મૂંજવણ

રોજ સવારે / બાગમાં / માલણ મૂંજાય- શું વીણું? ટહુકો કે પછી ફૂલ? કવિ -- પ્રીતમ લખલાણી  (અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો) મધુસૂદન કાપડિયા, ગુજરાત સાહિત્ય અકાદમી સંપાદક -- કોકિલા રાવળ

ભૌંદ્

નામ તો એનું હતું ઘનશ્યામ પણ ગામમાં સૌ એને ભૌંદ્ ના હુલામણા નામે ઓળખતા. ગોળમટોળ જાડિયો દેહ, જડભરત જેવો ચહેરો અને જોતાં જ મૂરખ જણાઈ આવે તેવી આંખો. આમતો બાઘ્ઘાે, લોકો ઘણા મળે પણ ભૌંદ્ ની વાત કોઈ ઓર જ લાગતી. એની મૂર્ખામીમાં એનો સ્થૂળ દેહ જાણે વધારો કરતો હતો. બધા વાતો કરતા હોય તો … Continue reading ભૌંદ્

વાદળ છાયા છુટ્ટાછવાયા વિચારો

સદીઓથી પોતાની હયાતીને સાબિત કરવા મથતો પવન પંખા જોડે સમાધાન કરી લેવાના મૂડમાં છે. ***** ભીંતો પરથી ખરી રહેલાં પોપડાં દીવાલના બહેરા થઈ ગયેલા કાનની ચાડી ખાય છે. ***** વૃક્ષને જોઈને આંખોને પ્રેમનો અર્થ સમજાતો જાય છે અને વ્યક્તિના કરમાઈ જવાનો અવાજ દરિયાની જેમ ઉછાળા મારે છે... ***** શાંત પડેલા મોબાઈલમાં એસ. એમ. એસ.ની ઘંટડી … Continue reading વાદળ છાયા છુટ્ટાછવાયા વિચારો

મારી કવિતા

મારી કવિતા ઘાસની પત્તીઓ જેવી છ આ ધરતીમાંથી ઊગી નીકળતી- ઝાકળભીના પવનોમાં વધતી જતી રોજરોજ તડકા ને વરસાદ ઝીલતી મારી કવિતા બાળકો જેવી છે ખુલ્લેખુલ્લુ ને મુક્તપણે બોલતી વિશાળ દરિયાકાંઠે છીપલાં ને શંખલાં વીણતી મારી કવિતા વણજારો છે પૂર્વ અને પશ્ચિમમાં થઈને ગામડાં ને શહેરોમાં થઈને રઝળપાટ કરતી એને ખબર નથી પોતે શું શોધે છે … Continue reading મારી કવિતા

સાલ મુબારક!

સૌ વાંચકોને અમારા સાલમુબારક! 2020ના વર્ષે પર્યાવરણ માટે મોડુ થાય તે પહેલા કાંઈ કરવાનુ પણ લઈએ. વૃક્ષારોપણ કરીએ, કે ટપકતા નળને સમા કરીએ, કે જમણવારોમાં કાગળ કે સ્ટાયરોફોર્મની જગ્યાએ થાળી-લોટો કે પત્રાવળા વાપરીએ, થેલીઓ ફરી વાપરીએ -- અને ઘરેથી નિકળતા થેલીમાં તરસ છિપાવવા નાનો પ્યાલો રાખવો. આવા નાના ફેરફાર તો આપણે સૌ કરી શકીએ. સાલ મુબારક!