમા તેમણે જણાવ્યું કે…

“અમે મુળ સુરેન્દ્રનગર બાજુથી આવેલા એટલે “ઓદીચ્ય સહસ્ત ઝાલાવાડી સાડાચારસો”! મારા પીતાજી ઉમરાળા (કાનજી સ્વામીનું મુળ વતન) હવેલીમાં મુખીયાજી એટલે આભડછેટ વગેરે અમારા અનીવાર્ય ગુણો. પણ મારાથી મોટાભાઈના ભાઈબંધો મુસ્લીમો! એમની સાથે રમીને આવે ને માર ખાય! મારે ઘરનો ઉંબરો વટવાની ઉંમર થયા પછી સૌથી પહેલો મીત્ર વણીક ને બીજો મુસ્લીમ! એનાં બા હલુમા દેવી જેવાં માયાળુ ને ઘરમાંય  એમનું માન! શાપુર લોકશાળામાં (૧૯૫૬ આસપાસ) એક દીવસ સાવ અજાણતાં જ અમે ચાર મીત્રો એક જ થાળીમાં નાસ્તો કરતા હતા ને મેં ધ્યાન દોર્યું તો હું ભામણ, મનજી કણબી, હુસેન મુસ્લીમ અને સોમો હરીજન! બાપા હવેલી છોડીને મોટાપુત્ર સાથે ગામડે રહેતા થયા બાદ હરીજનોને મંદીરપ્રવેશ માટે આગળ આવેલા!!

આજે મારે ઘરે (૨૦૧૬) હરીજન બહેન રસોઈ સુધ્ધાં કરે છે! ભંગીની સફાઈ કર્મચારી બહેન કને રાખડી બંધાવી ત્યારે પણ મને એક પ્રાયશ્ચીતપ્રક્રીયા જેવો ભાવ થયેલો. નામની પાછળ અટક લખવાનુંય ભાગ્યે જ ગમે છે.

પરીવર્તનો ને તે પણ હકારાત્મક હોય છે ત્યારે મંત્રો કરતાંય આ અનુભવો સાચા અર્થમાં પુષ્પાંજલીરુપ બની રહે છે. સરસ્વતીના કરકમલોથી પ્રગટતા સુમધુર ને સુસંકલીત સંગીતની જેમ સુગ્રથીત ને સુસંકલીત સમાજ એ જ યગ્નકાર્ય ગણવું રહ્યું. વેદોમાં ભગવાનની હાજરી કહેવાતી નથી. ભગવાનો તો બહુ મોડા આવ્યા. ગીતાજીએ પણ – કેટલાંક પ્રક્ષેપોને બાદ કરતાં – આપણો અસલ ધર્મ સાચવી રાખ્યો જણાય છે. ગીતાનું ગાન સદાય વહેતું ને સૌને પખાળતું રહે તો હજીય બહુ તકો છે…

મંત્રપુષ્પાંજલીએ ને આપ સૌની વાતોથી આટલું સુઝી આવ્યું તો સૌને જય શ્રી ગણેશ!”


img_2017તેના જવાબમાં કનુભાઇનો પ્રત્યુત્તર:

“જુગલભાઈની વાતે મારા જુના સ્મરણો જાગાડ્યા તો લો હવે મારા બે ફદિયા -કનકભાઈ રાવળ (ઔદિચ્ય સહસ્ત્ર સાડીચારસે ઝાલાવાડી પણ માંડળીયા રાવળ)

60 વર્ષ પહેલાં મારા મહાશંકર દાદા ઔદિચ્ય જ્ઞાતિના અગ્રેસર એટલે રાવળ પરિવારમાં પણ આભડછેટ વગેરે અમારા અનીવાર્ય ગુણો. મારા બાપુ (સ્વ.કલાગુરુ રવિશંકર રાવળ) ગાંધીવાદી એટલે કોઈ બાદ નહી. અમદાવાદમાં 1922-30ના અરસામાં રાયપુર ચકલામાં કુમાર કાર્યાલય શરુ કર્યું ત્યારે કલાશાળા પણ ત્યાંજ.

પહેલા વિધ્યાર્થી મંડળમાં કનુ દેસાઈ, ક્રિષ્નાલાલ, વ્રજલાલ ત્રિવેદી, રસિકલાલ પરિખ વિ. તેમાં દાખલ થયા છગનલાલ જાદવ. તેતો હરિજન અને ગાંધી આશ્રમમાં મોટા થયેલા તે જોડાયા. બાપુ કોઈની પાસે ફી ના લે પણ સૌ ગુરુકુળની જેમ ઘરમાં કામ કરે. રમાબાએ બધું સહન કરી લીધું પણ છગનલાલને રસોડામાં ના આવવા દે.

