સાહિત્ય વિષે થોડું ચિંતન


વિનોબાજીએ એક વાર પંડિત નહેરુને વેધક સવાલ કર્યો કે તમે દુનિયાના ઇતિહાસમાં લખ્યું છે કે અકબરના જમાનામાં તુલસીદાસ થઈ ગયા. પરંતુ ખરું જોતા અકબરના જમાનામાં, તુલસીદાસ થઈ ગયા કે પછી તુલસીદાસના જમાનામાં અકબર થયા? જમાનો અકબરનો કે તુલસીદાસનો? આજે આટલા વરસેય સમાજ ઉપર પ્રભાવ અકબરનો વધુ કે તુલસીદાસનો?

original watercolor by Kishor Raval
original watercolor by Kishor Raval

બંગાળ ઉપર આજે અસર કોઈ રાજામહારાજની છે કે રવીન્દ્રનાથ ની? આંધ્રમાં તેલુગુ ભક્ત કવિ પોતનાનું ભાગવત જ આજે ઘરે ઘરે વંચાય છે. સમાજને ઘડ્યો છે સાહિત્યકારોએ અને સંતોએ.

વિનોબાએ દુનિયાને ઘડનારા ત્રણ મુખ્ય પરિબળો ગણાવ્યા છે: વિજ્ઞાન, આત્મજ્ઞાન અને સાહિત્ય. સાહિત્ય એ શબ્દની શક્તિ છે. મનુષ્યને મળેલ વાક્શક્તિનું અનેરું વરદાન છે.

સાહિત્યકાર કેવો હોય? ઉત્તમ સાહિત્ય ના લક્ષણ કયા?

સૌ પ્રથમ તો સાહિત્યકારમાં વિષ્વવ્યાપક વૃત્તિ હોવી જોઈએ. ભાગવતમાં તો લખ્યું છે કે

વિષ્વાનિભૂતિ: સકલાનુભૂતિ:

સાહિત્યકારમાં વિશ્વની અને બધી કલાઓની અનુભૂતિ હોય. સાહિત્યકારની વાણી સચોટ ક્યારે બને? શંકરાચાર્ય પૂછે છે: ‘કેષામ્ અમોઘ વચનમ્’ કોની વાણી અમોઘ નીવડે છે? પોતે જ જવાબ આપે છે.

યેચ પુન: સત્ય – મૌન – શમશીલતા..

જેનામાં સત્ય હોય છે. જે મૌન રહે છે, જેનામાં સમત્વ અને શીલ હોય છે. જે શાંતિ રાખે છે તેની વાણી અમોઘ (અમૂલ્ય) હોય છે.

આ સાહિત્યકારનું ઉત્તમ ઉદાહરણ તુલસીદાસ છે. સીતા અને હશે રામના પ્રથમ મિલનનું એમણે વર્ણન કર્યું. એ ફુલવારી પ્રકરણ કહેવાય છે. એ બંનેનું પ્રથમ મિલન છે. પ્રથમ દર્શન છે છતાં તે વાંચીને જરીકે વિકાર પેદા નથી થતો. નિર્વિકારતા આવે છે. તે આખું યે ચિત્રણ નિર્વિકારી અને પાવનકારી છે. આ તુલસીદાસની ખૂબી છે. આદર્શ સાહિત્યકાર નિર્વિકાર સાહિત્ય રચી શકે છે. સાહિત્યકારે થર્મોમીટર પણ થવાનું છે અને વૈદ્ય પણ થવાનું છે. થર્મોમીટર બંધાનો તાવ માપે છે. તે બીજાનો તાવ યથાર્થ રીતે માપી શકે છે. પોતે તાવ ગ્રસ્ત નથી થતો. તેને પોતાને તાવ નથી આવતો એટલે જ તો તે બીજાનો તાવ માપી શકે છે. તેવી જ રીતે વૈદ્ય દર્દી પ્રત્યે હમદર્દી દાખવે છે. તાવ કયો છે તે ઓળખે છે. તેના નિવારણ માટે દવા આપે છે. તેવી રીતે સાહિત્યકારે નિવારણ બતાવીને તટસ્થ રહેવાનું છે. ટોલ્સટોય તો એક મહાન સાહિત્યકાર હતો પરંતુ તેણે પોતાની જ ટીકા કરતાં કહેલું કે હું જે મોટી મોટી નવલકથાઓ લખું છું તે સાહિત્ય નથી પરંતુ મેં જે નાની નાની વાર્તાઓ લખી છે તેમાં ખરી કળા પ્રગટ થઈ છે. આનું કારણ એ છે કે તે વાર્તાઓ સહજ ભાવે લખાઈ છે. તેને નાના બાળકો પણ સમજી શકે છે અને મોટાં પણ સમજી શકે છે. શિક્ષિત પણ સમજી શકે છે અને અશિક્ષિત પણ. તે સર્વજન સુલભ છે. જે સર્વજન માટે સુલભ હશે અને સર્વેને સ્પર્શ કરી શકશે એ જ ખરું સાહિત્ય છે.

સૂર્યકાંત વૈષ્ણવ વિદ્યાનગર આણંદ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s