કોવિડમાં દરિયાની મોજ


આજે બપોરે દોઢ વાગે અમારી સવારી ન્યુજર્સીનાં Seaside Park જવા ઉપડી. અમને આ દરિયાકિનારો ફાવી ગયો છે. દરિયે જવાનો વિચાર કરીએ ત્યારે અમે વર્ષોથી અહીં જ કાર લઈને આવી પહોંચીએ છીએ. ત્યાં પહોંચતા ફિલાડેલ્ફિયાથી લગભગ દોઢથી બે કલાક લાગે.

અમે સુપર-માર્કેટંમાં થોડી ખાણી-પીણીની ખરીદી કરવા રસ્તામાં થોભ્યા. ત્યાર પછી અમારી મનગમતી આઈસ્ક્રીમની જગ્યા આવી. મેં સ્વીટકોન ઉપર પીનટ-બટર વેનીલા આઈસ્ક્રીમ મગાવ્યો. હજી થોડો આઈસ્ક્રીમ આજુબાજુ કોન ઉપરથી ચાટ્યો ત્યાં હાથ ઉપર રેલો ચાલ્યો… જ્યાં આડો હાથ કરવા ગઈ ત્યાં ધફ દઈને આઈસ્ક્રીમ હેટો પડ્યો. મનની મનમાં રહી ગઈ. ખેર! અમે રમતા રમતા લગભગ ચારેક વાગે પહોંચ્યા.

રૂમ મળી એટલે સામાન ઠેકાણે મૂકી બધાંએ થોડીવાર તડકો ઉતાર્યો. મેં મારી ચા બનાવીને પીધી. સાંજે બીચ ઉપર ચાલવા નીકળ્યા… અમે એક અઠવાડ્યુ ત્યાં રહ્યા. સવારે સાડા પાંચે સૂર્યોદય જોવા જતાં. સાંજે સાતેક વાગે સૂર્યાસ્ત વખતે પહોંચી જતાં. કોવિદનો ડર હતો એટલે સાચવતા હતા. માણસ ગંધીલા થઈ ગયા હતા. તેઓને તારવતા અને આઘેથી જોઈને માસ્ક પહેરી લેતા હતા. બહાર જમવા ન્હોતા જતા. માણસોની ભીડ જોઈ અમે ભડકતા.

રૂમ ઉપર કુકીંગ-રેંજ નહતુ. ફ્રીજ હતુ. અમે જુદીજુદી જાતની સેંડવીચો અને કુસ-કુસની વાનગી બનાવીને લંચ કરતા. માઈક્રો-વેઈવ હતું અને અમે ઈલેક્ટ્રીક કેટલ લઈને ગયા હતાં. ચા પાણીનો સામાન પણ રાખ્યો હતો.

ગામમાં સુપર-માર્કેટમાંથી અને ફાર્મસ-માર્કેટમાંથી જે જરૂરત હોય તે લઈ આવતા. લંચ ચા-પાણી વગેરે રૂમ ઉપર બનાવી લેતા. સાંજે જ્યાં રોજ તાજુ અને ‘safe‘ જગ્યા લાગી ત્યાંથી પીઝા, રીંગણાની સેંડવવીચ (eggplant parmagiana) વગેરે લઈ આવતા.

દરિયો તો તેની મોજમાં હતો. આકાશમાં સૂર્યોદય અને સૂર્યાસ્તના રંગો પૂરાતા હતા. સવારના પહોરમાં બીચ ક્લીનીંગની ટ્રક ફરતી. રેતી ઉપર ભાત પાડી જતી અને તેને પેક કરી જતી. કિનારે કિનારે મેટલ-ડીટેક્ટરનો માણસ ફરતો દેખાતો. કોઈવાર તેને કોઈની સરી પડેલી વીટી કે એવું મળી જતુ હશે. અમે પાણીના કિનારે કિનારે ચાલતા. ફીણવાળા મોજા સાથે પગ ભીના થતા.

અઠવાડિયામાં એક દિવસ વરસાદ નડ્યો હતો. વરસાદ સાથે પવન ફૂંકાયો હતો. સવારે ચાલીને આવ્યા પછી છાંટાની શરૂઆત થઈ. ત્યાર પછી તો બહુ વધ્યો. હું તો રૂમમાં જ ભરાઈને રહી. નસીબે જમીન ઉપર પાણી ભરાણાં નહોતા.

અમારી રૂમને બાલ્કની હતી. ત્યાં બેસીને અમે ખાતાં પીતાં. રૂમમાં મોટુ ટી.વી. હતું. હું સાંજના સમાચાર જોતા કોવિડના આંકડા વધતા જોતી. બાકી શાંતિથી વાંચવા લખવાનું ચાલતું હતું. આમ કોવિડના સમયને મોજથી માણી. આજે જીવી જાણો. કાલની કોઈને ખબર નથી…


આ વાર્તા પહેલી વખત એક Zoom-મિલનમાં વાંચવામાં આવી.

લેખક: કોકિલા રાવળ, ફિલાડેલ્ફિયા, જુલાઇ ૨૦૨૦

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s