મહાશંકર દાદા અને સ્ટેશન માસ્ટર હરગોવિંદ પંડ્યા દાદા ગુરુભાઈ અને ભાઈ જેવા સબંધો તેમજ ગુરુભાઈ. પણ અમે રહ્યા “ઓદીચ્ય સહસ્ત્ર ઝાલાવાડી સાડાચારસો” અને તે રહ્યા “ઓદીચ્ય સહસ્ત્ર ઝાલાવાડી અગિયારસેં” અને pecking orderમાં ઉંચા ગણાય. રોટી વ્ય્હવાર બરાબર પણ બેટી વ્યહવાર નહી.

વ્હાણા વિત્યાં અને હરગોવિદ દાદાના પૌત્રી ભારતિ મારા પત્ની અને મારા ભત્રિજા અને પિતરાઈ ભાઈની પત્નીઓ પણ અગિયારસેં નાતની.

હવે તો પરિવારમાં નાગર, કાન્યકુબ્જ, સર્યુપાણી, પંજાબી, અમેરિકન, યહુદી, સ્પેનીશ, કુલવધુઓ અને એક જમાઈ ઈરાનના શિયા મુસ્લીમ. સમય સમય બલવાન હૈ!”

ફિલાડેલફિયાના સમાચાર

gunibenફિલાડેલફિયાના સમાચાર

 

અહીં જન્માષ્ટમીની ઉજવણી મંદિરમાં તથા ઘણા ઘરોમાં થઈ. મને ભજનો સાંભળવા અને જમવા ૯૦ વર્ષ ના ગુણીબેન જે તેમના દીકરી જમાઈ સાથે રહે છે, તેણે બુલંદ અવાજે બધા સમજી શકે એટલે ઈંગલીશમાં કૃષ્ણની જીવન વીષેની વ્યાખ્યા કહી સંભળાવી તે અહીં પ્રસ્તુત કરૂં છું.

 


વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ્ ।
દેવકીપરમાનંદં કૃષ્ણં વન્દે જગતગુરુમ્ ।।

Dear friends,

Today we have gathered together to celebrate the birth of Lord Krishna (જન્માષ્ટમી) who has declared in the fifteenth chapter of Gita that we are part of God

મમૈવાંશો જીવલોકે જીવભૂત: સનાતન:

and therefore we are actually celebrating our own lives. We are here on this earth to enjoy life just as God has created this world for play

લોકવત્તુ લીલાકૈવલ્યમ્ ।

As Upanishads proclaim that one cannot play alone

એકાંકી ન રમતે

and therefore God fabricated innumerable beings with various names and forms, though in essence, they have the same intrinsic qualities of their original source. As Narsinh Mehta says

ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં અંતે તો હેમનું હેમ હોય.

The play is divine. Just as the victory or defeat in a game is taken sportingly, reacting to our ups and downs in life with equanimity of mind. As Longfellow says “Act. Act in the living present, heart within and God overhead,” will give us peace of mind. We are here as representatives of God to fulfill his mission alloted to us, so we’ll not suffer the stings of all opposites (દ્વંદ્વ) like pleasure and pain, victory and defeat, praise and insult, etc. as we have right only to action and not its fruit

કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન ।

We have come in this world with a round-trip ticket, and life is only a sojourn, a temporary stay on the path of our eternal journey. Don’t we enjoy when we go on vacations? If we cultivate the attitude to remain that carefree as on our vacations, we can cherish life as God-given valuable gift to be used fruitfully and prudently. Gita does not teach us to renounce life. On the contrary, it encourages despondent Arjuna to fight for the noble cause and establish the reign of righteousness  (ધર્મ).

On this auspicious day, we pray that God chooses us to be the નિમિત્ત to fulfill his mission with Olympic spirit.

સર્વેણ સુખિન: સન્તુ સર્વે સન્તુ નિરામય: ।
સર્વે ભદ્ર્ાણિ પશ્યન્તુ મા કષ્ચિદ્ દુ:ખ માણ્નુયાજ । ।

Let us resolve to follow the dictum

જબ આયા ઈસ જગતમેં જગ હંસ તુમ રોય
ઐસીકરણી કર ચલો તુમ હંસે જગ રોય

ગુણીબેન આશર, Guniben Asher, August 23, 2008, On Lord Krishna’s birth celebration. Speech was given by Guniben on August 25, 2016 at her home.

