અવાજ


તારા હૃદયનો, બંધ પડવાનો અવાજ,img_2198
સુદની દિશાને અડવાનો અવાજ!

સાગર… નદી…પર્વત… વટીને આવશે,એ કોઈનો ચુપચાપ રડવાનો અવાજ!

છેલ્લી ગલી તક શહેરને શોધી વળો,
ક્યાંથી હવે એ ક્યાંય જડવાનો અવાજ!

આંખો હજારોવાર ખોલો…બંધ કરો;
નહી આવશે બારી ઊઘડવાનો અવાજ!

અવકાશમાં ઊતરી ગયું આખ્ખુંય ઘર;
આવેય ક્યાંથી સીડી ચડવાનો અવાજ!

(સ્વ. પવનકુમાર જૈનની સ્મૃતિમાં)

લખાયેલી કવિતા
નુવનીત સમર્પણ: ડિસેંબર ૨૦૧૫ : પાનુ ૨૬: લેખક: કિસન સોસા

One thought on “અવાજ

  1. આદરણીય કોકીલાબહેન
    સપ્ટેમ્બર અને ઓકટોબરના અંકો જોઈ ગયો. તમારી ધગશ અને સ્ફૂર્તિ ગઝબની છે. સુંદર મજાની સામગ્રી મેળવવી તે અઘરું છે. અને વળી તેને પીરસવી તે તેનાથી પણ અઘરું છે. વિવિધ લેખો અને કાવ્યો મજાના છે. લક્ષ્મણભાઈ રાધેશ્વર અને પવન જૈનની કવિતાઓ ખુબ ગમી. નવા નવા પુસ્તકોનો પરિચય અને ચિત્ર વાર્તાઓ રસપ્રદ રહે છે. કિશોરભાઈ ના ચિત્રો શિરમોર અને તમારી કઈ જગ્યાએ ચિત્રનો ઉપયોગ કરવો તેનું જ્ઞાન કાબીલેદાદ છે. ટૂંકમાં ઓલ ઈઝ વેલ !
    પ્રણામ
    હરીશ મહુવાકરના જયશ્રી કૃષ્ણ

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s