ફૂલના રંગ

અમીત માધ્યમિક શાળામાં શિક્ષક હતો. કામિની પણ એની જ શાળામાં શિક્ષિકા તરીકે કામ કરતી હતી. રોજ મળવાનું થતું, વ્યવસાયની ઓળખાણ સામાન્ય ઔપચારિક્તા ઉપરથી ઢળતી ઢળતી ધીરે ધીરે અમીત પ્રતિ ઢળતી જતી હતી. અમીત યુવાન હતો. કામિની યુવાન હતી. યુવાનીના દિવસો, સાહસો કરી નાખવાના દિવસો, બાગી દિવસો, બેયની ચારે બાજુ ઘૂમરાતા હતા. આવું કાંઈક હતું અને … Continue reading ફૂલના રંગ

વિચારોની વસંત

સુખની ક્ષણો આપણને આશ્ચર્ય પમાડવા આવે છે. આપણે એને પકડી નથી રાખતા, એ આપણને છોડતી નથી. -- એશ્લી મોંન્ટેગ્યુ * હાથ પરનું કામ એવા તન્મય પ્રેમથી કરીએ કે જાણે રુદિયેથી ખેંચાયેલા દોરાથી કપડું વણતા નહોઈએ: એનું વસ્ત્ર જાણે પ્રિયતમને પહેરવાનું નહોય! -- ખલિલ જિબ્રાન * સાદગી એ કલાનો સહુથી અણમૂલ શણગાર છે. -- આલ્બ્રેશ્ટ ડ્યુર … Continue reading વિચારોની વસંત

સાંસણ ગીર

બસમા અમે રાજકોટથી જુનાગઢ જવા નીકળ્યા. એક રાત અમે જુનાગઢ રહ્યાં. બીજે દિવસે ટેક્ષીની વરધી આપેલી તે પ્રમાણે ટેક્ષી હાજર હતી. ટેક્ષી વાળાએ ફીલ્મી સંગીત શરૂ કર્યું. અમારી ઉંઘ ઉડી ગઈ. હું તો મોજમાં આવી ગઈ. સાથો સાથ ગણગણવા લાગી. કલાક વાર ગાડી નહીં ચાલી હોય ત્યાં ટેક્ષીવાળા ભાઈને ચાની તલપ લાગી. અમે ચા-નાસ્તો કરીને … Continue reading સાંસણ ગીર

પીંકી

મકાન માલિક ભાડા માટે તકાદો કરીને બકતો બકતો ચાલ્યો ગયો પછી એણે થોડી વાર પથારીમાં પડ્યાં પડ્યાં અનિમેષ નેત્રે છત ભણી જોયા કર્યું. પછી આંખો મીંચી દીધી, પણ ત્યાં જ કરિયાણાવાળા રતિલાલ શેઠનો નોકર કિશન ઉઘરાણીનું કાગળિયું હાથમાં રમાડતો આવી પહોંચ્યો અને એને ઢંઢોળવા મંડ્યો. લોચા વાળતી જીભે દયામણો ચ્હેરો કરી ‘આવતે અઠવાડિયે ચોક્કસ’ એમ … Continue reading પીંકી

પરદેશી પ્રીતમ

અમેરિકામાં એક નાગર કુટુંબ રહે. તેઓ તેના એકનાએક દીકરા સાથે રંગે ચંગે રહેતા હતાં. પૈસે ટકે સુખી હતા. દીકરો અશોક એન્જિનીયર થઈને નોકરીએ લાગી ગયો હતો. અશોકને ફરવાનો ભારે શોખ. શનિ-રવીમાં ઘરમાં ટકે જ નહીં. મા-બાપને તેને પરણાવવાના ઓરમાન હતા. ત્રીસેક વર્ષનો થયો હતો પણ પરણવાની ના જ પાડે. મા-બાપ સારા નાગરોના કુટુંબને શોધી છોકરીઓના … Continue reading પરદેશી પ્રીતમ

વિચારોની વસંત

હૃદયની કુંજમાં એક હરિયાળું વૃક્ષ રાખજો:કદાચ કોઈ પંખીનું ગાન ત્યાં ગુંજશે.-- ચીની કહેવત જે દિવસે એક હાસ્ય ન વેરાયુંએ દિવસ ફોગટ ગયો સમજવો.-- સેબસ્ટીયન ચેમ્ફર્ યૂં હી સારી ઉમ્ર એક હી ગલતી કરતે રહે...ધૂલ થી ચેહરે પર ઔર આઇના સાફ કરતે રહે. વૃક્ષ વાવે છે એ પોતાની જાત ઉપરાંતબીજાંઓને પણ ચાહે છે.-- થોમસ ફુલ્લર સુંદર … Continue reading વિચારોની વસંત