પુસ્તક પરિચય – A Man Called Ove

photo credit: http://d28hgpri8am2if.cloudfront.net/book_images/onix/cvr9781476738024/a-man-called-ove-9781476738024_hr.jpg
photo credit: http://d28hgpri8am2if.cloudfront.net/book_images/onix/cvr9781476738024/a-man-called-ove-9781476738024_hr.jpg

 

સ્વીડીશ વાર્તાનું ઈંગલીશમાં થયેલું રૂપાંતર

સ્વીડીશ લેખક : Helmer Hannes Holm

ઈંગ્લીશ લેખક : Fredrik Backman

નાનપણથી એકલો ઉછરેલો, ખૂબ દુ:ખ સહન કરેલા Ove નામના માણસની વાર્તામાં તેના સ્વભાવનું વર્ણન દ્વારા તેનું ચિત્ર ખડું થાય છે.

ખાસ કરીને તેનો શિસ્તપાલનનો આગ્રહ, દુનિયા વિષે તથા આજુબાજુ રહેતા માણસો માટેનો અભિપ્રાય, વગેરે.

તેની વ્હાલી પત્નીના ગુજરી ગયા પછીનુ ડિપ્રેશન ને કારણે તેના આપઘાત કરવાના પ્રયાસો અફળ જાય છે. તેથી તેનું માનસ કડવાશથી ભરેલું રહે છે. પત્નીને શું ગમત તેના ખ્યાલથી અમુક કામનો નિર્ણય પોતાના મનની વિરુદ્ધ કરીને પત્નીની યાદમાં જીવન વિતાવતો હોય છે.

પાડોશમાં રહેતી ઈરાનિયન બાઈ તેને ડિપ્રેશનમાંથી બહાર લાવીને મરવાના વિચારને બદલે બીજાને મદદ કરવામાં જીવન જીવવું જરૂરી છે, અને ઓવેને બદલે છે.

આ વાર્તાની સરસ મૂવી બની છે, પણ વાંચવામાં વધારે રસ પડ્યો.

સંબંધ

શિયાળામાં ગુજરાત ગઈ ત્યારે પાડોશીના સંબંધોનો અનુભવ થયો.

અમદાવાદમાં સવારના ૬:૩૦ વાગે બસ પકડવાની હતી. હું જેને ઘેર ઉતરી હતી તેને તાજેતરમાં હરનિયાની સર્જરી કરાવેલી એટલે તે મૂકવા આવી શકે તેમ ન્હોતા. તેમણે આગલી સાંજે રિટાયર્ડ પાડોશીને પોતાને ઘેર બોલાવ્યા અને તેમને કહ્યું કે બેનને બસ ડિપો સુધી મૂકી આવવાના છે.

By Muhammad Mahdi Karim (www.micro2macro.net) Facebook Youtube - Own work, GFDL 1.2, https://commons.wikimedia.org/w/index.php?curid=9681439
By Muhammad Mahdi Karim (www.micro2macro.net) Facebook Youtube – Own work, GFDL 1.2, https://commons.wikimedia.org/w/index.php?curid=9681439

એ તો સવારના ૫:૩૦ વાગે હાજર થઈ ગયા. પછી એવે સમયે રીક્ષા શોધવી અઘરી હતી. પાડોશમાં છાપાનો ધંધો કરતાં ભાઈ પાસે પોતાના કામ માટે રીક્ષા રાખેલી. તેઓ ચોકમાં બત્તીના અજવાળે છાપા ગોઠવતા હતા. તેમને પૂછ્યું એટલે એ તરત તૈયાર થઈ ગયા. બંને જણા મને મૂકવા આવ્યા. રીક્ષાવાળાભાઈએ મારી પાસેથી પૈસા ન લીધા. એ અમને મૂકીને પાછા ગયા. પેલા પાડોશી ભાઈ મારી બસ આવે ત્યાં સુધી રોકાણાં અને હું સામાન સાથે બરાબર ગોઠવાય ગઈ પછી તેમણે વિદાય લીધી.