પ્રભાતના પુષ્પોમાંથી

પ્રભાતના પુષ્પોમાંથીimg_2147

કહેવું છે ઘણું, પણ કહી શકાતું
નથી, ઊર્મિઓને જેવી વાચા આવે
છે કે તરત જ શબ્દો હ્દયમાં
છુપાઈ જાય છે. ચક્ષુઓમાં ચમકાર
પ્રગટે-ન પ્રગટે કે તમે સાવધ બની
જાઓ છો અને જાણે તમારે અને
અમારો એક સાધારણ ઓળખાણ
હોય એવો ભાવ દર્શાવો છો.
અમને જકડી રાખવા છે, પણ એમ
કરતા કોઈ તમને પકડી રાખે છે.

કેવી અજબ રમત તમે શરૂ કરી છે.

દુ:ખ તો આખરે તમારે જ
ભોગવવાનું છે, કારણ કે આવી
રમતથી તમે સાચે જ ઘાયલ થઈ
જાઓ અને હૃદયના પડદા ફાટી
જાય ત્યારે અમારા નામની બૂમ
નહીં પાડતા, કારણ કે એ વખતે
તો અમે તમારી પહેલા જ કોઈ
હકીમની પાસે અમારું દર્દ લઈને
પહોંચી ગયા હોઈશું.

વજુ કોટક

૫ લાખ વૃક્ષોનો ટાર્ગેટ પૂરો કરશે

5 લાખ વૃક્ષોનો ટાર્ગેટ પૂરો કરશે, ગ્રિન ગ્લોબલ બ્રિગેડ
ભવિષ્યમાં 11 કરોડ વૃક્ષો ઉગાડવાનો સંકલ્પ કરશે

11393677_387145024811177_7992811939945622497_oઅમદાવાદ સહિત ગુજરાતમાં પ્રકૃતિ અને પર્યાવરણ ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓ વધારે અસરકારક રીતે કામ કરે તે માટે એક પ્લેટફોર્મ ઉપર આવીને ‘ગ્રિન ગ્લોબલ બ્રિગેડ’ ની રચના કરી છે. આ બ્રિગેડ જે સોસાયટી, સ્કુલ કોલેજ કે ગામોમાં છોડ કે મોટા રોપાની જરૂર હશે ત્યાં જઈને વિનામૂલ્યે તેમને આ છોડ પૂરા પાડશે. તેની સાથે આ નાના છોડની કાળજી અંગે પણ વખતો વખત મોનિટરિંગ કરશે. અમદાવાદીઓ સરળતાથી ઓકસિજન લે તે માટે આજે સહેજેય 14 લાખ છોડની વધારે જરૂર છે જે મોટા થઇને વૃક્ષમાં પરિણમે. તે માટે આ બ્રિગેડ દ્વારા 6 ફેબ્રુઆરીએ હિંમતનગર પાસે રૂષિવન ખાતે યોજાનારા બીજા પરિસંવાદમાં પ્લાનિંગ કરાશે.

શું છે ગ્રિન ગ્લોબલ બ્રિગેડ

ગ્રિન ગ્લોબલ બ્રિગેડ પર્યાવરણ પ્રેમીઓની બનેલી બ્રિગેડ છે જેમાં કોઈ પ્રમુખ કે હોદે્દાર નથી. તેમાં જોડવા માટે info@greenglobalbrigade.com પર રજિસટ્રશન કરાવવાનું રહેશે. અમદાવાદમાં કોઈ સોસાયટી કે સ્કૂલ કોલેજના ગમે તેટલા છોડ કે મોટા રોપાની જરૂર છે તો તે સોસાયટી કે સ્કુલ ગ્રિન ગ્લોબલ બ્રિગેડના ગ્રિન કમાન્ડરનો સંપર્ક કરશે અને આ કમાન્ડર વનવિભાગની મદદથી વિનામૂલ્યે છોડ પૂરા પાડવાના મદદ કરશે.1836867_387145141477832_901763499103197755_o

અમારો ટાર્ગેટ અમદાવાદ સહિત મોટા શહેરોમાં પૂરતો ઓક્સિજન મળે અને પોલ્યુશન ઘટે જેથી શહેરીઓને સરળતાથી સ્વાસ લઈ શકે તે છે. આ સાથે નાના ગામોમાં ખેતરના શેઢે લોકો વધુને વધુ વૃક્ષો ઉગાડે તે છે. અમદાવાદમાં આગામી 2016-17માં સહેજેય 5 લાખ તેમજ ગુજરાતભરમાં 11 કરોડ વૃક્ષો ઉગાડીને તેનું જતન પણ થાય તેવો સંકલ્પ અમે 6 ફેબ્રુઆરીએ હિંમતનગર પાસે રૂષિવન ખાતે યોજાનારા ગ્રિન ગ્લોબલ બ્રિગેડના બીજા પરિસંવાદ મા કરીશું .


