આપણે તો—


આપણે તો—

watercolor: Kishor Raval

કોઈને માટે કશું ન હોય,
રાગ-દ્વેષ કૈં તસુ ન હોય!

આપણે તો બસ ચાલતા રહેવું,
પંખી જેવા પાંદડાની જેમ
સાવ લીલાછમ મ્હાલતા રહેવું,
ક્યાંય ગુફા કે પશુ ન હોય,
કોઈને માટે કશું ન હોય.

સૂર તો ઝીણા ઝીણા વાગે,
રાતરાણીની વીણા જાગે;
છરી, ખંજર, પરશુ નહોય,
કોઈને માટે કશું ન હોય!

૭-૪-૧૯૮૧

કવિ: સ્વ. સુરેશ દલાલ, પુસ્તક: એક અનામી નદી

૧૫મી ઓગષ્ટે ન્યુજર્સીમાં તેમના માનમાં પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s