પાડોશીના નાતે આજુબાજુવાળા ચા નાસ્તા માટે પણ મને આમંત્રણ આપી ગયા. ઓછું હોય તેમ એક પાડોશીને ઘેર લગ્ન હતા. તેમાં પણ મને આમંત્રણ મળ્યું!

અમેરિકામાં પાડોશી hello how are you અને have a nice day. સિવાય વધારે વાત ન કરે. ત્યાં સંબંધની તો ક્યાં આશા રાખવી?


અમદાવાદની એક ઘટના, કોકિલા રાવળ, જાન્યુઆરી ૨૦૧૬

માય ગ્રાની 

‘આજે તો આપણે બહુ બીઝી છીએ ડોક્ટર.’ નર્સ સ્ટેલા બોલી અને ડોક્ટર બ્રાઉને મલ્કાઈને સ્ટેલા તરફ નજર ફેરવી લેતા બોલ્યા ‘ધેન ઇટ મસ્ટ બી ફૂલ મુન ટુનાઈટ!!’

હાંફળી ફાંફળી મેટ્રન આવી ને બોલી ‘ડોક્ટર યુ આર નીડેડ ઇન આઈ.સી.યુ. ડિપાર્ટમેન્ટ, પ્લીઝ હરી!’

ઓપરેશન ટેબલ પર એલીઝાબેથ કણસતી હતી. બાળકની ડીલીવરી માટે ડોકટર સ્મીથ સ્ટ્રગલ કરી રહ્યા હતા. પણ નર્સ કહી રહી હતી એનું બી.પી ખૂબ ઉંચુ છે ‘શી ઇઝ ઇન ડેન્જર!’

તરફડતી એલીઝાબેથ ‘માય બેબી, ઓહ ગોડ!’ બોલી ન બોલી ને મશીન પર હાર્ટબીટ્સ ની લાઈન સળંગ થતી રહી અને બીપ બીપ અવાજ આવતો રહ્યો. ડોકટર બ્રાઉન ઉતાવળા એલીઝાબેથ તરફ ધસ્યાં અને બોલ્યા ‘કેન આઈ ડુ સમથીંગ? લુક્સ લાઇક ઇટ્સ બ્રીચ બેબી. એન્ડ નર્સ, ગીવ એક્સ્ટ્રા ઓક્સિજન ટુ હર.’

‘બટ ડોકટર શી ઇઝ નો મોર !!’ બેબી બહાર આવી ગઈ પણ એલીઝાબેથની આંખો મિંચાઈ ગઈ. ઓલમોસ્ટ ચાર મિનીટો પસાર થઈ ગઈ. ડોકટર ડીડ વોટેવર ધે કેન પણ એલીઝાબેથ ની હાલત એમજ રહી.

નર્સ બેબી લઈને એલીઝાબેથના કાન પાસે ઉભી હતી. બેબી નો હાથ એલીઝાબેથના કપાળ ઉપર હતો. અને તે જોર જોરથી ઉંવા ઉંવા ઉંવા પુકારતી ભૂખની રડી રહી હતી.

શું માને એની ચિસો ન્હોતી જગાડતી? ચમત્કાર જાણે થયો કે વિધાતા ને આવી ગઈ શરમ. કે એક મૄતમા એ સાંભળી બાળકની ચીસો!

ધીમે રહી એલીઝાબેથે આંખો ખોલી અને મશીન ફરી ઉંચી નીચી લાઈનમાં ધબકારા બતાવવા લાગ્યું! બધાની આંખો ભીની હતી પણ માને વળગેલું બાળક તો હજુય રોતું જ હતું.

‘માય બેબી, માય બેબી.’ બોલતાં ફરી આંખો મીંચી દીધી. એલીઝાબેથ ને મોતના મુખમાંથી બચાવનાર બેબી ને બધા ‘મિરેકલ બેબી’ તરીકે જ બોલાવવા લાગ્યા. સેરા નામની નર્સ ઉપરથી તેનું અસલી નામ તો સેરા પાડ્યું હતું. સેરા વોઝ ક્યુટ – સ્માર્ટ – સ્ટ્રોંગ – ફેર અને વેરી લવિંગ હતી; એની મોમ એલીઝાબેથની ડુપ્લીકેટ જ જોઈલો. ..!

