હૃદયની કુંજમાં એક હરિયાળું વૃક્ષ રાખજો:
કદાચ કોઈ પંખીનું ગાન ત્યાં ગુંજશે.
— ચીની કહેવત
જે દિવસે એક હાસ્ય ન વેરાયું
એ દિવસ ફોગટ ગયો સમજવો.
— સેબસ્ટીયન ચેમ્ફર્
યૂં હી સારી ઉમ્ર એક હી ગલતી કરતે રહે…
ધૂલ થી ચેહરે પર ઔર આઇના સાફ કરતે રહે.
વૃક્ષ વાવે છે એ પોતાની જાત ઉપરાંત
બીજાંઓને પણ ચાહે છે.
— થોમસ ફુલ્લર
સુંદર હોવું એટલે આપણે હોઇએ એ જ રહીએ તે.
અન્યો આપણો સ્વીકાર કરે એ જરૂરી નથી.
આપણે ખુદને સ્વીકારીએ એ મહત્તવનું છે.
– થીય ન્હાત હાન્હ
કોઇ ભૂમિ વિદેશ હોતી જ નથી,
માત્ર પ્રવાસી જ પરદેશી હોય છે.
— રોબર્ટ લૂઇ સ્ટીવન્સન
સંકલન: જયંત મેઘાણી, વિચારોની વસંત