જીતુ તલાવિઆ, ગ્રિન એમ્બેસેડર, ગ્રિન ગ્લોબલ બ્રિગેડ, greenglobalbrigade.com, and on Facebook: greenglobalbrigade, સિટી રિપોર્ટર, દિવ્ય ભાસ્કર।, 29 જાન્યુઆરી 2016

મેં અને તેં

લઈ હાથમાં હાથ
ઓગાળી સાથીમાં સાથ
અને પરોવી ચાંચમાં ચાંચ
રોપી ધજા –
સહજીવનના ઉત્તુંગ શિખરે!

watercolor by Kishor Raval, 2008
watercolor by Kishor Raval, 2008

ઊગતા અને આથમતા
સૂરજના
સોને મઢ્યા, રતાશ ઝરતા રંગોમાં
ઉમેર્યો પ્રેમરંગ
અને તરબોળાયા બંને
ને વળી ભળ્યો આત્મરંગ એમાં
પછી

ઉતરતા જીવન સંધ્યાનો ઢાળ
હિમ શિખરોના ઓગળતા પ્રવાહમાં
લસરકા તળેટી તરફ
વળગતા એકમેકને
એકદા પૂછ્યું તેં
રચીને ચોસલો
અંગૂઠા અને આંગળી વચ્ચે:
બસ જીવન સાવ આટલું જ?

હા, ક્ષણોમાં ગમતીલાપણું
હોય છે જ આટલું
કહેતા મેં તારા હાથે રચેલા
ચોસલાંને લોપ્યો
પછી આપણે જોતા રહ્યા

એકમેકની દ્દષ્ટિમાં
પછી ઉભયના અંતરમાં
ઉતારતા રહ્યાં
ઉતારતા રહ્યાં
અને
ઉતારતા રહ્યાં સ્નેહરશ્મિ
પછી ડૂબી ગયાં આપણે!

૧ – ૯ -૨૦૧૦,

લક્ષ્મણ રાધેશ્વર, ભાવનગર

ગુજરાતી કહેવતો

ગુજરાતી કહેવતો

photo Kokila Raval 2015
photo Kokila Raval 2015
  • પુત્રના લક્ષણ પારણામાં વહુના લક્ષણ બારણામાં.
  • જાનમાં કોઈ જાણે નહી ને વરની ફઈ હું.
  • જાનને જમ્યાનો અને વરને કન્યાનો કોડ.
  • મા તે મા બીજા વગડાના વા.
  • મોસાળે માંડવો અને મા પીરસણે.
  • પિયરમાં માય નહી સાસરિયે સમાય નહી.
  • દીકરીનું સિંમત અને બાપનું બારમું ફરીવાર ન આવે.
  • સો દિન સાસુના એક દિન વહુનો.
  • સૌનું થાય તે વહુનું થાય.
  • માગ્યા વિના મા એ ન પીરસે.

મંજુલા પટેલ.

છેલ્લાં દર્શન

છેલ્લાં દર્શન

કોકિલા રાવળ, મમતા અંક ૧૨, ઓક્ટોબર ૨૦૧૨, પાછલા પાના પરના ચિત્ર પરથી ઘડાયેલ વાર્તા

હું મારાં વિચારોમાં ખોવાયેલી રોબર્ટ હેડનના ફ્યુનરલ માટે બેઠી છું. સારો દિવસ હોવાથી બધાને બેસવાની વ્યવસ્થા ટેન્ટ બાંધી બહાર જ રાખી હતી. મારાં ઓફિસના માણસો તથા રોબર્ટના સગા બેઠા છે અને વારાફરતી બધાં રોબર્ટ વિષે બોલે છે.

થોડાં વર્ષોથી હું નર્સ એસિસ્ટન્ટ તરીકે કામ કરું છું.  રોબર્ટ બે વર્ષથી શ્વાસની તકલીફથી હેરાન થતા હતા. વોકર લઈને ઘરમાં ચાલે. લો-ઇન્કમના માણસો માટે ગવર્મેન્ટ તરફથી મળેલા અપાર્ટમેન્ટમાં રહેતા હતા. તેની અપરિણિત દીકરી હેલન ‘કેર ટેકર’ તરીકે સાથે રહેતી હતી. કંઈક નાની મોટી નોકરી કરતી હતી. પણ તેનો એક પગ ઘરમાં અને એક બહાર રહેતો.  તેને એક પરણેલા પુરુષમિત્ર સાથે સંબંધ હતો. બાપાની સાથે મીઠું મીઠું બોલી અવારનવાર પૈસા પડાવતી અને મોજ મજા કરતી હતી. બાપા બધું સમજતા હતા પરંતુ પોતાને દીકરીની જરૂર હોવાથી ઢીલું મૂકતા.

