આપણને સમજીજાય છે તમે આખી દુનિયાને ઠગી શકશો,પણ તમારા બાળકને ઠગી શકશો નહીં. તમે આખી દુનિયાને આંજી શકશો, પણ તમારા બાળકને આંજી શકશો નહીં. તમે તમારું ચારિત્ર્ય ઈશ્વરથીએ છૂપું રાખી શકશો,પણ તમારા બાળકથી છૂપું રાખી શકશો નહીં. કુદરતે એમને કોણ જાણે કેવીએ શક્તિ આપી છે કે તેઓ તમને જાણી જ જવાનાં. તેઓ તરત સમજી જાય … Continue reading ગિજુભાઈ બધેકાની વિચારયાત્રા
Month: June 2017
પુસ્તક પરિચય: The Art of Hearing Heartbeats
The Art of Hearing Heartbeats, a novel by Jan-Philipp Sendker જુલિયાના પપ્પા એક સવારે પલાયન થઈ જાય છે. ઘણી તપાસ કર્યા પછી પણ લાપત્તા હોવાથી કોયડાનો ઉકેલ આવતો નથી... થોડાં વર્ષ પછી જુલિયાને માળિયામાં પત્તરાની ટંકડી ખોલતાં એક પ્રેમપત્ર મળી જાય છે. સરનામુ બર્માનુ હતું... જુલિયા સારી નોકરી છોડી વ્હાલા પપ્પાનો પત્તો મેળવવા પહાડોની વચ્ચે વસેલાં … Continue reading પુસ્તક પરિચય: The Art of Hearing Heartbeats
એક વર્ષા ભીની સાંજ
એક વર્ષા ભીની સાંજ એક વાદળ ઘેરી સાંજ તમારા આવ્યાનો અણસાર તમારા આવ્યાનો અણસાર એક ટોડલે ટહુકે સાંજ એક ગોંદરે બેઠી સાંજ તમારા આવ્યાનો અણસાર તમારા આવ્યાનો અણસાર -૨૦ - ૪- ૦૬ લક્ષ્મણ રાધેશ્વર, ભાવનગર
અમે નથી કો’
અમે નથી કો' ઘોડાપૂરે છલકાતી નેઘુઘવતી ને ઘુમરાતી મદમાતી ને ગાંડીતૂર બે કાંઠે ઊભરાતી નદીનાં ડહોળાયેલાં ને વેગીલાં વહેણના અગાધ જળરાશિ! અમે તો છૈયેં વહી ગયેલી એ નદીના વિશાળ ને રેતાળ પટના પેટાળમાં છુપાઈને વહેતા નીતરેલાં ને નિર્મળ એવાં વીરડાની સરવાણી જેવાં પનિહારીની ગાગર ભરતાં ને તરસ્યાનો તોષ છીએ એવાં મીઠાં, શીતળ પાણી! કવિ: રમેશ … Continue reading અમે નથી કો’
દોરી
બાપાજી હાથમાં છાપુ લઈ, ફળિયાના હિંડોળે ઝુલી રહ્યાં છે. છાપામાંથી નજર ઊંચી કરી અડખે-પડખે જોઈ લ્યે છે. ક્યારેક ધ્યાન ઘર ઉપરેય જયા કરે છે. બાપાજી ધીમું-ધીમું મલકાય છે. 'બા' જી યાદ આવે છે. બાપાજીને એક વાતે નિરાંત છે કે બાજી લીલીવાડી જોઈને ગયા છે. બાપાજીની નજર ઊડતી-ઊડતી અગાશીએ જાય છે. વહુબા કપડા સૂકવી રહ્યાં છે. … Continue reading દોરી
મામી મુંજાણાં
મામીની આ વર્ષની મુલાકાતમાં અમેરિકાથી અમદાવાદ આવ્યા. ત્યાંથી વોલ્વો બસ લઈ રાજકોટ ઊપડ્યા. લીમડીમાં દસ મીનિટનો વિરામ હતો. મામીને ખાવુ - પીવુ તો ન્હોતું, પરંતુ બાથરૂમ જવુ હતું. બેસીને પગ ઝકડાઈ ગયા હતાં અને પગ પણ છૂટો થશે તેમ વિચારી ઉપડ્યા. બાથરૂમ ગયા તો પુરૂષ પાઈપ છોડી સફાઈ કરતો હતો. પહેલા તો નવાઈ લાગી કે … Continue reading મામી મુંજાણાં