મધ – લઘુકથા


ઇષ્ટી એટલે નિજાનંદ, નિજી જગત, પોતાનો ખંડ, પોતાનું ટેબલ. એની બૂક્સ અને નાની મોટી કામની નકામની અનેકાનેક વસ્તુઓની વચ્ચે તે હોય. નવરાશે કાનમાં ઇયરફોન ચોંટાડે, કમ્પ્યુટરમાં  ડેવિલ્સને હરાવે ને વધારે સમય મળે ત્યારે એવેંજર્સ કે અમેરીકન ગાયક વ્રુંદને હાજર કરે. 

અગીયારમાં ધોરણમાં તે આવી છે. તેથી મોટા ભાગે તેને કોઇ કામ ચિંધે નહિ. અલબત્ત એ જરાક વધુ પડતું કહેવાય કારણ કે ઇષ્ટી અને તેને લાગુ ન પડતા હોય તેવા કોઇ પણ કામને જોજનો છેટું રહે. કોઇ પણ કામને ધડ કરતી ‘ના’ મળે. એટલે અપેક્ષા રાખો તે તમારો વાંક ગણાય. 

મોટા ભાગે નીજી કામ પણ ત્યાં જ સ્થિર રહે. એની ચાદર એમ જ સંકેલાયા વીના મૂકી ચાલી જાય. સંકેલી લીધેલા કપડાનો ઢગલો જ્યાનો ત્યાં હોય. બૂક્સ નીચે વિહાર કરતી હોય. એની ઇમિટેશન જ્વેલરી મૂક્ત મને ટેબલ પર સ્થાન મળે ત્યાં આરામ ફરમાવતી હોય. એનો કબાટ ખોલો કે બધુ ડૂચો થઇ ગયેલુ, ગોટો વળી ગયેલુ, ગરબડ ગોટાળાવાળું, સઘળું અસ્તવ્યસ્ત મળે. સરખી કરાયેલી, રખાયેલી તમામ ચીજ વસ્તુઓ માત્ર સપ્તાહ પુરતી વ્યવસ્થીત રહે. કંઇક એને કહો તો કહેશે, ‘મને એમ જ ગમે છે, તમને શેની ચિંતા?’

થયુ એવુ કે એક દા’ડો રસોઇવાળા બહેન આવ્યા નહી. બહારનુ ટિફિન સહુ ખાઇ લે પણ કોઇ પસંદ ન કરે.  એ થાકીને ઘરે આવેલો. એને રસોઇ ફાવે પણ કશું કરવાનું મન નહોતું. વળી માંદગીનું વાતાવરણ હતુ બધે. એની અને એના નાના ભાઇની પણ કાળજી લેવાની હતી. થાકને ગળે વળગાડી રાખવો પાલવે તેમ નહોતું.  એ થોડી વાર બેસી રહ્યો. 

‘ડેડ્ડિ..’. આંખો થોડી વાર બિડાઇ હતી એ એના અવાજ્થી ખૂલી. ‘ડેડ્ડિ…. જમવાનુ શું કરશું?’ 

‘હં…’ 

‘હું બનાવું?’

અચાનક આવી પડેલી આ પ્રપોઝલથી એની મતી મુંજાઇ. રીતસરનો ચોંકી ગયો. હજુ આ મીઠા આઘાતમાંથી બહાર આવે એ પહેલા ‘ડેડ્ડિ તમે આરામ કરો’ કહી એ કિચનમાં રવાના થઇ. 

એને ડુંગળી બટાટા કાપવાનો અવાજ સંભળાયો. એનું નાક અને આંખ ડુંગળીને પામ્યા. છમ્મ છમ વઘાર તેને અનુસર્યો.  કથરોટના ખખડવાનો, લોટ મસળવાનો, વણવાનો અને તાવડીમાં પડતી ભાખરીનો અવાજ આવવા લાગેલો. જાણે અમજદઅલીખાનનું તબલા વાદન.

અમે જમવા બેઠા. એ બોલી, ‘ડેડ્ડિ કેવું લાગ્યુ? સહેજ શાક બળી ગયુ.’

‘અરે મારી દિકરી એક્દમ મીઠા મધ જેવુ છે આજનું ભોજન, એકદમ અફલાતૂન’, મેં કહ્યુ. એ સાથે ઇષ્ટિની ખૂશીના દિદાર અને તેની આંતરચેતનાનું સ્ફૂરણ અવકાશી મોજે ફરવા નિકળી પડ્યા. 


હરીશ મહુવાકર  ~ ઇમેઇલ: harishmahuvakar@gmail.com  ~  મોબાઇલ: 9426 2235 22
“અમે’, 3/એ, 1929, નંદાલય હવેલી પાસે, સરદર્નગર, ભાવનગર 364002

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s