રોલ નંબર છ

કોઈ બોલ્યું નહિ, એટલે મેં એના નામની જ મોટેથી બૂમ પાડી, ‘આય્યતી..!’ બીજા બાળકોએ પણ પડઘો પાડતા હોય એમ ‘આયતી..આયતી’ ચાલુ કર્યું. એટલે બહેનપણીઓ સાથે વાતોમાં મશગુલ આરતીને હોશ આવ્યા. બધા હસવા લાગ્યા. ‘યસ્સ સય્ય..’ ગભરાઈને એ તરત જ બોલી ગઈ. ગભરાવું એની કાયમી તાસીર હતી. એ સતત વિના કારણે આમ જ ગભરાતી રહે. ‘અરે … Continue reading રોલ નંબર છ

‘અમે ભાનવગરના ભાગ ૧’ ની બીજી આવૃતિ

૨૦૦૫ માં કિશોરે પોતાની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ એક પુસ્તક રૂપે તૈયાર કર્યો — અને ’અમે ભાનવગરનાં’ અમદાવાદમાં છપાવી. પોતાના હાથે સાહિત્ય મિત્રોમાં વહેંચી. અઢીસો કોપી છપાવેલી. આજે ૧૩ વર્ષ પછી પણ તેની માગણી અવાર - નવાર આવે છે. એટલે અમે બીજી આવૃતિ છપાવવાનો વિચાર કર્યો.  ૨૦૧૪ માં અમે કિશોરની બાકીની વાર્તાઓ જે કમ્પયુટરમાં પડેલી તે … Continue reading ‘અમે ભાનવગરના ભાગ ૧’ ની બીજી આવૃતિ

પાણી ગાંડુતૂર ચોતરફ

પાણી ગાંડુતૂર ચો તરફ, ઘૂઘવે ઘોડાપૂર ચોતરફ. પાદરમાં છબછબિયાં કરતી, એ જ નદી થઈ ક્રૂર ચોતરફ. માણસ, વૃક્ષો તરણાં જેવાં, ઘર ઊભાં મજબૂર ચોતરફ. આભ સમાણાં ખાય લથડિયાં, ચોમાસું ચકચૂર ચોતરફ. કશું ન સૂઝે, સઘળું બૂઝે, નજર પડે જ્યાં દૂર ચોતરફ. સપનું સાચું પડ્યું નદીનું, દરિયા જેવું શૂર ચોતરફ. ગઝલકાર: હર્ષ બ્રહ્મ ભટ્ટ ( ખુદને … Continue reading પાણી ગાંડુતૂર ચોતરફ

પુસ્તક પરિચય – The Rent Collector by Camron Wright

આ વાર્તા કંબોડિયાના એક મ્યુનીસીપાલીટીના ડંપસ્ટરની છે. ધણાં કુટંબોની તેમાંથી રોજી નીકળતી હતી. એક યુગલ ત્યાં રોજ ડબા- બાટલી અને પસ્તી વીણવા આવતું હતું. તેમાંથી તેનું ગુજરાન ચાલતું. તેને એક માંદલું બાળક પણ હતું. તેનો દવાનો ખરચો પણ અવાર નવાર થઈ જતો. નજીકના વસાહતમાં તેઓ રહેતા હતાં. ઘરને ત્રણ દિવાલ હતી. ચોથી દિવાલને તાપડા થી … Continue reading પુસ્તક પરિચય – The Rent Collector by Camron Wright

રોલ નંબર પાંચ

કોઈ બોલ્યું નહિ એટલે મેં જરા મોટે અવાજે રીપીટ કર્યુ, ‘રોલ નંબર પાંચ…?’ ‘એ નથી આવ્યો સાહેબ… રોજ મોડો જ આવે છે.’ બીજા બાળકો બોલ્યા. મને યાદ આવ્યું. થોડા મહિના પહેલા પણ આવું જ થયેલું. હું ત્રણ-ચાર વાર રોલ નંબર પાંચ ની બૂમ મારી પણ એ આવ્યો નહોતો. થોડી વાર રહીને ધીમે પગલે એ વર્ગમાં … Continue reading રોલ નંબર પાંચ

હરનિશભાઈની સ્મરણાંજલી

હરનિશભાઈની સ્મરણાંજલી કરતાં તેની 'સુપર-કંડક્ટર' વાર્તા યાદ આવી. તે મારી મન ગમતી વાર્તા છે, જે 'સુધન'માં મળશે.  તેમના ત્રણ પુસ્તકો પ્રકાશિત થયા છે: ‘સુધન’, ‘સુશીલા’ અને છેલ્લી ૨૦૧૮ની ‘તીરછી નજરે અમેરિકા’. આ જુનમાં સૌને પોતાનાં હાથથી 'તીરછી...' વહેંચી. આ છેલ્લુ પુસ્તક હળવી શૈલીથી લખાયેલુ છે. આવતી કાલે, ન્યુ જર્સી ખાતે લિટરરી એકેડમી ઓફ નોર્થ અમેરિકાએ ‘હરનિશ સાથે એક સાંજ’ … Continue reading હરનિશભાઈની સ્મરણાંજલી

આંગણામાં રોપેલા

આંગણામાં રોપેલા આસો તે પાલવના છોડ હવે થઈ ગયા છે ઝાડ, તોય સખી! અવસર આવ્યો ન મારે આંગણે! તાજાં ફૂલોના હાર ગૂંથ્યા છે એટલા કે વાસી ફૂલોના થયા પ્હાડ, તોય સખી. સાવ રે કુંવારાં મારાં પાનેતર ફાડીને વાટ્યે-વાટ્યે મેં તો રોપી ધજાઓ એંધાણની. કવિ : ઘનશ્યામ ઠક્કર ( અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો ) મધુસૂદન કાપડિયા, ગુજરાતી … Continue reading આંગણામાં રોપેલા