મિર્ચ મસાલા – જાતનું રૂપાંતર


હમણા જુગલભાઈનો કનુભાઇ ઉપર ઇમેલ આવ્યો. તેમા તેમણે જણાવ્યું કે…

“અમે મુળ સુરેન્દ્રનગર બાજુથી આવેલા એટલે “ઓદીચ્ય સહસ્ત ઝાલાવાડી સાડાચારસો”! મારા પીતાજી ઉમરાળા (કાનજી સ્વામીનું મુળ વતન) હવેલીમાં મુખીયાજી એટલે આભડછેટ વગેરે અમારા અનીવાર્ય ગુણો. પણ મારાથી મોટાભાઈના ભાઈબંધો મુસ્લીમો! એમની સાથે રમીને આવે ને માર ખાય! મારે ઘરનો ઉંબરો વટવાની ઉંમર થયા પછી સૌથી પહેલો મીત્ર વણીક ને બીજો મુસ્લીમ! એનાં બા હલુમા દેવી જેવાં માયાળુ ને ઘરમાંય  એમનું માન! શાપુર લોકશાળામાં (૧૯૫૬ આસપાસ) એક દીવસ સાવ અજાણતાં જ અમે ચાર મીત્રો એક જ થાળીમાં નાસ્તો કરતા હતા ને મેં ધ્યાન દોર્યું તો હું ભામણ, મનજી કણબી, હુસેન મુસ્લીમ અને સોમો હરીજન! બાપા હવેલી છોડીને મોટાપુત્ર સાથે ગામડે રહેતા થયા બાદ હરીજનોને મંદીરપ્રવેશ માટે આગળ આવેલા!!

આજે મારે ઘરે (૨૦૧૬) હરીજન બહેન રસોઈ સુધ્ધાં કરે છે! ભંગીની સફાઈ કર્મચારી બહેન કને રાખડી બંધાવી ત્યારે પણ મને એક પ્રાયશ્ચીતપ્રક્રીયા જેવો ભાવ થયેલો. નામની પાછળ અટક લખવાનુંય ભાગ્યે જ ગમે છે.

પરીવર્તનો ને તે પણ હકારાત્મક હોય છે ત્યારે મંત્રો કરતાંય આ અનુભવો સાચા અર્થમાં પુષ્પાંજલીરુપ બની રહે છે. સરસ્વતીના કરકમલોથી પ્રગટતા સુમધુર ને સુસંકલીત સંગીતની જેમ સુગ્રથીત ને સુસંકલીત સમાજ એ જ યગ્નકાર્ય ગણવું રહ્યું. વેદોમાં ભગવાનની હાજરી કહેવાતી નથી. ભગવાનો તો બહુ મોડા આવ્યા. ગીતાજીએ પણ – કેટલાંક પ્રક્ષેપોને બાદ કરતાં – આપણો અસલ ધર્મ સાચવી રાખ્યો જણાય છે. ગીતાનું ગાન સદાય વહેતું ને સૌને પખાળતું રહે તો હજીય બહુ તકો છે…

મંત્રપુષ્પાંજલીએ ને આપ સૌની વાતોથી આટલું સુઝી આવ્યું તો સૌને જય શ્રી ગણેશ!”


img_2017તેના જવાબમાં કનુભાઇનો પ્રત્યુત્તર:

“જુગલભાઈની વાતે મારા જુના સ્મરણો જાગાડ્યા તો લો હવે મારા બે ફદિયા -કનકભાઈ રાવળ (ઔદિચ્ય સહસ્ત્ર સાડીચારસે ઝાલાવાડી પણ માંડળીયા રાવળ)

60 વર્ષ પહેલાં મારા મહાશંકર દાદા ઔદિચ્ય જ્ઞાતિના અગ્રેસર એટલે રાવળ પરિવારમાં પણ આભડછેટ વગેરે અમારા અનીવાર્ય ગુણો. મારા બાપુ (સ્વ.કલાગુરુ રવિશંકર રાવળ) ગાંધીવાદી એટલે કોઈ બાદ નહી. અમદાવાદમાં 1922-30ના અરસામાં રાયપુર ચકલામાં કુમાર કાર્યાલય શરુ કર્યું ત્યારે કલાશાળા પણ ત્યાંજ.

પહેલા વિધ્યાર્થી મંડળમાં કનુ દેસાઈ, ક્રિષ્નાલાલ, વ્રજલાલ ત્રિવેદી, રસિકલાલ પરિખ વિ. તેમાં દાખલ થયા છગનલાલ જાદવ. તેતો હરિજન અને ગાંધી આશ્રમમાં મોટા થયેલા તે જોડાયા. બાપુ કોઈની પાસે ફી ના લે પણ સૌ ગુરુકુળની જેમ ઘરમાં કામ કરે. રમાબાએ બધું સહન કરી લીધું પણ છગનલાલને રસોડામાં ના આવવા દે.

મહાશંકર દાદા અને સ્ટેશન માસ્ટર હરગોવિંદ પંડ્યા દાદા ગુરુભાઈ અને ભાઈ જેવા સબંધો તેમજ ગુરુભાઈ. પણ અમે રહ્યા “ઓદીચ્ય સહસ્ત્ર ઝાલાવાડી સાડાચારસો” અને તે રહ્યા “ઓદીચ્ય સહસ્ત્ર ઝાલાવાડી અગિયારસેં” અને pecking orderમાં ઉંચા ગણાય. રોટી વ્ય્હવાર બરાબર પણ બેટી વ્યહવાર નહી.

વ્હાણા વિત્યાં અને હરગોવિદ દાદાના પૌત્રી ભારતિ મારા પત્ની અને મારા ભત્રિજા અને પિતરાઈ ભાઈની પત્નીઓ પણ અગિયારસેં નાતની.

હવે તો પરિવારમાં નાગર, કાન્યકુબ્જ, સર્યુપાણી, પંજાબી, અમેરિકન, યહુદી, સ્પેનીશ, કુલવધુઓ અને એક જમાઈ ઈરાનના શિયા મુસ્લીમ. સમય સમય બલવાન હૈ!”

One thought on “મિર્ચ મસાલા – જાતનું રૂપાંતર

 1. very very nice 🙂

  2016-09-30 7:08 GMT-05:00 kesuda :

  > kokila raval posted: “હમણા જુગલભાઈનો કનુભાઇ ઉપર ઇમેલ આવ્યો. તેમા તેમણે
  > જણાવ્યું કે… “અમે મુળ સુરેન્દ્રનગર બાજુથી આવેલા એટલે “ઓદીચ્ય સહસ્ત
  > ઝાલાવાડી સાડાચારસો”! મારા પીતાજી ઉમરાળા (કાનજી સ્વામીનું મુળ વતન)
  > હવેલીમાં મુખીયાજી એટલે આભડછેટ વગેરે અમારા અનીવાર્ય ગુણો. પણ મારાથી મ”
  >

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s