એક શનિવારની બપોરે અમે મશરૂમ ઉગાડવાના ગોડાઉનમાં ગોઠવેલી ટુરમાં ઉપડ્યા.
ગોડાઉનમાં ધીરે ધીરે પંદર વીસ માણસો ભેગા થયા. ત્યાં બેસવા માટે સોફા અને ટેબલ ઉપર નાસ્તા ગોઠવાયેલા હતા. અમે સૌ નાસ્તો અને પીણાઓને માણતા એકબીજા સાથે ઓળખાણ કરી. ત્યાં તો એક ભાઈએ આવીને બેલ વગાડી. અમે સૌ તેને સાંભળવા તેની આજુબાજુ અમારી નાસ્તાની રકાબીઓ સાથે ગોઠવાઈ ગયા. સૌ પહેલા તેણે મશરૂમ કેવી રીતે ઉગાડે છે તેની ઉપર ભાષણ આપ્યું.
એક જગ્યાએ ગેસના ચુલા ઉપર મશરૂમનો સુપ ઉકળી રહ્યો હતો. તે અમને સૌને ચખાડ્યો.
છેલ્લે જેને જોઈએ તે વેરાઈટી વજન પ્રમાણે વેચતા હતા. અને જેને બગીચામાં મશરૂમ ઉગાડવા હોય તેને માટે મફત મશરૂમના માટી અને લાકડાના છોલ સાથે વળગેલા પેકીંગ આપતા હતા. માટીને શુદ્ધ કરવામાં પણ વાપરી શકાય.
આ ગોડાઉનમાં ( વેરહાઉસ ) જાત જાતના મશરૂમ ઉગાડવામાં આવ્યા હતા.
મશરૂમ લાકડાના છોલ અને માટી ઉપર ઉગાડ્યા હતા અને તે અંધારા અને ભેજવાળા વાતાવરણમાં હતાં. અમે ટુરના સમયે થોડા થોડા સમયના અંતરે તેની ઉપર છાંટા પડતા જોયા. જુદા જુદા ઝાડની છોલ પ્રમાણે જુદી જુદી જાતના મશરૂમ ઉગાડી શકાય. આતો થઈ ગોડાઉનની વાત.
પરંતુ કુદરતમાં ઝાડની નીચે અને તેની આસપાસ દટાયેલા સાઠીકડા ઉપર જો તેને અંધારૂ અને ભેજ મળે તો ઉગી નીકળે તેથી જંગલોમાં જોવા મળે છે. જમીન નીચે તેની શાખાઓ પથરાયેલી હોય છે. તે અંદર અંદર જોડાયેલી મશરૂમની શાખા જમીનને શુદ્ધીકરણ કરતુ હોવાથી તેની દ્વારા ઝાડને પોષણ તરીકે તેને ઘણું પ્રોટીન મળે છે.
સુથારીકામ પછી છોલને ફેંકી દેવામા આવતો હોય છે. તેને બદલે તેને માટી સાથે મેળવીને તેને અંધારી અને ભેજવાળી જગ્યામાં રાખીએ તો તેની ઉપર મશરૂમ ઉગાડી શકાય.
ફિલાડેલ્ફિયા મશરૂમની ખેતી માટે પ્રખ્યાત છે. મશરૂમની જાતોમાં શીટાકે મશરૂમમાં વધારે પ્રોટીન હોય છે. જાપાનના શીટાકે મશરૂમ વધારે વખણાય છે. ચાઈનીઝ લોકો પણ મશરૂમનો વધારે ઉપયોગ કરે છે.
કોઈ જાત ઝેરી હોવાને કારણે આપણે મેળે વીણવાનેબદલે જાણકાર સાથે હોય તો જ જંગલના મશરૂમ વીણવા જવા. આ બીકના કારણે ભારતમાં કોઈ ખાતુ નથી.
મશરૂમ પર્યાવરણને ઉપર જતા કાર્બનને પણ શુદ્ધ કરે છે.
લેખક — કોકિલા રાવળ