- લક્કડ કા લાડુ ખાવે વો ભી પસ્તાવે, નખાવે વો ભી પસ્તાવે.
- ભેંસ ભાગોળે, છાશ છાગોળે, ઘરમાં ધમાધમ.
- છાશમાં માખણ જાય ને બૈરી ફુવડ કહેવાય.
- વાંઢાને ઘેર વલોણું નહિને અપાસરે ઢોકળા નહિ.
- સુતારનું મન બાવળિયે.
- દરજીનો દિકરો જીવે ત્યાં સુધી સીવે.
- ધોબીનો કુતરો નહીં ઘરનો નહીં ઘાટનો.
- ગરજ સરી એટલે વૈદ વેરી.
- બ્રાહ્મણ ફેરા ફેરવી દે ઘર ચલાવી ન દે.
- ડોક્ટરની ભુલ કબરમાં, વકિલની ભુલ ફાંસીને માંચડે.
- કાજી દુબલે ક્યોં તો સારા ગાંવકી ચિંતા.
- હળદરને ગાંઠીએ ગાંધી ન થવાય.
- ઘરના ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો.
- ઊંટના અઢારેય વાંકા.
- આભ ફાટે ત્યાં થીગડું ન દેવાય.
- તેજીને ટકોરો, ગધેડાને ડફણાં.
- અંબાડી હાથી ઉપર શોભે, ગધેડા ઉપર નહીં.
- હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા.
- સો ચુહા મારકે બિલ્લી હજકો ચલી.
- બિલાડી બચ્ચા માટે સાત ઘર ફેરવે.
લેખક: મંજુ પટેલ
સુંદર સંગ્રહ…મારી પાસે કહેવતો ની કેટલીક Ebooks છે જોઈતી હોય તો કહેજો…
harshad30.wordpress.com
LikeLike