હું સવારે આઠ વાગે પહોંચું ત્યારે હેલન મને તે દિવસની સૂચનાઓ આપી ઘરની બહાર નીકળી જાય. રોબર્ટને ખાવા માટે ‘મીલ્સ ઓન વ્હીલ્સ’નો બંદોબસ્ત કરી આપ્યો હતો. એટલે સમયસર તેને એક પેકેટમાં ગરમાગરમ ખાવાનું મળી જતું. પણ રોબર્ટને ખાવાનો શોખ ભારે. કોઈ વાર તેને નવું ખાવાનું મન થઈ આવતું. મને અમેરિકન રસોઈ આવડતી નહોતી તેથી મારી સાથે તે રસપૂર્વક રોજ નવી નવી વાનગીઓ અને એની રેસિપિની વાતો કરતા. તેને નાકમાં ઓક્સીજનની નળીઓ ભરાવેલી જ હોય. માંડ માંડ શ્વાસ લેતા હોય અને વચ્ચે ઊંડી ઘૂંટ લઈ મારી સાથે વાત કરતા.

એક દિવસ મને કહે, ‘ડૂ યૂ નો હાઊ ટુ મેઈક સ્કેલપ્ડ પટેટોઝ?’  મેં ના કહી એટલે એણે કહ્યું ‘જા રસોડામાંથી બટેટા અને એક ચપ્પુ લાવી આપ. હું તને પાતળી સ્લાઈસ કરી આપું. પછી થોડો લોટ લે અને અંદર બટર નાખી મિક્સ કર…’ એમ પગલે પગલે સૂચનાઓ આપી, કહે ‘તું જાય તે પહેલાં પેલો સિનીઅર વોલન્ટીઅર આવશે તે મને સમયસર અવનમાંથી પટેટોઝ કાઢી આપશે.’  વોલન્ટીઅર સમય પસાર કરવા, ગામ ગપાટા મારવા અને હેલ્પ કરવા રોજ આવતો હતો. મારું નામ કૌશલ્યા પણ રોબર્ટ તેનો ઉચ્ચાર ન કરી શકે એટલે મને કોશ કહીને બોલાવતા. આમ મારી સાથે તેને સારું ફાવી ગયું હતું. તે રોજ મારી રાહ જોતાં બેઠા હોય. શનિવારે જ્યારે હું કામ ન કરતી હોઉં અને બીજી છોકરી આવે તે તેને ન ફાવતું. જ્યારે નર્સ તેની વિઝિટે આવે ત્યારે તેની ફરિયાદ કરે.

મમતાના સૌજન્યથી, અંક ૧૨, ઓક્ટોબર ૨૦૧૨
મમતાના સૌજન્યથી, અંક ૧૨, ઓક્ટોબર ૨૦૧૨

હું બે અઠવાડિયાં ભારત વેકેશન પર જઈ પાછી આવી. મારા શેડ્યુલમાં રોબર્ટ હેડનનું નામ ન જોતાં મને નવાઈ તો લાગી. રોબર્ટના હાઊસિન્ગમા મારી એક બીજી પેશન્ટ પણ હતી. નર્સને મેં પાર્કિન્ગ લોટમાં જોઈ અને મેં તેને રોબર્ટ હેડનના ખબર પૂછ્યાં. મને કહે, ‘તું રજા પર ગઈ અને બીજે દિવસે જ એને પેનિક અટેક આવ્યો. અને હોસ્પિટલમાં બે અઠવાડિયા હતો. પરમ દિવસે જ ગુજરી ગયો. આજે બપોરે તેનું વ્યૂઇન્ગ અને ફ્યુનરલ છે. તને બહુ યાદ કરતો હતો.’ હું ભારત ગઈ એના આગલા દિવસે મને કહે તારા વગર મારું શું થશે!  મને લાગે છે કે એના પેનિક અટેકનું કારણ મારી ગેરહાજરી હોઈ શકે!

એક વાગે ઘેર પહોંચી લુસ લુસ ખાઈ હું તેના છેલ્લા દર્શન માટે પહોંચી ગઈ.