મહાબળેશ્વરમાં રાતે

પ્રકૃતિ પ્રશાંત. ગાઢાંધકાર ઓઢી રસ્તો સૂનો. નિબિડે વિહંગ. ન કલરવ. હું જ સુણું મારો પગરવ. ગીતપંકતિ સરે... અજાણ પર્ણે તરે... ન પાછી ફરે. કવિ : ઇન્દ્ર શાહ પુસ્તક અને સંપાદક: અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો, મધુસૂદન કાપડિયા, ગુજરાત સાહિત્ય અકાદમી

કહેવતો

  * ૧ સિંહ મરે પણ ઘાસ ન ખાય * ૨ સુખે સાંભરે સોની ને દુ:ખે સાંભરે રામ * ૩ સુથારનું મન બાવળિયે * ૪ સૂતા જેવું સૂખ નહીં ને મૂઆ જેવું દુ:ખ નહીં * ૫ સૂરજ કાંઈ છાબડે ઢાંક્યો રહે નહીં * ૬ સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય * ૭ સેવા કરે તેને મેવા … Continue reading કહેવતો

રોલ નંબર દસ – રાધિકા

‘યસ સર.’ દસ નંબર બોલી.. એનું નામ રાધિકા, અલ્હડ પણ એવી જ, નામ પ્રમાણે ગુણ. આટલી નાની ઉંમરમાં એ આટલી ઠરેલ હશે એ તો હજી મને થોડા દિવસ પહેલા જ ખ્યાલ આવ્યો. ગયા અઠવાડિયે હું વર્ગમાં ગ્રામપંચાયતનો પાઠ ભણાવી રહ્યો હતો ત્યારે એનું ધ્યાન ક્યાંક બીજે જ હતું. હુ ગુસ્સે થયો એટલે સૌથી પહેલા ઊભી … Continue reading રોલ નંબર દસ – રાધિકા

મૂંજવણ

રોજ સવારે / બાગમાં / માલણ મૂંજાય શું વીણું? ટહુકો કે પછી ફૂલ? કવિ : પ્રીતમ લખલાણી (અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો) મધુસૂદન કાપડિયા ગુજરાત સાહિત્ય અકાદમી

પુસ્તક પરિચય – The Inheritance Of Loss by Kiran Desai

જેમુભાઈ પટેલ નામના જજનો જાહોજલાલીનો સમય પૂરો થાય છે.નીવૃત થયા પછી શાંતિમય જિંદગી પસાર કરવા માટે કાંચનચંઘાના તળેટીમાં આવેલા કાલીમપોંગના ગામમાં સ્થાયી થાય છે. તેનો રસોયો અને મટ નામની કુતરી પણ સાથે રહેતા હોય છે. એક દિવસ ઓચિંતાની તેની પૌત્રી સાઈ અનાથ આશ્રમમાથી તેમની સાથે રહેવા આવે છે. જજની શાંતિની જિંદગીમાં થોડો ખળભળાટ થાય છે. … Continue reading પુસ્તક પરિચય – The Inheritance Of Loss by Kiran Desai