શીત યુદ્ધ / સ્થાન

ઝાકળ જોડે લડે તડકો, સ્થાન પોતાનું લેવા. લેખક : ઉદય બી. શુકલ ( ‘કવિતા’ )ના સૌજન્યથી સંપાદક : કોકિલા રાવળ   તને વરસાદમાં ભીંજાતી જોઈ મારી ભીતર ઊગી ગયું લીલુંછમ્મ ઘાસ! લેખક : રમેશ પટેલ ( કવિતા )નાસૌજન્યથી સંપાદક : કોકિલા રાવળ  

બાપુની નાનપણની વાર્તા / Stories from Bapu’s life

ઘોરી અંધારી રાતથી મોહન ડરતો હતો. તેને કાયમ ભૂતની બીક લાગતી. જ્યારે રાતે એકલો હોય, ત્યારે તેને થતું કે ક્યા ખૂણેથી ભૂત ઓચીંતાનો તેની ઉપર છલાંગ મારશે. આજની અંધારી રાત એવી હતી કે માણસ પોતાનો હાથ પણ ન જોઈ શકે. મોહનને એક ઓરડામાંથી બીજા ઓરડામાં જવું હતું પણ તેના પગ સીસાની જેમ ભારે થઈ ગયા. … Continue reading બાપુની નાનપણની વાર્તા / Stories from Bapu’s life

હાસ્ય- માળાનાં મોતી

ભાવને કસવામાં જે કુશળતા સ્ત્રીઓ બતાવતી હોય છે તેવી પતિની પસંદગીમાં પણ બતાવે, તો છૂટાછેડાના કિસ્સા નહિવત થઈ જાય. * * * દીકરીએ આવીને જાહેરાત કરી કે અમુક યુવાન સાથે એણે વેવિશાળ કરી લીધું છે, એટલે તરત પિતાએ પૂછ્યું: “એની પાસે કાંઈ પૈસા છે?“ “તમે પુરુષો બધા સરખા જ છો,“ છોકરીએ જવાબ વાળ્યો. “એણે પણ … Continue reading હાસ્ય- માળાનાં મોતી

નિવેદન

અમદાવાદ, તને છોડવા છતાં ક્યાં છોડી શકાયું છે? ને અહીંયા આટલું રોકાવા છતાં ક્યાં વસી શકાયું છે? ભાષાને તાંતણે મારી ગઈકાલ આજની સાથે જે ગુંચવાઈ ગઈ છે તેની કવિતા છે   કવિ -- ભરત ત્રિવેદી (કલમથી કાગળ સુધી)ના સૌજન્યથી, મહાશિવરાત્રી, ૨૦૦૪ Bharat Trivedi, batrivedi@insightbb.com, 217 546-3812 73 McCarthy Drive, Springfield Illinois 62702, USA સંપાદક : કોકિલા રાવળ  

પુષ્પ જેવો પરમાત્મા

કેટલાક નાજુક, સુગંધી પ્રસંગો ભેગા કરી તેના અર્ક સમાન મહેંકતી પળોની પાંદડી બનાવી લઉં...! સંસારનો તડકો-છાંયો ઝીલતા ઝીલતા તીખી, મીઠી પળોની પીંછી વડે તેમાં રંગ પૂરી દઉં.....! પછી જીવનરૂપી બાગમાં તે પુષ્પ રમતું મુકું તેવી મારા જાગૃત મનની મનછાં ખરી. મારું જીવન કુદરતના વિવિધ અનુભવોની એરણે ચડી તેના ભિન્ન ભિન્ન મિજાજ થકી જુદા જુદા રૂપ ધારણ કરી રહ્યું છે. … Continue reading પુષ્પ જેવો પરમાત્મા