ડોકટર એક બીજાને શેક હેન્ડ કરી છૂટા પડ્યા.

photo: Kokila Raval
photo: Kokila Raval

રેખા શુક્લ, Rekha Shukla, mrshuklamj@gmail.com

 

પોપકોર્નનું ૬ હજાર વર્ષ જૂનું કનેક્શન

્બ્રિટનમાં છેલ્લા કેટલાક દિવસોથી માઈક શોટ્ટોન નામનો શખ્સ ખૂબ જ ચર્ચામાં છે. વાત એમ છે કે માઇક શોટ્ટોને એવી પિટિશન દાખલ કરી છે કે બ્રિટનના દરેકે દરેક થિયેટરમાં પોપકોર્ન પર પ્રતિબંધ લાદી દેવામાં આવે. શોટ્ટોનની દલીલ એવી છે કે લોકોના મૂવી દરમિયાન પોપકોર્ન ખાવાથી તેને ખૂબ જ ખલેલ પહોંચે છે અને તે એક ચિત્તે મૂવી જોઇ શકતો નથી. શોટ્ટોનની ‘પોપકોર્ન હટાવો’ ની ઝુંબેશને ખાસ પ્રતિસાદ મળ્યો નથી અને છેલ્લા ૧૦ દિવસમાં તેની પિટિશનમાં માત્ર ૧૩૦ લોકોએ જ હસ્તાક્ષર કર્યા છે.

અલબત્ત,શોટ્ટોનની આ ઝુંબેશ સામે દાખલ કરવામાં આવેલી કાઉન્ટર પિટિશનમાં પોપકોર્ન પ્રેમીઓએ એવી દલીલ કરી છે કે પોપકોર્ન વિના તેમને ફિલ્મ જોવાની મજા જ આવતી નથી.

પિટિશન-કાઉન્ટર પિટિશનનો આ ‘ખેલ’ ભલે નિરર્થક હોય પરંતુ આપણે ત્યાં પણ એવા ઘણા લોકો છે જેમને પોપકોર્નના સ્વાદ વિના ફિલ્મ ફિક્કી જ લાગે છે.

આજે પોપકોર્નની વાત એટલા માટે કેમકે અમેરિકામાં ૧૯૫૮ના વર્ષથી ૧૯ જાન્યુઆરીના દિવસને ‘નેશનલ ‘ પોપકોર્ન ડે’ તરીકે ઉજવવામાં આવે છે.

એ વાત જાણીને નવાઈ લાગશે કે પોપકોર્નનો ઈતિહાસ ૬ હજાર વર્ષ પુરાણો છે. મેક્સિકોની બેટ ગુફામાંથી વર્ષ ૧૯૪૮-૧૯૫૦ દરમિયાન સંશોધકોને કેટલાક સેમ્પલ્સ મળી આવ્યા હતા. જેમાં એક કડી પોપકોર્નની પણ મળી હતી, એ મુજબ ઇ. સ. પૂર્વે ૩૬૦૦ની આસપાસ બેટ ગુફામાં રહેતો માનવી પોપકોર્ન ખાતો હતો.

એશિયા સાથે પણ પોપકોર્નનો ઘણો જૂનો નાતો છે. ૧૫મી સદીના અંતિમ તબક્કા દરમિયાન ભારત, ચીન, સુમાત્રાના લોકો પોપકોર્ન ખાતા હોવાના આધારભૂત પુરાવા મળ્યા છે.

photo credit: https://popcornplaza.com/media/wysiwyg/health-issues-with-movie-popcorn.jpg
photo credit: https://popcornplaza.com/media/wysiwyg/health-issues-with-movie-popcorn.jpg

