મનમાં અચાનક / ફૂલોનું ખીલી જવું, વાયરા કે વરસાદની જેમ લાગણીઓનું સ્પર્શી જવું --- ત્યારે જાણું છું કે / હું ભાગ્યવાન છું. કવિયત્રી : પ્રીતિ સેનગુપ્તા | પુસ્તક: અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો સંપાદક: મધુસૂદન કાપડિયા, ગુજરાત સાહિત્ય અકાદમી
Month: June 2018
પુસ્તક પરિચય: Forty Rules of Love by Elif Shafak
‘Forty Rules of Love’ પુસ્તક આપણને સુફીનો ધર્મ સમજાવે છે. એક બાઈ બધી રીતે સુખી છે. વર, ઘરબાર, ત્રણ બાળકો પૈસો બધું હોવા છતાં તેને જિંદગીમાં એકલતા અને ખાલીપણું લાગે છે કારણકે તેનો વર બીજી સ્ત્રી સાથે પ્રેમ સંબંધ રાખતો હોય છે. ખાલીપો પૂરવા તે કામ શોધે છે. તેને ૧૩મી સદીનુ manuscript ‘Rumi and Shams of … Continue reading પુસ્તક પરિચય: Forty Rules of Love by Elif Shafak
ડગમગતો પગ
ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ, દૂર નજર છો ન જાય; દૂર મારગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય, મારે એક ડગલું બસ થાય. લેખક: નરસિંહરાવ દિવેટીઆ સંપાદક: મહેન્દ્ર મેઘાણી (ગીત એક ગાયું ને વાયરે વાવ્યું ...)
બાપુજી
બા સાજા થયા ત્યારે એનો એક જૂનો મનોરથ હતો ત્યારે એનો અમલ અમે કરી શક્યાં: વર્ષો પહેલાં અમે જ્યાં જીવ્યાં હતાં અને જ્યાં મારા બાપુજીએ એમના છેલ્લા દિવસો વિતાવ્યા હતા એ મુલકમાં જવાનો મનોરથ. બાપુજીના અવસાન પછી વર્ષો સુધી એ સ્થળની ફરીથી મુલાકાત લેવા તો દિલ ચાલ્યું નહોતું, અને પછી તો સંજોગોને લીધે, ને મારે … Continue reading બાપુજી