ચમનને અનિદ્રાનું મોટું દુ:ખ! ગામ આખાની ચમનને ચિંતા. એને થાય કે મને ઊંઘ ચડી જશેને શેરબજારના ભાવ ગગડી પડશે કે અમેરિકા ઇરાક પર હુમલો કરી બેસશે ને ત્રીજું વિશ્વયુધ્ધ ફાટી નીકળશે ...અને આમ ને આમ તે સૂતો રહી જશે ને બીજે દિવસ સૂરજ નહિ ઊગે તો શું? કવિ: કમલેશ શાહ પુસ્તક: અમેરિકાવાસી કેટલાક ગુજરાતી … Continue reading સ્વિચની શોધમાં
Month: February 2019
પુસ્તક પરિચય — And The mountains Echoed
આ નવલકથા ભાઈબેનના પ્રેમની છે. તેઓ અફઘાનમાં ગરીબીમાં ઉછરતા હતાં. ત્યાં તેના મામા આવીને ત્રણ વર્ષની બેનને સારી રીતે ઉછેરવા પૈસાદારને ઘેર લઈ જાય છે, જ્યાં પોતે કામ કરતો હતો. તે અઅવાર નવાર તે લોકોને પૈસા પણ મોકલતો રહેતો. પૈસાદારના ઘરમાં બાળક ન્હોતું એટલે છોકરી સારી રીતે ઉછરી રહી હતી. આ બાજુ તેનો ભાઈ આખી … Continue reading પુસ્તક પરિચય — And The mountains Echoed
ચાર ચિનાર
હું નવો સવો કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયો તે દિવસોની વાત છે. SYBA નાં વર્ગમાં ગુજરાતી શિખવતો હોઉં ત્યારે હંમેશાં એમ બનતું — તેજલ અમીન મારી સામુ ટીકી ટીકીને જોયા જ કરતી. શરૂઆતમાં તો મને એમ લાગ્યું કે એ વિદ્યાર્થીની બહું ધ્યાનથી મારું વકતવ્ય સાંભળે છે. પણ બે ત્રણ દિવસ સતત એમ ચાલ્યું એટલે મને કઈંક … Continue reading ચાર ચિનાર
યુધ્ધ
અહીં / નેવર્કમાં હલ્લોની લપડાકો ખાઈખાઈને ચપટાં થઈ ગયાં છે ગાત્રો 'બાય બાય' ની સોગઠી ગાંડી થઈ છે. 'યા', 'યૂ આર વેલકમ', 'થેંક્યૂ વેરી મચ'ની ભૂતાવળોની વચ્ચેથી નીકળે છે અલિપ્તતાનો લાંબો રસ્તો. ....ઊઠો હવે, ચાલો આપણા દેશ. દેશ ઘાટકોપરની ગલીઓ અળશિયાંની જેમ વીંટળાય. કીકીમાં બેસી જાય આખ્ખુંય ઘાટકોપર ગામ. … Continue reading યુધ્ધ