કોઈ દિવસ ઢાઈ અક્ષર ક્યાં લખે ઇ-મેલમાં દુનિયાભરના વાયરસ એ મોકલે ઇ-મેલમાં ખાનગી વાતો બધી કરતા રહે એ ફોરવર્ડ બેવફાઈમાં નવો રસ્તો મળે ઇ-મેલમાં હોટ મેલે મળશે અથવા મળશે યાહુ ડોટ પર મોટાભાગે બે જ સરનામા હશે ઇ-મેલમાં ચેટરૂમે, સામસામે રાતભર વાતો કરે પ્રેમીઓનાં આમ પણ સપનાં ફળે ઇ-મેલમાં જોત જોતામાં તો પડછાયા દિગંબર થૈ … Continue reading ઇ-મેલમા
Month: October 2019
પુસ્તક પરિચય – The Best of Me
The Best of Me by Nicholas Sparks -- આ નવલકથાની રચના ૧૯૮૪કેરોલાઈનાની હાઈસ્કુલમાં ભણતા એમાંદા અને ડોસનનીબંનેની જાત અલગ હતી. એમાંદા ઉંચા કુળની હતી અને પૈસાદાર કુટુંબમાં ઉછરેલી હતી. જ્યારે ડોસનનુ કુળ હલકુ ગણાતુ હતું. તેના બાપદાદા ખુની હતા પરંતુ તેનામાં એ સંસ્કાર ઉતર્યા નહોતા. ડોસન એકદમ શાંત અને નરમ હતો. એક ઉનાળામાં આ પ્રેમ … Continue reading પુસ્તક પરિચય – The Best of Me
દરિયાની સફર
અમે આઠ બહેનોએ Norwegian cruise line લઈને Caribbean Island જવા માટે નક્કી કર્યું. એક બહેન વર્જિનિયાથી સીધ્ધા અમને માયામી airport મળવાના હતાં. નીકળવાના આગલા અઠવાડિયે હરીકેન ડોરિયન Bahamaમાં આવ્યુ હતુ. મારાં છોકરાંઓ ચિંતા કરતા હતા. મારા સિવાય બધાનો બહુ ઉત્સાહ હતો. મારૂ મન જરા ઉચક હતુ. ત્રણ દિવસ અગાઉ અમે મીટીંગ પણ ગોઠવેલી. બધાંએ એકબીજાના … Continue reading દરિયાની સફર
ફૂલો
તું પ્રેમ કરે છે ત્યારે મારી ભીતર વિસ્તરતા વૃક્ષની ડાળીઓ હાલે છે પાંદડાં ગુસપુસ કરે છે અને આખા વૃક્ષને ફૂલો આવે છે. કવિયત્રી: પન્ના નાયક ( અરસ પરસ )ના સૌજન્યથી સંપાદક: કોકિલા રાવળ
અધિકાર
પછી માણસે એમ પૂછ્યું કે જન્મ અને મૃત્યુની વચ્ચે મારા અધિકાર ક્યા ક્યા? હવા તારો અધિકાર છે, પાણી તારો અધિકાર છે, આકાશ પણ તારો અધિકાર, ને પૃથ્વી તારો અધિકાર છે; ના, પરંતુ અગ્નિ નહીં. ત્યારે માણસે એમ પૂછ્યું કે હવામાં મારો શો અધિકાર? ગાતું એક હવામા ઊડતું પંખી. અને માણસે એમ પૂછ્યું કે પાણીમાં મારો … Continue reading અધિકાર
મારો હાથ ચાલ્યો નહીં
કલકત્તામાં કોમી હિંસાનો દાવાનળ ફાટી નીકળ્યો હતો. બાપુ એક સળગતા લત્તામાં જઈને રહ્યા અને પોતે ઢાલ થઈને ઊભા. હિંસાના બનાવો એમની નજદીકમાં પણ બનવા પામ્યા. પણ બાપુ પ્રાણાર્પણથી હિંસાની ઝાળો હોલવવા ઊભા છે એ જોઈ ધીમે ધીમે સૌને સાન આવી. સાંજની પ્રાર્થના-સભામાં હજારો લોકો આવે. એક સાંજે પ્રાર્થના પછી સૌ વેરાતાં હતાં. એક નવયુવક નિર્મળબાબુ … Continue reading મારો હાથ ચાલ્યો નહીં
નવરાત્રીના ગરબા
This past week, a lovely book came my way via Whatsapp. Titled "ચાંદો ઊગ્યો ચોકમાં", the collection of garba songs is delightful. Download the entire book, or order a print copy from the publishers. Here's a classic one... Kokila Raval