સુખ : ઉજાસનો ઉઘાડ 


સુખ : ઉજાસનો ઉઘાડ

કોઇ પ્રદેશ કે વસ્તુ નથી સુખ. એ તો આપણી લાગણી અને અભીગમનુ પ્રતીબિમ્બ છે.  સુખ એટલે બીજુ કૈ નહી પણ રાજી થવુ.  નાની બાબત કે મોટી, પોતાની કી બીજાની, આસપાસના માહોલની કે પ્રક્રુતીની, સારી બાબતથી સુખી થવાય છે.

image: Kokila Raval

ત્રણ પ્રકારે સુખને મુલવી શકાય: માનસિક, દૈહિક, અને ભૌતિક. કોઇ પણ માણસે શારીરિક રીતે તંદુરસ્ત હોવુ અનિવાર્ય છે. માનસિક સુખ તેને અનુસરશે. ભૌતિક સુખ માટે સંયમ આવશ્યક છે.  હટ્ટાકટ્ટા માણસનુ નિર્બળ મન કશા કામનુ નથી. કૃશ કાયામાં ટકોરાબંધ મનનુ રહેવુ અશક્ય! ઇશ્વરે આપેલા પવિત્ર શરીરને સુંદર રીતે જાળવવુ તે આપણી સર્વોપરી ફરજ છે. ખાલી કસરત કરવાથી ફેર નથી પડવાનો. એની પાછળ રોજીંદી ઘટમાળ અને આહાર અને વ્યવહાર પણ એટલા જ જવાબદાર હોય છે. ખેડુતો અને મજૂરોને જિમની જરૂર રહેતી નથી અને એવી રીતેજ ગ્રુહિણી પણ દિવસ રાત વ્યસ્ત રહેતી હોય છે, ઘરકામમાં. તો એમની તંદુરસ્તી તમે જુઓને! એમની ઢબે જીવતા જીવનમાં ‘માંદગી’ જેવો શબ્દ દૂર રહેવાનો.  મને મારા માતા પિતાનુ સદ્ ભાગ્ય  મળ્યુ છે. મેં તેમને ક્યારેય માંદા જોયાનુ સ્મરણ નથી. હા, અમુક સ્થિતી અને અમુક ઉમરે કશુંક નાનું એવુ બને તેની ના નહી. પણ વાત સરળ છે કે યોગ્ય આહાર, યોગ્ય માત્રા, યોગ્ય રીત અને નિયમીતતા જળ્વાય તો તન તંદૂરસ્ત!

ઉજળી બાબતો મનના દીપને ઉજજ્વળ રાખશે. મન-દૂરસ્તી માટે એની સગવડતા ઉભી કરવી પડે. આપણા વ્યવ્હારનુ પ્રતીબિમ્બ આપણી સામે પડવાનુ. અગરબત્તી, પૂશ્પ, ચંદન પમરાટ પ્રસરાવે. આપણી વાણી અને આપણુ વર્તન  સામેવાળાની મલિનતાને હટાવી શકે. સરવાળે આપણે પોતે ખુશ રહી શકીએ. કોઇનુ દુ:ખ રાજીપો ન આપી શકે. મતલબ કે સુખની ચાવી કોઇના દુ:ખને દૂર કરવામાં છે. બિજાના સુખે આપણે સુખી થઇ શકાય. સ્વના સુખ માટે એમ કરવુ જ પડશે. અહિં ગરીબી –અમીરીને સ્થાન નથી. સામેવાળાને સ્મિતનુ દાન પણ આપણુ વરદાન થાય. ને એ ન્યાલ કરી દેવાનુ.

ભૌતીક સુખ તો બેલગામ હોવાનુ. સાઇકલવાળાને બાઇક્ની ને બાઇક્વાળાને મોટરની ઝંખના રહેવાની, અને એવુ દરેકે દરેક બાબતમાં! અહિં અપેક્ષાઓનો અનાદર નથી કરવાનો પરંતું આપણે સંયમ રાખવો પડશે. સ્વપ્નાઓ હાવી ન બનવા જોઇએ. મોટી તક્લીફ અહિં જ છે કે ભૌતીક સુખ હજાર હોર્સ પાવરનુ યંત્ર બની દોડ મુકે છે.  મને મળ્યુ છે તેનો આનંદ તેમ રાખવો. દ્વેશ અને ઇર્ષા આપોઆપ ખરી જવાના.

નાનકડા ગરમાળાની નાની ડાળી પર ચકલીએ બનાવેલો નાનો શો માળો તમે જોઇ શકો ને તમારા હોઠ વિસ્તરે તો તમે માનસિક રીતે સુખી છો. પંદર સોળ કલાક રોજેરોજ સહજ રીતે અને સ્મિતભર્યા વદને કામ કરી શકો છો તો દૈહિક સુખનો પાર નથી! મળેલી તમામ ચિજોથી ખુશીઓ ઘર અને તમારા સમ્પર્કમાં આવનાર સહુ વ્યક્તીને તેનો સંસ્પર્શ થતો રહે તો ભૌતિક સુખનોય અછોવન ઓચ્છવ બની રહેશે. આ રીતે વ્યક્તિત્વનાં ઉજાસનો સંપૂર્ણ ઉઘાડ એટલે સુખ. તમને સર્વ સુખ મુબારક!


લેખક: હરીશ મહુવાકર, મેઇલ: harishmahuvakar@gmail.com, મોબાઇલ: +91.942.622.3522
“અમે”, 3/A, 1929, નંદાલય હવેલી પાસે, સરદાર નગર, ભાવનગર, ગુજરાત, ભારત, 364002

 

2 thoughts on “સુખ : ઉજાસનો ઉઘાડ 

  1. Respected Kokilabahen
    Happy to se my essay ‘Sukh: Ujasno Ughad’. but you have not mentioned writers’s name. Meansmy name is not written. it can mislead the reader. Hope you make change and display my name.
    Thank you.
    Harish mahuvakar

    Like

Leave a comment