બાકી જે વરસે તે

સાજનની સંગાથે ભીંજાવું એજ સખી, સાચું લાગે રે ચોમાસું,
બાકી જે વરસે તે આંખોના આંસુ સખી,
બાકી જે વરસે તે આંસુ.

નોખા નોખા તે શું નાહવું સખીરી હવે, ભેળા થઈ લથબથ ભીંજાવું,
સૂર અને તાલ ને એકજ સંગીત પછી, જુદેરું ગીત તે શું ગાવું,
ગરજતા વાદળ તે ચમકતી વીજલડી, કોરા રહેવું ના, ભીંજાવું.

બાકી જે વરસે તે આંખોના આંસુ સખી,
બાકી જે વરસે તે આંસુ.

ભીંજાતી કાયાને નીરખી નીરખીને હું તો, એકલતા પળમાં વિસારું,
હૈયાની પ્રીત સખી વાદળમાં ધરબીને, વરસ્યા કરું રે એકધારું,
એકજ નેવાં નીચે તન-મન ભૂલીને સખી, નહાવું બસ ચોમાસું ખાસું.

બાકી જે વરસે તે આંખોના આંસુ સખી,
બાકી જે વરસે તે આંસુ.

છલછલ અસાઢે સોળ ભવ જેવા વરસોને, કાઢ્યા મન મારીને જેમતેમ,
તનમન ભીંજાતા આ સાંબેલા ધારે હવે, જોબનિયું નીતરે છે તેમતેમ,
તારી સંગાથે હવે ભવભવ ભીંજાવું, ના રહેવાશે એક્કે પળ આઘું

બાકી જે વરસે તે આંખોના આંસુ સખી,
બાકી જે વરસે તે આંસુ.


અખંડ આનંદના સૌજન્યથી, ડિસેંબર ૨૦૧૫, પાનુ ૧૨, હર્ષા ચૌહાણ

સર્જીકલ સ્ટ્રાઇક

watercolor: Kishor Raval

શિવ ચાર વર્ષનો હતો. નોટનું મૂલ્ય એ સમજતો નહીં.બસ એને લાલ નોટ તરફ ભારે લગાવ. ત્યારે એ વીસ રુપિયાની લાલ નોટ પસંદ કરતો. કોઇ એને પચાસ અને વીસની નોટ વચ્ચે પસંદગી કરવાનું કહેતું તો એ વીસની નોટ પસંદ કરતો. જરા મોટો થયો ને એના જન્મદિને નાનીમાએ એને હજારની લાલ નોટ આપી. એ ખૂબ ખુશ થઇ ઉઠ્યો: વાહ! આ તો મોટી લાલ નોટ છે ને! પછી જ્યારે નાનીમાની મુલાકાત થતી એનો મોટી લાલ નોટનો લાગો લાગી જતો. પપ્પાએ ટેબલનું એક ખાનું એને ફાળવી આપ્યું હતું જેમાંએ ગમતા રમકડાં, વપરાયલી બોલપેનના ખોખાં વગેરે અને એક લિફાફામાં લાલ નોટો રાખતો. ચાવી એ પોતાના ઓશીકા નીચે રાખતો.

એ ક્યારેય મોટી લાલ નોટો કોઇને આપતો નહીં. હવે એના ખજાનામાં પાંચ-સાત મોટી લાલ નોટો ભેગી થઇ ગઇ હતી.

આજ એના પપ્પાએ એની પાસેથી મોટી લાલ નોટો માગી પણ એણે સખત વિરોધ કર્યો અને થોડું તોફાન પણ.પપ્પાએ એને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો પણ એ ટસ નો મસ ન થયો.

બીજી સવારે શિવ ખૂબ ઉદાસ બેઠો હતો. જાણે કોઇ મોટી લડાઈ હારી ગયો હોય એવી એની મુખાકૃતિ હતી. આજ ન તો એણે દૂધ પીધું ને ન તો નાસ્તો કર્યો, પપ્પા દ્વારા દ્વારા દ્વારા એના ખાના પર સર્જીકલ સ્ટ્રાઇક ત્રાટકી હતી અને એના લાલ નોટોના ખજાનાનો સફાયો થઇ ગયો હતો.