પરંતુ પોપકોર્નને ખરી લોકપ્રિયતા ૧૯૩૦ના દાયકામાં આવેલા ગ્રેટ ડિપ્રેશન દરમિયાન મળી હતી. આ સમયગાળા દરમિયાન સસ્તા ફૂડની વાત આવે તો તેમના માટે પોપકોર્નનો વિકલ્પ સૌ પ્રથમ રહેતો. કેમકે, પાંચ – સાત સેન્ટ્સમાં ત્રણ-ચાર લોકો ખાઈ શકે તેટલી મોટી પોપકોર્ન બેગ આસાનીથી મળી રહેતી. ૧૮મી સદીના અંત સુધી હાથબનાવટના પોપકોર્ન મળતા હતા. આજે એક અંદાજ અનુસાર અમેરિકન ૧૮૮૫ના વર્ષના ચાર્લસ ક્રેટર્સે પોપકોર્ન બનાવી શકે તેવું મોબાઇલ મશીન બનાવ્યું હતું. આમ, આજે પોપકોર્નના મશિન જોવા મળે છે તેનું શ્રેય અમેરિકાના ચાલર્સ ક્રેટર્સને જાય છે.

ભારતમાં પોપકોર્ને ખાસ કરીને ૧૯૮૦ ના દાયકા બાદ પોતાનું સ્થાન જમાવવાનું શરુ કરી દીધું. ભારતના મલ્ટિપ્લેક્સ માટે પણ પોપકોર્ન ‘કમાઉ દીકરા’ સમાન છે. કેમકે, મલ્ટિપ્લેક્સ તેમની ૭૦ ટકા આવક પોપકોર્ન – soft drinksના વેચાણ દ્વારા રળી લે છે. બેંગલોરના આઈનોક્સ થિયેટરની જ વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ વર્ષથી ત્યાં રાજપન પસંદ માત્ર પોપકોર્નના વેચાણથી વાર્ષિક રૂપિયા ૧૫ લાખની કમાણી કરે છે. રાજપન પસંદના મતે દરરોજ સરેરાશ ૧૫૦૦ લોકો મૂવી જોવા માટે આવે છે અને તેમાંથી ૧૪૦૦ જેટલા લોકો પોપકોર્ન – soft drinkનું કોમ્બો ખરીદે છે. જેના લીધે અમારી દૈનિક આવક જ રૂપિયા ૩.૫૦ લાખ થઈ જાય છે. લાઈટ બીલ-સ્ટાફના પગાર મેન્ટેનન્સને બાદ કરવામાં આવે તો પણ હું પ્રતિ માસ રૂપિયા ૧.૫૦ લાખ કમાઈ લઉં છું. રહી વાત ફિલ્મ અને પોપકોર્નના કનેક્શનની કરવામાં આવે તો તે વિષે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. પરંતુ લેજન્ડ આલફ્રેડ હિચકોકની સસ્પેન્સ ફિલ્મો સાથે આ નાતો બન્યો હોવાનું પણ કહેવાય છે. જેનું કારણ એ છે કે લોકો રોમાંચ અનુભવે ત્યારે પોતાના નખ ચાવવાનું શરૂ કરી દેશે. આલફ્રેડ હિચકોકની ફિલ્મ દરમિયાન લોકો નખ ચાવવાને સ્થાને પોપકોર્ન ખાય તેવું ગતકડું અમેરિકામાં શરૂ કરાયું અને તે કારગત નીવડ્યું.

મામી ખોવાણાં

મામી અમેરિકાથી અમદાવાદ આવ્યા. પહેલે દિવસે કુતરૂં ભસ્યું. પછી તો તે મામીને ઓળખી ગયું હતું. મામી રોજ શાકબજારમાં ઘરના કોઈ જતું હોય તેની સાથે ઉપડે. એ બહાને થોડી ચાલવાની પણ કસરત થઈ જાય.

