અમેરિકાની હવા લાગી

જેઠાલાલને તેના નાના ભાઈ મનુભાઈએ થોડા વર્ષ પહેલા સ્પોન્સર કરીને અલાબામા નામના સ્ટેઈટમાં બોલાવ્યા. ત્યાં એક 'સેવન ઈલેવન' નામની ચેઈન સ્ટોરમાં નોકરી અપાવી દીધી. બે ત્રણ વર્ષમાં તેને અમેરિકાની પધ્ધતિ સમજાય ગઈ હતી. ત્યાં તેનો દીકરો પ્રવીણ સ્ટુડન્ટ વીઝા ઉપર કોલેજની કેળવણી લેવા અલાબામાની યુનિવર્સીટીમાં એડમીશન મળતાં આવી ગયો. બાપ-દીકરો પૈસા બચાવવા સાથે રહેવા લાગ્યા. … Continue reading અમેરિકાની હવા લાગી

ધૂળ

ફળિયે ચકલીને ધૂળમાં નહાતી જોઉં છું ત્યારે મનમાં થઈ જાયછે કે હું પણ થઈ જાઉં પાંખ ફફડાવતું પંખી!   ફૂલમાં મહેક છે કે ધૂળમાં? જો કોલંમબસને ધૂળમાં સોના-ચાંદીને બદલે પ્રેમનાં દર્શન થયાં હોત તો તેણે અમેરિકાને બદલે ભારત વહાણ લાંગર્યું હોત! માનવી પૃથ્વીની ધૂળનું મૂલ્ય સમજતો નથી તેથી જ કદાચ કરે છે ચન્દ્ર સુધી હડિયાપટ્ટી! … Continue reading ધૂળ

અનુબંધ

નવજાત શિશુની બંધ મુઠ્ઠીને ચૂમતાં, મુઠ્ઠીમાં બધ્દ અગણિત સ્વપનોનાં સ્મિત મારાં અંતરતરને ઝળહળાવી, સ્થળ-કાળની સીમાઓ વટાવી, વિરાટ વિશ્વના અણુઅણુમાં એક એક સૂર્ય બની ઝળકી રહ્યાં!     વસંતની હૂફ ખુશબોની મહેફિલ બની છવાઈ ગઈ- નાના શા હૃદયમાં આવડા શા ઘરમાં, વિશાળ વિશ્વમાં! કવિયત્રી: નિરંજના દેસાઈ ( આવતા રે'જો )

શું સમજવું?

  આકૃતિ મોઢું ચડાવી ગાલ ફૂંગરાવી ઉભી રહી. "મમ્મી.... સાંભળને ..." – રસોઈ કરતાં કરતાં તેણે ઉંચે જોયું, પૂછ્યું "શું છે ?" – એને થયું મમ્મીને મારી વાત કેમ સમજાતી નથી? ભાઈની બધી વાત વગર કહયે કેવી સમજી જાય છે? રીસાતી, વળખાતી આકૃતિ તેની પીઠ પાછળ આવી ઉભી. બંને હાથ તેની કમરમાં પરોવી માથું તેના … Continue reading શું સમજવું?