‘યસ સર…’ લકી ઊભી થઈને જરા મોટેથી બોલી. આમેય એનો અવાજ મોટો ને બોલકી પણ ભારે. હાજરી પત્રકે તો એનું નામ લક્ષ્મી જ હતું પણ ઘરમાં બધા એને લખી કહેતા, હું એને જરા વધારે સુધારીને લકી કહેવા માંડયો! એકવાર બાજુના વર્ગવાળા શિક્ષિકા બહેને મને પૂછેલું પણ ખરું, ‘તમે એને લકી કેમ કહો છો?’ દરેકને આપતો … Continue reading રોલ નંબર બે..
Month: July 2018
અનુબંધ
કલ્યાણીને વિદેશમાં સાસરે વળાવ્યા પછી સૌથી વધુ ચિંતા અમને ઇશાનની રહેતી. કલ્યાણી વગર ઇશાનને સંભાળવો મુશ્કેલ. કલ્યાણી મારા મોટાભાઇની દિકરી, ને ઇશાન મારો દિકરો. બંને વચ્ચે વયગાળો ખૂબ વધારે. ઇશાન જન્મ્યો અને એકલી ઊછરેલી કલ્યાણીને સંગાથી મળી ગયેલો. ભઇલાને માટે દીદી જ બધું. ઇશાનને નવડાવવો, જમાડવો, સુવડાવવો, રમાડવો એવા દરેક અધિકાર કલ્યાણીના. એ એકાદ દિવસ … Continue reading અનુબંધ
સ્ટેપ્લર
ચમકતું સ્ટીલ જેવું લાલ પટ્ટીવાળું લાગણીદાર પીનો પોતાની ભીતર સમાવી રાખતું ને વિખરાયેલા સંબંધોના કાગળોને સ્ટેપલ કરતું એક સ્ટેપ્લર હતું મારી પાસે નકામા ને ખોટી રીતે સ્ટેપલ થઈ ગયેલા સંબંધોને ઉખાડવા માટેનો અણીદાર ભાગ પણ હતો તેમાં હમણાથી એ ભાગ થોડો વધારે પડતો વળી ગયો છે કંઈ પણ ખોટી રીતે સ્ટેપલ થઈ જાય તો ઉખાડી … Continue reading સ્ટેપ્લર
વાવણી
આખરે રૂઠેલો રાજા માંડ માંડ માન્યો. ગઇ કાલે આખી રાત અનરાધાર વરસાદ વરસ્યો હતો. રામજી બે વેંત ઊંચો હવામાં હળવા માંડ્યો. ધોળિયા ઢાંઢાને શિંગડે ઘી ચોપડ્યું. ચાંદલા કર્યા. રામજી ગળે ચડ્યો. ગુણીએ રામજીને ચાંદલો કર્યો. ઢાંઢાને અને રામજીને ચૂરમાનો લાડવો ખવડાવ્યો. ડેલામાં સાથિયો કર્યો ને રામજી નીકળ્યો. પાણીની હેલ ભરીને આવતી નાની ગૌરી હામે મળી … Continue reading વાવણી
મુલાકાત
એક મુલાકાત ભવ્ય થઈ ગઈ બસ, જિંદગી આજ ધન્ય થઈ ગઈ બસ. શું કહું એ નજરનો જાદુ પણ, સૃષ્ટિ સઘળી ય રમ્ય થઈ ગઈ બસ. રંજ પણ ના રહ્યો જુદાઈનો, ગોઠડી રોજ શક્ય થઈ ગઈ બસ. કવિ : સુધીર પટેલ (અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો) મધુસૂદન કાપડિયા ગુજરાત સાહિત્ય અકાદમી
રોલ નંબર એક
રોજના ક્રમ પ્રમાણે મેં મારા ૭ ઈંચના ટેબ્લેટમાં વર્ગની હાજરી પૂરવાનું ચાલુ કર્યું. ‘યસ્સ સર.’ રોલ નંબર એક બોલ્યો કે તરત જ મેં તેના નામની સામેના ખાનામાં તેની હાજરી નોંધી. મારા ક્લાસરૂમની ઍપમાં તેના નામ સામે બધી જ વિગતો દેખાય અને ફૂટડો ને નિખાલસ ચહેરાવાળો તેનો ફોટો પણ. મેં તેના પર ટચ કર્યું ને ફોટો … Continue reading રોલ નંબર એક