કેળા-ટમેટાનું શાક


સામગ્રી…

  • ચાર કેળાનાં પતીકા
  • એક મોટું ટમેટું, પાકું સમારેલું 
  • તેલ બે ચમચા
  • એક સૂકુ આખું મરચું
  • રાઈ ૧/૪ ચમચી
  • જરૂ ૧/૪ ચમચી
  • હીંગની જરા છાંટ

રીત…

તપેલીમાં બે ચમચા તેલ મૂકી વઘારની સામગ્રી એક પછી એક નાખવી. રાઈ તડ તડ થાય એટલે સમારેલા ટમેટાનો વઘાર કરવો. જરા હલાવી બે મીનિટ ઢાંકી રહેવા દેવું. ત્યાર બાદ કેળાના પતીકા નાખી, હલાવી, બીજી ત્રણેક મીનિટ ઢાંકીને ચડવા દેવું.

ગરમ પરોઠા સાથે આરોગો.  આ શાક ઠરશે ત્યારે ઘટ્ટ થશે.


લેખક: કોકિલા રાવળ

Leave a comment