આયો મેહુલિયો!

આયો, મેહુલિયો આયો!           હે જી ધરતીનો ભઈલો આયો: શી શી વીરપસલી લાયો?           મેહુલિયો આયો, મેહુલિયો આયો!               લીલૂડી સાડી લાયો;                ઝરણાંનાં ઝાંઝર લાયો; એ તો આલી આલીને મલકાયો:      મેહુલિયો આયો, મેહુલિયો … Continue reading આયો મેહુલિયો!

એવી એક રાત હતી

રાતના બે વાગી ગયા હતા. કોણ જાણે કેમ પણ તે રાતે ઊંઘ નહોતી આવતી. હું બારી તરફ પડખું ફરીને પડી રહ્યો હતો. દૂર દૂર બેચાર તારા આછા ઝબકી રહયા હતા. બાકી આખું આકાશ કાળું ડિબાંગ હતું. અચાનક બાળપણની સ્મૃતિઓ ઊભરાવા લાગી: ‘ઘેર ભણાવવા આવતા છોટાલાલ માસ્તર... સંતાઈ જવાની રમત રમતી વખતે અંધારી ઓરડીના બારણા પાછળ … Continue reading એવી એક રાત હતી

પવનમાં ગૂંચ

આજે પવનમાં ગૂંચ પડી છે કોઈ તો છૂટી પાડો એક ઝપાટો એવો આવ્યો કે ખિજાઈ ગઈ છે સીમ ભાન ભૂલીને આડીઅવળી વરસે છે રીમઝીમ બે-ચાર કાંકરી હોય તો ઠીક આ ઘરમાં ઘૂસ્યો વાડો આજે પવનમાં ગૂંચ પડી છે કોઈ તો છૂટી પાડો કચરા પૂંજા બીકના માર્યા સાથે ચઢી ગયા આકાશ પાન ખરેલા ટોળે વળીને ભેગા … Continue reading પવનમાં ગૂંચ

પોકોનો પ્રવાસ

પોકોનો માઉટન્સ ફિલાડેલ્ફિયાની નજીક આવેલી એક હરિયાળી જગા છે. આ ભૂરા પહાડો પાનખરરૂતુ પહેલા અવનવા રંગો ધારણ કરે છે. ખાસ કરીને વસંત, ગ્રીષ્મ અને હેમંત રૂતુમાં કુદરતને માણવાની જગા છે. વસંતમાં રંગ બે રંગી ફૂલો, ગ્રીષ્મમાં લીલુછમ અને હેમંતમાં રંગીન દુનિયા બની જાય છે.ત્યાં નાના નાના ગામો વસેલા છે. અમે લેઈક હારમની જવા માટેની તૈયારીઓ … Continue reading પોકોનો પ્રવાસ