રૂથ તેની માની ચોથી બાળકી હતી.અને નવાબાપના બેતાળીસમાં તેનો નંબર ઓગણચાલીસમો હતો. તેઓના બાપ દાદા ચુસ્ત મોરમન ધર્મ પાળતા અને બહુ પત્નીમાં માનતા. બધા અંદરોઅંદર લગ્ન પણ કરતા. તેઓ મેક્સીકોના નાના ગામમાં ખેતીવાડી કરી જીવન ચલાવતા. તેઓના ઘરમાં વીજળી કે પાણીની વ્યવસ્થા નહોતી. જે સ્ત્રીઓ વધારે બાળકોને જન્મ આપે તેને સ્વર્ગ મળશે તેવી માન્યતા ધરાવતા. રૂથના કાકા ધર્મના અધિપતી થવા માટે તેના બાપની હત્યા કરે છે. મા બીજા ધાર્મીક માણસ સાથે લગ્ન કરે છે.
રૂથ જ્યારે બાર તેર વર્ષની થાય છે ત્યારે તેને નવાે બાપ છેડતી કરવાની શરૂઆત કરે છે. નવા બાપની બીજી પત્નીઓ પણ નજીક રહેતી હોય છે. રૂથ જયારે તેઓની છોકરીઓ સાથે રમતી હોય છે ત્યારે તેને બીજી છોકરીઓ દ્વારા ખબર પડે છે કે તેઓ ને પણ તેવો અનુભવ થયો છે.
આર્થીક મદદ લેવા રૂથની મા બાળકો સાથે મેક્સીકોની બોર્ડર ક્રોસ કરી અવારનવાર આવન જાવન કરતી હોય છે. બાપ બીજા નાના મોટા કામ પણ કરતો હોય છે.નવા બાપનેનજીકમાં પાેતાની કામ કરવાની જગ્યા હતી ત્યાંથી વીજળીનુ કનેકશન ઘર માટે નાખે છે. એક વખત જ્યારે બહુ વરસાદ પડતો હોય છે ત્યારે રૂથના નાના બે ભાઈઓ વરસાદમાં રમવા નીકળે છે ત્યારે વાયર બરાબર ઉંડા ડાટ્યા ન હોવાથી બંને ભાઈઓને શોક લાગવાથી મરી જાય છે. તેને બચાવવા જતા તેની મા પણ મરી જાય છે. રૂથને બહુ આઘાત લાગે છે.
રૂથને અમેરિકા વધારે પસંદ હોય છે. તે વિચાર કરતી થાય છે કે જે ધર્મમા તે જન્મી છે તે તેને માટે નથી. અને તે તેના ભાઈબહેનોની જિંદગી વિષે પણ ચિંતા કરતી હોય છે.
આ વાર્તા રૂથની દશ્ટીએથી કહેવામા આવી છે. શાંતિ અને પ્રેમ માટે હિંમતથી બધાં ભાઈબહેનને કેવી રીતે અમેરિકા પલાયન કરે છે અને તેઓને સ્થાઈ કરે છે. તે દીલચશ્પ કહાની આપણને છેક લગી જકડી રાખે છે.
ઝીણી ઝીણી વીગતથી લખાયેલી આ વાર્તા જાણે ચલચિત્ર જોતા હોઈએ તેમ લાગે. સાથે રોજનીશીમાંથી લખાયેલી પણ લાગે. લેખિકાનુ આ પ્રથમ પુસ્તક છે. તેની યાદ દાસ્તાનમાથી લખાયેલી આ સત્યઘટના છે.
લેખિકા: રૂથ વોરનિઅર (Ruth warnier)
પુસ્તક પરિચારક: કોકિલા રાવળ.