વૈષ્ણવ જન

In memory of Gandhi's death anniversary, here is Vaishnava Jana To, an old hymn made popular again by Gandhi. To see it come alive, see this video commissioned by Narendra Modi this year: ,Gandhi's favourite 'bhajan' goes global, artists from 124 nations pay musical homage. વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે; પર … Continue reading વૈષ્ણવ જન

ગોવા છાન છાન…

છાતીમ વૃક્ષો ફૂલોથી લચી પડ્યાં છે, આથી આખ્ખું ય ગોવા મ્હેક મ્હેક થઈ ગયું છે. અહીં જાણે નવેમ્બરમાં — દિવાળીની મોસમ સાથે વસંત બેઠી ન હોય! એમ, હવામાંય કેફ છે થોડો. જો કે હજી સમીરને મદીર કે અધીર કહી શકાય એવા રાગપરાગને પ્રસરવાની વાર છે. છતાં પાછી વળતી શરદના નીલા આકાશમાં રુદ્રપલાશનાં ઓસરતાં ફૂલો કેસરી … Continue reading ગોવા છાન છાન…

પુસ્તક પરિચય – Two Lives by Vikram Seth

વિક્રમ શેઠનુ ‘Two Lives’ પુસ્તક દેશ અને જાતિય ભેદની પ્રેમ કહાની છે અને આપણને જકડી રાખે છે . વિક્રમ શેઠના શાંતિકાકા ૧૯૩૦માં ભારતથી જર્મની દાંતના દાક્ટર થવા ગયા. ત્યાં યહુદી કુટુંબમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહ્યા. જ્યાં ઘરની દિકરી સાથે તે પ્રેમમાં પડ્ડેયા. થોડાં સમયમાં હીટલરની નાઝી પાર્ટી યહુદીને વીણી વીણી પધ્ધતિસર ગેસ ચેંબરમાં મોકલ્યા. ત્યાં બીજું … Continue reading પુસ્તક પરિચય – Two Lives by Vikram Seth

રોલ નંબર અગિયાર – વિશાળ

‘યસ સર..’ દરવાજે ઊભેલા એક મોટી ઉંમરના છોકરાએ જવાબ આપ્યો. ‘અરે વિશાલ..? તુ? કેમ અત્યારે?’ હું તેને ઓળખી ગયો. મારો જૂનો વિદ્યાર્થી, હા, એ વખતે એનો નંબર પણ અગિયાર જ હતો. મેં પૂછ્યું, ‘બોલ ને. કેમ આ બાજુ?’ ‘બસ મારા મોટા ભાઈના બાબાને મૂકવા આવ્યો હતો. અહિથી નિકળ્યો ને તમે મારો રોલ નંબર બોલ્યા એટલે … Continue reading રોલ નંબર અગિયાર – વિશાળ

સપનામાં

ગઈ કાલે રાતે સપનામાં તમે મૂકી ગયા હતા મારા ઓષ્ઠદ્વય પર કુંવારા ચુંબનની એક કુંવારી કળી...! સવારે ઊઠીને જોઉં દર્પણમાં તો... પારિજાતની સૌરભના ઢગલે-ઢગલામાં દટાયેલી હું... ! કવિયત્રી: જયશ્રી વિનુ મરચંટ પુસ્તક અને સંપાદક: અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો, મધુસૂદન કાપડિયા, ગુજરાત સાહિત્ય અકાદમી