ભાવનગર, 17-11-16
Lakshman Radheshwar <lvradhe@outlook.com>

 

A remarkable person – Suryakant Vaishnav

Prof. S V Vaishnav: glimpses of personal life14352374_1442337202447536_4777288040652985380_o

He belongs to Wadhwan city, district Surendranagar, Gujarat, India and hails from Vadnagara Nagar gruhastha family.

He lost his father at the age of 2, had not seen grandfather either. But his grandmother was known as a ‘saintly’ person in Wadhwan and the family was helpful to one and all even in the period of crisis.

During his childhood, there was no earning person in family.

But he was very bright and got scholarship throughout and could manage to get engineering education.

He used to walk bare feet; in pre-science in Bhavnagar, he used to work in college canteen to get 1 time free meal, which was his only meal in a day. As the family was active in freedom struggle movement, upon Gandhian influence, he used to spin ‘charakho’ and he wears khadi till today.

His elder brother was much more influenced by the ‘sarvoday’ movement and used to participate in Vinobaji’s pad-yatra. He remained unmarried and led service-oriented life and helped many needy people and imparted free education to hundreds.

With the family background –

blended with spiritual heritage of Narsinh Mehta,
culture to serve the society from the influence of Gandhi-Vinoba,
spirit of serving the Nation – from maternal grandfather who was one of the first Darbars to give all his properties to Free India,

and

finally the influence of the teachings of Sri Aurobindo and the Mother for a yoga of self-perfection,

he is leading a noble, simple, straightforward life dedicated to the cause of education and transformation of oneself for the Divine Life.

Prof. S.V. Vaishnav: academic profile

He has spent 57 years of his life in Vallabh Vidyanagar – a unique educational township for a post-independent India creation, envisioned by Sardar Patel, for rural resurgence,

36 years for engineering education,
40 years as a student of Sri Aurobindo’s yoga.

Thousands of his students remember him as one of the best teachers.

During his work as a professor he also contributed to Teachers’ welfare and worked for the Teachers’ association, (one of the founders of Sardar Patel University‘s ATA and Federation of Engineering Teachers),

Contributed to the management of Sardar Patel University (SPU), as a member of the senate and syndicate for 17 and 12 years,

Initiated – before 30 years – a Research Journal in Engineering and Technology – by SPU – when research was not that much in forefront in engineering and edited it for 14 years,

Contributed in establishing 3 engineering colleges;

1 SF University,

and also worked for one year as Honorable Joint Secretary of Gujarat’s leading education trust, Charutar Vidya Mandal and looked after 9 technical institutions;

has been recipient of the highest academic recognition as ‘Honorary Fellow’ by Indian Society for Technical Education (ISTE), New Delhi;

is also honored with “Wadhwan Ratna”, a jewel of Wadhwan;

also worked for Institution of Engineers, India,

contributed in establishing Sri Aurobindo Sadhana Kendra at Vallabh Vidyanagar in the capacity of its founder secretary,

And also to the building activities of Ompuri in Matar from its inception, where he worked as secretary and vice-chairman too;

And at present is conducting a study circle at his house – Ishavasyam – wherein some senior citizens/ retired teachers give scholarly talks on academic, philosophical and spiritual issues

He has oneness with the teachers. His life is basically a blending of Gandhi, Vinoba and Sri Aurobindo’s philosophies.

