મારો ઝુમ-મિલનનો અનુભવ


ગયા અઠવાડિયે મેં ગુજરાતી વાર્તા-લેખનમાં ભાગ લીઘો. કોરોના વાયરસને લીઘે અમે ઓન-લાઇન દ્વારા મળ્યા. ત્રણ દિવસનો ઝુમ-મિલનનો કાર્યક્રમ હતો. બિજા સાહિત્યના કાર્યક્રમમાં ખાણી-પીણીની વ્યવસ્થા થાય. પરંતુ આ વખતે તો રસોઇ કે ચા-પાણિની સગવદ આપણા પોતાના રસોડામાંથી જ કરવાની હતી.

મારાથી કાંઈ પૂર્વ તૈયારી ન થઈ શકી. મને આગલે દિવસે ચાર અંગ્રેજી અને ચાર ગુજરાતી વાર્તાઓ મળી. રાત જાગીને વાંચી ગઈ. પરંતુ અમુક શબ્દો આપેલા તે ઉપરથી ઘટના કે વાર્તા લખવાની હતી તે મારાથી બની શક્યુ નહોતુ.

કઈ વાર્તા કોણે લખી છે તે જણાવ્યા વગર અંશ સભ્યો પાસે વંચાવી. શુક્રવારે રાતે મારી વાર્તા જેણે વાંચી તેની પાસે અને બીજા સભ્યો પાસે તેની સમીક્ષા કરવાનુ ક્હ્યું. સારા નરસા સૌએ અભિપ્રાય આપ્યા. છેલ્લે સંચાલકે અભિપ્રાય આપ્યો કે ભાષા સરળ હતી. વાર્તા સીધી લીટી માં જતી હતી. વધારે પડતા વિશેષણોની જરૂરિયાત વગર વાર્તા લખી છે.

શનિવારે બીજા લોકોની વાર્તા તેવી જ રીતે વંચાણી. અમને સલાહ આપી કે ફીલ્મ લાઈનનો વાર્તામાં પ્રયોગ ન કરવો, ચિલ્લાચાલુ લખવું નહી.

image credit: Ashish Desai

અનુસ્વાર ક્યાં કરવા કે ન કરવા. ઘટના કોને કહેવાય અને વાર્તા કોને કહેવાય તે પણ સમજાવ્યું. અમુક શબ્દોની સાચી જોડણી કઈ અને અમુક શબ્દોને છાપવામાં ભુલ થાય તો કેવો અર્થનો અનર્થ થઈ જાય તે શીખવા મળ્યું. શબ્દકોશ લખતી વખતે નજીક રાખવો. તેમાં નાનમ કે આળસ રાખવી નહીં.

આગલે દિવસે અમને ઘરકામ આપેલુ કે વાંસળી ઉપર વાર્તા લખી લાવવી. ઘણાએ સારી લખી હતી. મને કોઈ બંદુક ધરીને આ વિષય ઉપર લખો તેમ કહે તો મારાથી ન લખાય. અંદરથી સ્ફુરે ત્યારે લખાય. મારુ વાંસળીનું લખાણ મોટા ભાગનાને ગમ્યું નહીં. તેમાંથી દસ પૈસાની જોક શરૂ થઈ. ખેર, બધાંની ઉડાડતા હતા ત્યારે હું તો હજી લખતા શીખું છું, એટલે મને માઠું ન લાગ્યું.

તેમણે મોકલેલી ચાર ગુજરાતી વાર્તામાંથી ત્રણ વાર્તાની ચર્ચા ચાલી. અંગ્રેજી વાર્તાનો સમય ન રહ્યો પરંતુ તેના લેખકોનો પરિચય કરાવ્યો.

આમ અમને સમય ઓછો પડ્યો. ઝુમ ઉપર સૌને મળીને આનંદ થયો. ભરેલી ફી ખરેખર વસૂલ થઇ. ફરી જલ્દીથી મળવાની ઈચ્છા સાથે સમાપ્તી થઈ.


લેખક: કોકિલા રાવળ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s