સામગ્રી... ચાર કેળાનાં પતીકા એક મોટું ટમેટું, પાકું સમારેલું તેલ બે ચમચા એક સૂકુ આખું મરચું રાઈ ૧/૪ ચમચી જરૂ ૧/૪ ચમચી હીંગની જરા છાંટ રીત... તપેલીમાં બે ચમચા તેલ મૂકી વઘારની સામગ્રી એક પછી એક નાખવી. રાઈ તડ તડ થાય એટલે સમારેલા ટમેટાનો વઘાર કરવો. જરા હલાવી બે મીનિટ ઢાંકી રહેવા દેવું. ત્યાર બાદ … Continue reading કેળા-ટમેટાનું શાક
Month: August 2018
રિઅરવ્યૂ મિરર
આપણે હતાં અને હતું ટુ-કાર ગરાજ હોમ. પા એકર લોન, પેવ્ડ ડ્રાઈવવે. ડ્રાઈવવે પર, રોજ રોજ જીવેલા એક એક દિવસને ટોસ કરી ટ્રેશ કરી ફેંકવાને ખુણામાં રાખેલો ગાર્બેજ કેન! ટીવી ઉપર રોજ હતું 'વ્હીલ ઓવ ફોર્ચ્યૂન' પછી ફરતી'તી લાઈફ રોજ ડ્રાયરમાં, વોશરમાં અને ડિશવોશરમાં આપણે હતાં ને હતું ટુ-કાર ગરાજ હોમ ડિઝાઈનર કિચન … Continue reading રિઅરવ્યૂ મિરર
રોલ નંબર ચાર
યસ સર. આ વંદના હતી. એનો ફોટો પણ અનોખો હતો, બે આંગળીઓનો ‘વી’ બનાવી વિનિંગ પ્રોફાઈલમાં હસતી હતી. પહેલા જ્યારે ટેબ્લેટમાં એનો ફોટો નહોતો ત્યારે મેં એને બોલાવી. એ હળવે રહી પાસે આવી, મે કહ્યું, ‘તારો ફોટો નથી, ટેબ્લેટમાં પાડવો પડશે. અહિ ઊભી રહી જા, આ દીવાલ પાસે.’ એ દીવાલને અડકીની ઊભી રહી. હું ફોટો … Continue reading રોલ નંબર ચાર
રોલ નંબર ત્રણ
યસ સર.. કહેતોક ને નીતેશ ઊભો થયો. ક્લાસમાં સૌથી હોશિયાર અને ચપળ વિદ્યાર્થી. એક સવાલ પૂછો તો ત્રણ ત્રણ જવાબ આપે. રમતગમતમાં પણ આગળ અને ભણવામાં પણ આગળ. શરૂઆતમાં જોકે મેં એના પર ખાસ ધ્યાન નહોતું આપેલું પણ ધીરે ધીરે એની હરકતો મારું ધ્યાન ખેંચતી રહેલી. એનું પ્રોફાઈલ પિક્ચર અનોખું રાખેલું. તેના ફોટામાં એક હાથે … Continue reading રોલ નંબર ત્રણ
દેશ એનો જ એ
ભવિષ્ય ભભૂકે, જુઓ ઊજળું આજનું ઇન્ડિયા: રૂપેરી પડદે, મહેલ મજલે, ઝરૂખે ઊંચે, સભા સરઘસે, સ્વતંત્રદિન ઉત્સવે ઊભરે, નવીન ટીવી, રેડિયે મ્યુઝિકબાર, બોલીવુડે, નવીન રીતભાત, ને રિધમ, તાલ, બોલે, લયે, નવી જ નવી ફેશને, ઊછળતે નવે યૌવને, ગણાય અમ સુંદરી જગત શ્રેષ્ઠ, ડંકો બજે, દલાલ સ્ટ્રીટમાં અમે ધનિક શેરસટ્ટે હવે. પરંતુ નજરે પડે કમરતોડ કામે ચડ્યા … Continue reading દેશ એનો જ એ
રફુચક
તરલાબેન બહુ સુખેથી રહેતા હતાં. તેના વર તનસુખભાઈને ધમધમતો હોટેલનો ધંધો ચાલતો હતો. તરલાબેન તેમના ધંધામાં માથુ ન મારતા. બંનેને ભળતું પણ સારૂં. બંને તેના આવનાર બાળકની રાહ જોઈ રહ્યા હતા. તરલાબેનને આઠમો માસ ચાલી રહ્યો હતો. એક રાતે તનસુખભાઈ ઘેર જ ન આવ્યા. રફુચક થઈ ગયા. બીચારાં તરલાબેન આખી રાત પડખા ઘસતા, રડતાં પડી … Continue reading રફુચક
અમારા બાપુના જન્મ દિવસે
અમારા બાપુના જન્મ દિવસે... પહેલી ઓગષ્ટ, ૧૮૯૨ તેમનું મંતવ્ય: “ગુજરાત મારી ‘ગુણવંતી ગુજરાત’ છે. ગુજરાતે મને કદી દુભવ્યો નથી... ગુજરાતે મને પુરતા માન-સન્માન આપ્યા છે… તેમજ સહૃદયી મિત્રો અને જીવનમાં યશ અને પ્રતિષ્ઠા વધારનાર શ્રેષ્ઠ કલાકાર - વિદ્યાર્થીઓ પણ પ્રાપ્ત થયા છે… આજે ગરવી ગુજરાતે તેનું બિરુદ સાર્થક કરી બતાવ્યું છે. મારા હૃદયમાં મંત્ર રૂપે ગુજરાત જીવંત … Continue reading અમારા બાપુના જન્મ દિવસે