શાકવાળાના હાકોટા સાંભળે. તાજા શાકના ઢગલા જોઈને ખુશ થાય. સામેથી ગાય દેખાય તો ખસીને એક બાજુ ઉભી રહી જાય. ઉભા કંટાળે તો આગળ આગળ ઉપડે.

mami-aavya
photo: Kokila Raval

એક સાંજે ભાણેજ વહુ સાથે શાક બજારે ઉપાડ્યા. એક બે શાક અને છેલ્લે પોપૈયું લેવું છે તેવી વાત થઈ હતી. ભાણેજ વહુ શાક લેવામાં પ્રવૃત્ત હતા. મામી તો રોજની ટેવ પ્રમાણે આગળ ઉપડ્યા. થોડી થોડી વારે પાછળ જોતા જાય કે ભાણેજ વહુ દેખાય છે કે નહીં. બે ચાર શાકવાળા આગળ થોડી થોડી વાર ઉભા રહ્યા. મનમાં વિચારે દૂધી કૂણી અને તાજી છે. દૂધી-ચણાનું શાક મસ્ત લાગશે. મેથીની ભાજીના ગોટા સારા લાગશે. પાંદડાવાળા મૂળાનું લોટવાળુ શાક ફરસુ સારું થશે. ભાણેજ વહુ આવે એટલે વાત કરું. પરંતુ ભાણેજ વહુ દેખાણાં નહી એટલે મુંજાણાં. પોપૈયું લેવું છે તેવી વાત થઈ હતી. એટલે પોપૈયું શોધતા ઘરની દિશા બાજુ આગળ વધ્યા. ભાણેજ વહુ બીજી દિશામાં પોપૈયું લેવા ગયા’તાં. મામી તો રાહ જોઈ જોઈને થાક્યા.

પોપૈયાની લારી આગળ પહોંચતા મામીએ ભાણેજ વહુનો પોતાના ફોનમાં નંબર શોધ્યો એટલે જડ્યો નહી. અંદર મોબાઇલમાં ફોન કર્યો તો ભાણેજ હરદ્વાર આગળ રૂડકી ગામે IITમાં PHD કરવા ગયા હતા. ફોન ત્યાં લાગ્યો. તેણે મામીને કહ્યું કે તે તેની વહુને શંદેશો આપશે કે મામી ક્યાં ઉભા રહેશે.

તે પહેલા ભાણેજ વહુએ ઘેર જણાવ્યું કે મામી જડતા નથી. ઘેર બીજા મહેમાન બેઠેલા. તેણે પણ તે વાત સાંભળી હતી. તે પણ શાક બજારે જવાના હતા. અમે પાછા ફરતા હતા ત્યારે તે પણ અમારું સામૈયું કરવા આવ્યા.

આમ આખા ફળિયામાં ખબર પડી ગઈ. બધાને હસાવ્યા કે મામી જડી ગયા. મામીને થયું કે હું દાંડાની જેમ બે લારી વચે એક બાજુ બે ત્રણ જગ્યાએ ઉભેલી તે કેમ દેખાણી નહી!  ફળિયાનું કુતરું પોપૈયાની છાલ ખાવા માટે ઊંચું નીચું થઈ રહ્યું હતું…


અમદાવાદની એક ઘટના, કોકિલા રાવળ, જુલાઇ ૨૦૧૬

વધુ કહેવતો

 

 • ગાંડી ડાહીને શિખામણ આપે.
 • નબળો ધણી બૈરી ઉપર શૂરો.
 • કડવું ઓસડ મા પાય.
 • મેલોઘેલો માડીનો, છેલછબીલો લાડીનો.
 • છોરૂ કછોરૂ થાય માવતર કમાવતર ન થાય.
 • જમણમાં લાડુ સગપણમાં સાઢુ.
 • બાપ તેવા બેટા વડ તેવા ટેટા.
 • રાજાને ગમી તે રાણી છાણા વીણતી આણી.
 • છાશ લેવા જવી અને દોણી સંતાડવી.
 • લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મો ધોવા નજવાય.
 • જનમ, મરણ,પરણ. ત્રણે ઈશ્વરને શરણ.

મંજુલા પટેલ