ગાંધીજીના વિચારો

કોઈની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી. જ્યાં પ્રજાનો અવાજ સંભળાય છે, પ્રજાના પ્રેમને પ્રાધાન્ય છે, ત્યાં 'ડેમોક્રસી' સંભળાય છે, એમ કહેવાય. સ્ત્રીને અબળા જાતિ કહેવી એ તેની બદનક્ષી કરવા બરાબર છે, એ પુરુષોનો સ્ત્રી પ્રત્યેનો અન્યાય છે. ધર્મમાં અસ્પૃશ્યતાને માન્યતા મળી નથી, એ શેતાનની તરકીબ છે. શેતાન હંમેશા શાસ્ત્રનો હવાલો આપતો આવ્યો છે. પરંતુ … Continue reading ગાંધીજીના વિચારો

વરસાદ આવે છે

હું સાદી ભાષામાં તમને કહુ? વરસાદ આવે છે. અદ્લ વરસાદ જેવો હૂબહૂ વરસાદ આવે છે. બહુ ભારે છે પર્વત, ક્યાં સુધી ટકવાની આ ટચલી? સહારો છોડીને ચાલો સહુ, વરસાદ આવે છે. ગગનવાળાની પાસે માગું છું એક વાદળું કે જે વરસતું હોય ને ગાતો રહું 'વરસાદ આવે છે.' સવારી વીજ પર, ઢોલીડા ગર્જન, બારાતી ફોરાં; બનાવી … Continue reading વરસાદ આવે છે

પીપળાનું વૃક્ષ

નદીકિનારે ઊભેલું પીપળાનું વૃક્ષ જાણે છે કે: તેનાં બધાં જ દુ:ખોનો અંત એક હાથ જેટલો દૂર છે. પણ, જમીનમાં ઊંડે સુધી ખૂંપેલાં મૂળિયાંને ઉખેડી ન શકવાથી નદીના વહેતા પાણીમાં તે રોજ એક એક પાન નાંખે છે. કવિ: કમલેશ શાહ પુસ્તક: બરફમાં મેઘધનુષ

જળબિલ્લોરી

આકાશી આંબાને આવ્યો મોર અને છે જળબિલ્લોરી, ચાંદાની આંખોમાં છલક્યો તોર અને છે જળબિલ્લોરી. આ વાદળનાં પાનાં ખોલીને કોણ પઢાવે અમને નિશદિન, ઠોઠ નિશાળી ફોરાં કરતાં શોર અને છે જળબિલ્લોરી. ઘનઘોર ઘટાના મેળામાં જ્યાં વાગી ઢોલે થાપ જરી, કે- આકાશી નટ રમતો વીજલ દોર અને છે જળબિલ્લોરી. ધરતીના ખાંડણિયે નભની નાર ક્યું આ ધાન છડે … Continue reading જળબિલ્લોરી