રીંગ વાગતી સાંભળી મેં રસોઇ પડતી મૂકી, ઝડપથી ડ્રોઈંગરૂમમાં જઇ ફોન હાથમા લીધો. ફોન મામાનો હતો. હું ખુશ થઇ, એમની સાથે વાતે વળગી. મામા ગઇકાલે મારા ઘરે ન આવી શક્યાનો અફસોસ કરતાં હતા. “સોરી નિરુ, મેં તને પ્રોમિસ આપેલું, પણ મારાથી આવી ન શકાયું.” “કંઇ વાંધો નહિ, પણ હવે એક – બે દિવસમાં જરૂર આવજો.” … Continue reading મારું ઘર
Month: December 2017
હાઈકુ
ઊડ્યું એક જ પંખી ને કંપી ઊઠ્યું આખુંય વૃક્ષ ~ ઊપડી ટ્રેન- ફરફરી ના શક્યો ભીનો રૂમાલ. ~ અંગ સંકોરી પોઢ્યું છે પતંગિયું પુષ્પ પલંગે. ~ કિચૂડકટ- બારણું ખૂલ્યું,ધસી આવ્યો તડકો. ~ છાબડીમાંનાં પારિજાત, વીણેલાં પરોઢ ગીતો. કવિયત્રી: પન્ના નાયક
આમ દંગલ ન કર અમેરિકા
આમ દંગલ ન કર અમેરિકા વાત કાનેય ધર અમેરિકા કાલની વાત તો થશે કાલે આજની કર ફિકર અમેરિકા ચાંદ એ કોઈ રમકડું તો નથી ચાંદની હઠ ન કર અમેરિકા તારા માથેય એ બેઠો છે તું ય માલિક થી ડર અમેરિકા તેં ફરીથીય અટકચાળું કર્યું ચાલ, ઊઠબેસ કર અમેરિકા આખી દુનિયાને જંપવા દે જરી ને હવે … Continue reading આમ દંગલ ન કર અમેરિકા
ઘંટડીના નાદે
રાતના બે વાગ્યાના સુમારે દરવાજાની ઘંટડીનો નાદ સાંભળી હું ઝબકીને જાગી. મેં કિશોરને ઢંઢોળ્યા,અને કહ્યું કે કોઈ દરવાજાની ઘંટડી વગાડે છે. અમે બંને જણાં બે ગોદડાં ઓઢી હુંફાળી પથારીમાં સૂતેલા. તે વખતે બહાર ચાર ઈંચ સ્નો પથરાયેલો હતો. કિશોર પરાણે ઉઠ્યા. મેં બારીનો પદડો ખસેડી ડોકિયું કર્યું તો એક ડોશીમાં ઉભેલા. બારી ખોલીને તેની સાથે … Continue reading ઘંટડીના નાદે