શાયરી

જલીકો આગ કહતે હૈ બુઝી કો રાખ કહતે હૈ મગર જિસ કા મિસ-કોલ દેખતે હી દારૂ ઉતર જાયે ...ઉસે વાઈફ કહતે હૈ આઈવો, આઈવો... પાંચ મિનિટમાં... જોક્સ જંકશન સ્માર્ટ-સિટીમાં ફરતી ડોબી-જોક્સ ગુજરાત સમાચાર તા. ૧ ફેબ્રુઆરી ૨૦૧૬

અજવાસ છે તું

આજનો અજવાસ છે તું કાલનો વિશ્વાસ છે તું. એટલે અભરે ભર્યો છું, છમ્મલીલો શ્વાસ છે તું. ઊઘડે છે રોમ રોમે, નીલકંઠી પ્યાસ છે તું. કોઈની પરવા તને ક્યાં? ટેવવશ બિંદાસ છે તું. જિંદગીના જાગરણમાં, રાત-દિન ને માસ છે તું. સાત દરિયા પાર તોયે, સાવે સોલિડ પાસ છે તું.   ગઝલ સંગ્રહ “તું” માથી, લેખક સોલિડ … Continue reading અજવાસ છે તું

હજાર ની નોટ

લક્ષ્મીબાઈ ને રોજ ના કરતાં આજે મોડી આવતાં જોઈ ને શેઠાણીબા એ ચિંતા કે સંવેદનશીલતા નો ડોળ કર્યા વગર છણકો કર્યો, "આજે વહેલા આવાનું યાદ ન રહ્યું તો બપોરનું ખાવાનું પણ નહીં મળે. અને હા, આજે ઘરના બધા પડદા  ધોઈ નાખજે!" બિચારી લક્ષ્મીબાઈ કાંઈ બોલી ન શકી અને આમ દરેક ઘરે થી દાટ પડી અને … Continue reading હજાર ની નોટ

આથમણી અવસ્થાનો પ્રેમ

સગુણાને લેઈક સાઈડ નર્સિગ હોમમાં કામ મળ્યું. સેવા કરવાનુ કામ ગમતું હતું. દાદા અને દાદીમાંની સેવા કરતી હોય તેવું લાગ્યું. ઘણાં અનુભવ થયા. તેમાંથી એક અનુભવ યાદ રહી ગયો. બે અલઝાઈમર પેશન્ટ હતા. બંનેને જુદી જુદી વીંગમાં રાખવામાં આવ્યા હતા. તેઓ ને તૈયાર કરી નર્સીંગ સ્ટેશન ની સામે ખુરશીમાં બેસાડવામાં આવતા. જેથી નર્સનુ ધ્યાન રહે … Continue reading આથમણી અવસ્થાનો પ્રેમ

વૃક્ષનું વસિયતનામું

સુકા પાંદડે લખાયેલું વૃક્ષ નું વસીયત નામું : આજ રોજ મારી સંપૂર્ણ લીલી-છમ અવસ્થા માં મારું આખરી વસિયતનામું લખી આપી સર્વ ને જણાવું છું કે; આમ તો મારી ઉંમર ખુબ લાંબી હોય છે પણ વિકાસ નાં ઓઠા હેઠળ ક્યારે મારી ઉપર કુહાડી વીંઝાય એ ડર હોવા થી હું આ વિલ કરું છું; મારા મૃત્યુ પછી મારા … Continue reading વૃક્ષનું વસિયતનામું