અજાણ્યા માણસને સ્વાભાવિક જ થાય કે હું રોલ નંબર નવ તો ભૂલી જ ગયો, માસ્તરને જ એકડા બરાબર આવડતા નથી. પણ મને કે મારા વર્ગના બાળકોને એ આશ્ચર્ય થાય નહિ. કેમ કે આઠ પછી કાયમ દસ નંબર જ બોલવાનું રહેતું. નવ નંબર તો વિક્રમનો હતો. અને એનો નંબર બોલું કે ન બોલું એ ક્યાં સાંભળવાનો … Continue reading રોલ નંબર દસ? નવ!
Month: November 2018
કમળ
આજે ફરીથી હૃદયમાં વ્યથા અને મગજમાં તનાવ સાથે તે ઘરે પાછો ફર્યો હતો. કોઈ સાથે વાત કર્યા વિના બાથરૂમમાં દાખલ થઇ ગયો. ગરમપાણીની બાલદી લઇ આવેલી પત્ની ઉત્સુકતાભરી પૂછી રહી, 'શું થયું…? કંઈ વાત થઇ…?’ 'ના ... હજી સુધી કઈ પાર પડ્યું નથી'. ધીમેથી જવાબ આપી બાથરૂમનો દરવાજો બંધ કર્યો, પણ તેના કાન ખુલી ગયા. … Continue reading કમળ
આ રૂઢિઓનાં બંધનમાંથી કંયારે છૂટીશું?
થોડા દિવસ અગાઉ એક મિત્ર પરિવારમાં લગ્નથયાં. ભારતિય સંસ્કૃતિમાં ઊછરેલા માતાપિતાનો અમેરિકામાં ઊછરેલો દીકરો, એવાંજ માતાપિતાની અમેરિકામાં ઊછરેલી દીકરીને પરણતો હતો. મેંદી, ગરબા,પીઠી ચાેળવાની વિધિ, લગ્ન અને રિસેપ્શન, એમ બધા જ પ્રસંગ, અમેરિકા સ્થત હિંદી સમાજમાં જેમ ઊજવાય છે એ રીતે ઉત્સાહથી અને ભારે રંગે-ચંગે ઊજવાયા. સુંદર સાડી અને ભરપપૂર દાગીનામાં રાચતું મહિલાવૃંદ,ભરપૂર, સ્વાદિષ્ટ, અને … Continue reading આ રૂઢિઓનાં બંધનમાંથી કંયારે છૂટીશું?
તું પ્રેમ કરે છે ત્યારે
મારામાં સૂકાઈ ગયેલાં કેટલાંય રણ ખળખળતી નદીઓ બની કિનારા તોડવાનો પ્રયત્ન કરે છે, બળતણ માટેનું લાકડું બની ગયેલાં કેટલાંય ભીતરી વૃક્ષો મ્હોરેલી મંજરીથી લચી લચી પડે છે, વિષાદી અંધકાર ચૈત્રની ચાંદનીનાં વસ્ત્રો પહેરી ગલી ગલીએ અભિસારનાં ગીતો ગુંજતાં કરે છે, અને મારી કૂખમાં પુસ્તકને ઊઘડતે પાને શોભે એવું કાવ્ય જન્મે છે. તું પ્રેમ કરે છે … Continue reading તું પ્રેમ કરે છે ત્યારે
રોલ નંબર આઠ- સંગીતા
સંગીતાએ માત્ર હાથ ઊંચો કર્યો. એ બહુ ઓછું બોલે, હાજરી માટે પણ માત્ર હાથ ઊંચો કરવાથી રોડવાઈ જતું હોય તો જીભ ઊંચી ના કરે એવી. મેં એને પાસે બોલાવી કડક સૂચના આપી, ‘જો આજથી તારે પાણી ભરવા જવાનું બંધ, રીસેસમાં ઘરે જવાનું જ નહિ. મને પૂછ્યા સિવાય બહાર જ નહિ જવાનું.’ આદત મુજબ એણે માથું … Continue reading રોલ નંબર આઠ- સંગીતા
દિવાળી મુબારક
સૌ મિત્રોને નુતન વર્ષાભિનંદન કોકિલા રાવળ