ગોવાની સફર

ગોવાની સફર

photo: Kokila Raval
photo: Kokila Raval

ગોવાના એરપોર્ટથી અમારી હોટેલ ઉપર પહોંચતા એક કલાક ટેક્સીમાં થયો. હોટેલ sea shell નોર્થ ગોવાના candolim ગામમાં આવેલું છે. હોટેલ અદ્યતન હતી. પહોંચતા વેંતજ welcome શરબત મળવાથી થાક ઉતરી ગયો. બે બેડરૂમ, બે બાથરૂમ, લીવીંગરૂમ અને બાલ્કનીની સગવડતા હતી. મુખ્ય રસ્તાથી હોટેલ પાછલા ભાગમાં હોવાથી બહુ શાંતિવાળી જગ્યા હતી. ચારેબાજુ નાળિયેરીના ઝાડ, બગીચામાં જાત જાતના ફૂલો હતા. બેડ અને બ્રેકફાસ્ટ સાથે હોવાથી અમે ત્યાં જ બંને કરી લેતા હતા. લંચ ડીનર ની સગવડતા પણ હતી પરંતુ અમે જુદી જુદી રેસ્ટોરંટમાં જમવા જતા હતા.

મુખ્ય માર્ગ ગલીમાંથી બહાર નીકળીએ કે તરત હતો. જે શોપીંગ અને રેસ્ટોરંટથી ભરચક હતો.વેપારી લોકો કાશમીરી અને ગુજરાતીઓ હતા. બે નાની સુપર માર્કેટ હોવાને લીધે બધી જ સુવિધાઓ હતી.

photo: Kokila Raval
photo: Kokila Raval

એક દિવસ અમે ટેક્સી કરી se cathedral જુનુ પોર્ટુગીઝ સમયનું ચર્ચ જોવા ગયા હતા. ત્યાં નજીકમાં born jesus basilica હોવાથી તેનો પણ લાભ લીધો. સાથે ભારતીય પુરાતત્ત્વ સર્વેગણ (archaeological survey) રૂ. ૧૦ના દરની ટિકિટ મા જોયું. ફોટા પાડવાની મનાઈ હોવાથી થોડો અફસોસ રહી ગયો.

દરિયા કિનારે ફાઉન્ટન ફોર્ટ હતું. એક દિવસ ત્યાં જમવા ગયા હતા. ગોવાનીઝ રીતથી બનાવેલું ભીંડાનું શાક ખાવાની મજા આવી ગઈ.

હોટેલ sea shell ની પાછળ જ દરિયો હોવાથી સવાર સાંજ આકાશના રંગો માણવા જતા હતા. હોટેલના આંગણામાં ઓપન સ્વામીંગ પુલની પણ વ્યવસ્થા હતી. અહીં અમે ચારેક દિવસ રહ્યા.

photo: Kokila Raval
photo: Kokila Raval

ત્યાંથી અમે ટેક્સી કરી બે કલાકે south goa ગયા. અહીં અમે don sylva હોટેલમાં રહ્યા. નાળિયેરીના ઝાડથી ભરચક જગ્યામાં આશ્રમ જેવું વાતાવરણ હતું. બેઠા ઘાટના મકાનો ની હરોળ હતી. અહીં પણ જમવાની સગવડતા બફે સ્ટાઈલ હતી. અહીંથી હોટેલમાં મસાજ કરાવવાની સગવડતા હતી. ઓપન સ્વીમીંગપુલમાં લોકો ધુબાકા મારતા હતા. અમે પણ થોડો લહાવો લીધો. દરિયે ચાલવા જવાની મજા આવતી હતી. દરિયા આગળ પણ લાઉંજ ચેર ઉપર બેસી આહ્લાદક હવા ખાતા મસાજ કરાવવાની એક લહાણ છે. આ બીચ જરા ઓછો ભરચક હતો. ક્રિસમસ હેવાને કારણે મોટા ભાગના લોકો નોર્થ ગોવાના શહેરોમાં ગયા હતા.

