- કોઈની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.
photo credit: સત્યનો ચહેરો - જ્યાં પ્રજાનો અવાજ સંભળાય છે, પ્રજાના પ્રેમને પ્રાધાન્ય છે, ત્યાં ‘ડેમોક્રસી’ સંભળાય છે, એમ કહેવાય.
- સ્ત્રીને અબળા જાતિ કહેવી એ તેની બદનક્ષી કરવા બરાબર છે, એ પુરુષોનો સ્ત્રી પ્રત્યેનો અન્યાય છે.
- ધર્મમાં અસ્પૃશ્યતાને માન્યતા મળી નથી, એ શેતાનની તરકીબ છે. શેતાન હંમેશા શાસ્ત્રનો હવાલો આપતો આવ્યો છે. પરંતુ શાસ્ત્રો બુદ્ધિ અને સત્યથી પર ન જઈ શકે. શાસ્ત્રો બુદ્ધિ નિર્મળ કરવા અને સત્ય પ્રગટાવવા રચવામાં આવ્યા છે.
- બીજાની વસ્તુ તેની રજા વિના લેવી તે અલબત્ત ચોરી છે.
પુસ્તક: સત્યનો ચહેરો, ગાંધીજીની વિશ્વભરમાંથી પ્રકાશિત, પોસ્ટલ સ્ટેમ્પ્સ અને અવતરણોની સ્મરણિકા
સંકલન: ઉત્પલ ભાયાણી, હિતેન આનંદપરા, અપૂર્વ આશર