આશાઢી સાંજનાં અંબર ગાજે, અંબર ગાજે, મેઘાડંબર ગાજે! માતેલા મોરલાના ટૌકા બોલે, ટૌકા બોલે, ધીરી ઢેલડ ડોલે! આશાઢી સાંજનાં અંબર ગાજે. ગરવા ગોવાળીઆના પાવા વાગે, પાવા વાગે, સૂતી ગોપી જાગે! આશાઢી સાંજનાં અંબર ગાજે. ઝવેરચંદ મેઘાણી જયંતી - ૧૭ અોગસ્ટ પુસ્કતક: કનક રજ લેખક: ઝવેરચંદ મેઘાણીની
Month: July 2017
મામીની ચીવટ
ત્રણ વર્ષ પહેલાં મામી અમેરિકાથી દીકરી સાથે ભારત ગયા. દીકરી સાથે ભાવનગર થઈ વડોદરામાં લગ્ન માણ્યા પછી હોટેલમાં બે દિવસ સાથે રહી, ત્યાથી બંને છૂટા પડાયા. ત્યાં સુધી તો દીકરી પાસપોર્ટ, પૈસા, ટીકિટ વગેરેનું ધ્યાન રાખતી હતી. દીકરી હજી બે ત્રણ દિવસ રોકાવાની હતી. મામી બે મહિના ભારતમાં વધારે રોકાવાના હતાં. મામીએ એક સૂટકેઈસમાં નજોઈતો … Continue reading મામીની ચીવટ
કલાનો પરિચય
ચિત્ર અને શિલ્પ જેવી મૂંગી કળા નેત્રો મારફત ચિત્તમાં સંચાર કરે છે. તેની વાત કે કદર શબ્દોમાં પૂરી કહેવાનું મુશ્કેલ જ રહેશે. સાહિત્યનું વાહન શબ્દ હોવાથી તે શબ્દસૃષ્ટિમાં પૂર્ણ વિકાસ કરી શકે છે. ફલાદેશ - નિર્દેશ - રંગ અને રેખાનાં આંદોલનો સમજવા તેની ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓની થોડી સાધના થવી જ જોઈએ. કલાના પરિચયથી કોઈ વસ્તુમાંથી … Continue reading કલાનો પરિચય
મિત્રતા
સેરા અને ડેવીડ ખાસ મિત્રો હતાં. કોલેજ કેંપસમાં બધે સાથેને સાથે ફરતાં. ડેવીડને મા-બાપની આર્થીક મદદ ન હોવાથી દરેક સેમીસ્ટરમાં બે વિષયના ક્લાસ ભરતો. બાકીના સમયમાં કેંપસ ઉપર જ લાઈબ્રેરીમાં કામ કરી ભણવાની ફીના પૈસા કમાતો. તે સેરા કરતા ભણવામાં પાછળ રહી ગયો. સેરાને માબાપની આર્થીક મદદ હોવાને કારણે ફુલ ટાઈમ કોર્સ કરવાથી તેનો અભ્યાસ … Continue reading મિત્રતા
અંતરનો નાદ
આજ બારણે અરધી રાતે કોણ ટકોરા દે છે? શમણું જાણી મનવાળું ત્યાં ફરી ટકોરા દે છે. નભથી ઊતર્યા તારાગણ સહુ રમી રાતભર થાક્યા ત્યારે એકલવાયા અંધારામાં કોણ હવે સળવળતું? સૂકા આ શમણામાં થઈને રાત રઝળતી વહી ગઈ ત્યાં ઉષાકિરણનું ઝરણ ક્યાંકથી ફૂટ્યું 'જરૂર આવશે' આશા એવી વાટ જોઈને હારી ગઈ ત્યાં હળવે હળવે ઝાંઝર જેવું, … Continue reading અંતરનો નાદ
મારૂં ગામ: ડુંગરની કેડ્ય પર
મારા ઘરની પાછળ ચાર ખેતરવા છેટે ડુંગર છે. નાનકડો પણ ઘાટીલો છે, માના ઊરોજ જેવો. ટેકરીથી ઊંચો ને થોડો વિસ્તરેલો… ઉપર જઈએ એમ વધુ સોહામણો લાગે છે... એની ટોચેથી ચારે બાજુના ગામડાં તથા ટેકરીઓ વચ્ચેના સીમવગડો વધારે રણિયામણાં લાગ્યાં છે. ઓતરાદી તરફ પૂર્વથી પશ્ચિમ વહી જતી મહીસાગર નદી બારેમાસ પાણીથી સભર હોવાથી નોખી તથા નરવી … Continue reading મારૂં ગામ: ડુંગરની કેડ્ય પર