એનઆરઆઈ-જન તો તેને રે કહીએ જે….


સાચું પૂછો તો માણસ માત્ર, ખાસિયતને પાત્ર. દરેક માણસની કોઈને કોઈ ખાસિયત હોવાની જ.

બોલવાની લઢણમાં આ ખાસિયતો છલકાતી જોવા મળે. આમ તો આપણા ભાતીગળ સમાજમાં અઢળક જ્ઞાતિઓ- પેટાજ્ઞાતિઓ છે અને મોટા ભાગની જ્ઞાતિઓને પોતપોતાની ખાસિયતો ય ખરી જ. પણ છેલ્લા થોડા દસકાઓ દરમિયાન ગુજરાતી સમાજમાં એક નવી જ્ઞાતિ ઊભરી આવી છે, ‘એનઆરઆઈ’!

ખાસિયતો બાબતે આ એનઆરઆઈ જ્ઞાતિને કોઈ ન પહોંચે. તમે શેરી – મહોલ્લા – દુકાન – મોલ ગમે ત્યાં મળો, એટલે તરત વરતાય જાય કે સદરહુ પાર્ટી એનઆરઆઈ છે! આ રહ્યા તેના ઉદાહરણો:

photo credit http://articles.economictimes.indiatimes.com/2014-10-13/news/54970817_1_shailesh-vara-sandip-verma-valerie-vaz
photo credit http://articles.economictimes.indiatimes.com/2014-10-13/news/54970817_1_shailesh-vara-sandip-verma-valerie-vaz

(૧) દહીંને ‘યોગર્ટ’, ચોકલેટને ‘કેન્ડી’ અને બિસ્કીટને ‘કુકીઝ’ તરીકે ઓળખાવે ત્યાં સુધી ઠીક મારા ભાઈ, પણ કેરોસીનથી ચાલતી ખડખડપાંચમ રીક્ષાને ‘કેબ’ કહીને બોલાવે ત્યારે ખબર પડે કે પાર્ટી એનઆરઆઈ છે.

(૨) મોલમાં ઉભા રહીને દરેક ફૂડપેકેટ પર ‘ફેટ’ કેટલી એ શોધે, અને રોટલી ઉપર ચોપડવા ઘીને બદલે ‘બટર’ માંગે ત્યારે ખબર પડે કે….

(૩) પાંચ વર્ષ પહેલા જે કીટલીના બાંકડે બેસી, ઉધારની કટિંગ ચા પીતાં પીતાં મફતિયા છાપામાં ‘જોઈએ છે’ની જાહેરાત શોધતા હતાં, એ જ કીટલી પર ભાઈબંધને ચા પીવડાવ્યા પછી ‘પેમેન્ટ’ કરવા ક્રેડીટ કાર્ડ કાઢે ત્યારે ખબર પડે કે….

(૪) જેટલી વાર જાહેરમાં ઝોકાં ખાતા ઝડપાય ત્યારે (ઇન્ડિયા પધારીને ૨૦-૨૫ દિવસ થઈ ગયા હોવા છતાં) ‘જેટલેગ’ નું બહાનું કાઢે ત્યારે ખબર પડે કે….

(૫) ભલેને દોઢ વર્ષ પહેલા મહેસાણાથી મણીનગર આપણી સાથે જ અપડાઉન કરતા હોય, પણ બસની મુસાફરી માટે ઓનલાઈન રિઝર્વેશન અને લાંબી સાંઈનો અંગે કકળાટ કરે ત્યારે ખબર પડે કે…

(૬) રેસ્ટોરંટમાં જાય ત્યારે ફૂલ સાઈઝ પિઝા ઓહિયાં કરી ગયા પછી ‘ડાયેટ’ કોક મંગાવે ત્યારે ખબર પડે કે….

(૭) ભારતમાં હવા-પાણીનું પ્રદૂષણ કેટલું ભયાનક છે એનો રિપોર્ટ દર કલાકે આપતા રહે, પણ પાણીપુરીની લારી જોતા સીધા ‘વાઉઉઉ…’ કરતા ધસી જાય ત્યારે ખબર પડે કે….

(૮) જેમના શ્રીમુખે ‘સુરતી’ સતત શોભતી, એવા લોકો છીંક ખાઈને પણ ‘સોરી’ બોલતા થઈ જાય ત્યારે ખબર પડે કે….

(૯) દરેક વાક્યની શરૂઆત ‘અમારે ત્યાં તો..’ થી કરે ત્યારે ખબર પડે કે….

— અને, ભારતના લોકો હજીય કેટલા જૂનવાણી અને લાગણીમાં વહી જનારા છે, એવી ફરિયાદ છેલ્લા દોઢ મહિનામાં દોઢસો વખત કરી હોય, છતાંયે દેશમાંથી વિદાય લેતી વખતે, એરપોર્ટ પર ‘આવજો’ કહેતી વખતે એમની આંખના ખુણાં ભીંજાય ત્યારે ખબર પડે કે….

જ્વલંત નાયક  |

Jwalant Naik | jwalantmax @ gmail.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s