એક દિવસ ટેક્ષી કરીને દૂધસાગર નામનો ધોધ જોવા ગયા હતા. ત્યાં ઠેઠ સુધી ટેક્ષી જઈ શક્તિ નથી એટલે જીપની ટેક્ષીમાં ટ્રાન્સફર થવાનું હોય, જે પાણી અને ખાડા ખબડા રસ્તા ઉપર ચાલી શકે. ત્યાં પહોંચ્યા પછી વાંદરા જોવા મળ્યાં. ધોધ જોવાનો એક બાજુ રહી ગયો. બધા મુસાફરો વાંદરાઓને કેળા અને શીંગ ખવડાવતા જાય અને ઝપાઝપ ફોટા પાડવામા મશગૂલ થઈ ગયા. ધોધ સુધી જવા માટે vest પહેરવાની હતી.

પાછા ફરતા spice gardenમા ગયા. ત્યાં જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જમ્યા બાદ ગાર્ડનની

photo: Kokila Raval
photo: Kokila Raval

પોણી કલાકની ટુર હતી. ટુર ગાઈડે બધાં તેજાના તજ, લવીંગ, એલચી, જાયફળ, મરી તથા હળદરના ગુણ સમજાવ્યા તથા તેની સુગંધ લેવરાવી. કાજુમાં થી ફેંની કેમ બને છે તે સમજાવ્યું અને જેને ચાખવો હતો તેને ચખાડ્યો. તાજા કાજુ પણ વેચવા મૂક્યા હતા. ટુરના અંતે અમારા વાંસા ઉપર સીટ્રોના નાખેલુ બરફવાળુ પાણી કડછી ભરીને રેડ્યું . બધાંના જુદા જુદા અવાજ વાળા reaction સાંભળવાની મજા આવી ગઈ. અમારી ખખડેલી કરોડરજ્જુ સીધી થઈ ગઈ! સાડા આઠમા સવારે નીકળેલા, સાંજે સાડા ચારે પાછા ફર્યા. રસ્તામાં કાજુના વન જોતા જોતા ચાની તલપ સાથે હોટેલ ઉપર પહોંચ્યા.

લેખક: કોકિલા રાવળ

રવિશંકર રાવળની પૂણ્ય તીથિ

In loving memory of our Bapu, Ravishankar Raval ravishankarraval_1966

Born 1 August 1892
Bhavnagar, Gujarat, India

Died 9 December 1977
Ahmedabad, Gujarat, India

 

with one of his many portraits,
this one of poet Narsinh Mehta

 

 

portrait of Narsinh Mehta by Ravishankar M Raval
portrait of Narsinh Mehta by Ravishankar M Raval

જન્મની વિગત ૧૪૧૪, તળાજા
મૃત્યુની વિગત ૧૪૮૦, રહેઠાણ જૂનાગઢ, (ગુજરાત, ભારત)

હુલામણું નામ નરસૈયો
વ્યવસાય કવિ
વતન ભાવનગર
ધર્મ હિંદુ
જીવનસાથી માણેકબાઇ
સંતાન શામળદાસ, કુંવરબાઇ
માતા-પિતા કૃષ્ણદાસ (પુરુષોત્તમદાસ), દયાકુંવર

વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાયી જાણે રે
નાગર નરસિંહ ને હારમાળા ના પાવન પર્વ એ કોટી કોટી વંદન આપ સર્વ ને હારમાળા જ્યંતી ની હાર્દિક શુભકામના.

Satish Mehta, Rajkot

મેદસ્વિતા ઘટાડવા માટે:

મેદસ્વિતા ઘટાડવા માટે:

મેક્સિકોમાં ૭૦ટકા પુખ્તવયના મેદસ્વિતા સામે ઝઝૂમી રહ્યા છે. ત્યાંની સરકારે મેદસ્વિતા ઘટાડવા માટે એક ઝુંબેશ શરૂ કરી છે. જે કોઈ વ્યક્તિ ટિકિટમશીન સામે આગળની તરફ હાથ રાખીને ૧૦ વખત ઊઠબેસ કરશે, તેને મેક્સિકો શહેર માટે ફ્રી સબ-વે ટિકિટ આપવામાં આવે છે.

(રસરંગ) દિવ્યભાસ્કરના સૌજન્યથી
૧૦ જાન્યુઆરી ૨૦૧૬

blue-line