ફિલાડેલફિયામાં પર્યાવરણની પ્રવૃતી

મીનળ રાવળ પર્યાવરણની પ્રવૃતીમાં મશ્ગુલ છે. ૨૧ એપ્રિલે તેણે એંબલર નામના ગામમાં પૃથવી દિવસ માટે બીજાની હારોહાર એક ટેબલ ખુરશી રાખીને સૂર્ય ઉર્જાનો પ્રચાર કર્યો હતો. તે આવી ઘણી પ્રવૃતિઓ કરે છે. હાલમાં તે ગેસની પાઈપ લાઈન ફિલાડેલફિયા અને આજુબાજુના ગામ વચેથી પસાર ન થાય તે માટે તેણે ઝુંબેશ શરૂ કરી છે. કારણ કે ગેસ … Continue reading ફિલાડેલફિયામાં પર્યાવરણની પ્રવૃતી

લાલ જામફળનું શાક

લાલ જામફળનું શાક તો ભાવનગરની ખાસ વાનગી છે. જો સારા અને પાકા મળે તો બાનાવી જુવો... ૧/૨ કિલો લાલ જામફળ (પાકા) ૨ લીલા ભાવનગરી મરચાં ૨ ચમચા તેલ રાઈ, જીરુ,વઘારનું સુકુ આખુ મરચુ અને હીંગનો વઘાર કરી સમારેલા જામફળ અને મરચાને વઘારવા. ૧/૪ ચમચી મીઠું ૧/૮ ચમચી હળદર ૩/૪ ચમચી ધાણાંજીરૂ ૧ ચમચી સાકર (અથવા … Continue reading લાલ જામફળનું શાક

મુલાકાત

એક મુલાકાત ભવ્ય થઈ ગઈ બસ, જિંદગી આજ ધન્ય થઈ ગઈ બસ. શું કહું એ નજરનો જાદુ પણ, સૃષ્ટિ સઘળી ય રમ્ય થઈ ગઈ બસ. રંજ પણ ના રહ્યો જુદાઈનો, ગોઠડી રોજ શક્ય થઈ ગઈ બસ.   કવિ: સુધીર પટેલ પુસ્તક: અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો સંપાદક: મધુસૂદન કાપડિયા પ્રકાશક: ગુજરાત સાહિત્ય અકાદમી

કિશોરની યાદમાં…

કિશોરના ગુજરી ગયાને પાંચ વર્ષ પુરા થયા. તેમની વાર્તાઓના સંગ્રહમાંથી એક હૃદય-સ્પર્શી વાર્તા. સંઘરેલું સુખ તમે પૂછશો કે સુખનાં તે કંઈ પડીકાં હોય! સાંભળો આ વાત. વીસ બાવીસ વર્ષની રેવતીને હજુ પણ ઝાડ જોતાં જ કછોટો વાળી ઉપર ચડી જવાનું મન થઈ જાય. અને એ ઉમ્મરે તેને ‘મંગલમૂર્તિ’ બાલમંદિરમાં ‘માસ્તરાણી’ની નોકરી મળી ગઈ. ભણવે એક્કો … Continue reading કિશોરની યાદમાં…

ઘરની યાદ

આટલાં વર્ષે ય હજી / ચોમાસે-ચોમાસેહૈયું યાદો થકી ઝૂલે / આગલા વરંડાને હીંચકે : ઘૂંટણ પર હડપચી મૂકી / ભીની માટીની મ્હેક માણવી, ખોટ વરંડો સ્નેહભર્યો, / પગથિયાં પર મમતાનો આગમનનો આવકાર, / હવામાં પૂજાના કપૂરની સ્નિગ્ધ સુગંધ - પણ મા, આ તો કલ્પનાનાં જ અમૃત. કવિયત્રી : પ્રીતિ સેનગુપ્તા | પુસ્તક: અમેરિકાવાસી કેટલાક ગુજરાતી … Continue reading ઘરની યાદ